________________
૩૨૨
પંચ પ્રતિકમાણસૂત્રો
પ્રાણીઓને હણતી જાય, ને બોલતી જાય કે, “જગતમાં નારી રક્ષક કોઈ ક્ષત્રિય બચ્ચો છે જ નહીં. હે પૃથ્વી ! તું વંધ્યા જેવી જ છો.”
આ સાંભળી કુમાર તેને બચાવવા પાછળ પાછળ તણાતો ગયો, તેમ તે સ્ત્રી દૂર દૂર નીકળી જાય. છેવટે તે દૂર-નજરથી બહાર નીકળી ગયો. સમાચાર સાંભળી રાજાને શોક થયો અને મૂછ આવી ગઈ. મંત્રીએ આવી રાજાને શાંત કરવાના શબ્દો કહ્યા, તેથી તેને ઊલટું ખોટું લાગ્યું. પરંતુ સંતોષકારક યોગ્ય શબ્દોમાં આશ્વાસન આપવા જતાં મંગળ વાજિંત્રો વાગવા લાગ્યાં, અને કુમાર આવી પહોંચ્યાના સમાચાર રાજાને મળ્યા. કુમારે આવીને પિતાને પ્રણામ કર્યો. અને નદીમાં પડેલી સ્ત્રી પાછળ ખેંચાવાથી માંડીને બધી વાત નીચે પ્રમાણે કરી :
“તણાતાં તણાતાં મને મૂછ આવી ગઈ, ને જાગીને જોઉ છું તો ગંગાના કિનારા ઉપર મને મેં બેઠેલો દીઠો. ત્યાંથી ઊઠીને કલ્પવૃક્ષની પાસેના બગીચામાં સાત માળના મહેલમાં ગયો. ત્યાં છઠે માળે શબ્દવિદ્યા નામે શારદાદેવીની પ્રતિહારી મને મળ્યા અને કહ્યું કે “શારદાદેવી પાસે લાવવા માટે હું જ તમને અહીં સુધી ખેંચી લાવેલી છું.” એમ કહીને મને શારદાદેવી પાસે લઈ જવામાં આવ્યો.
દેવી ભગવતીની બન્નેય બાજુએ તર્કવિદ્યા અને સાહિત્ય વિદ્યાઓ ચામર ઢાળતી હતી. દેવીશ્રીએ મને ખોળામાં બેસાર્યો. મેં તેમનો વિનય કર્યો. તેમણે કહ્યું, “કુમાર ! તારા તપથી સંતોષ પામી છું. મારું ક્રીડાવન બતાવવા તને અહીં લાવવા મારી પ્રતિહારીને મેં મોકલી હતી. કુમાર! પૂર્વે પુષ્પપુરમાં એક ગરીબ માણસ ભિક્ષા ન મળવાથી ઝંપાપાત કરવા જતાં એક તપસ્વી ત્રણ જ્ઞાનવાળા મુનિરાજને જોયા. તેમની પાસે જઈ વંદન કરી પૂછવાથી પોતાની દશા કહી સંભળાવી. મુનિરાજે ઉપદેશ આપ્યો કે, “ભલા માણસ ! આ મૂર્ખતા શા સારુ કરે છે ? મુશ્કેલીથી મળેલો મનુષ્યભવ શા માટે નકામો વેડફી નાંખે છે ? પૂર્વભવના પુણ્યને લીધે પ્રાપ્ત થયેલી દરિદ્રતાથી મનુષ્યભવ જેવો ભવ જતો કરે છે ? દરિદ્રતા નિભાવી લે અને એવી કાંઈ સાધના કરે કે જેથી કર્મ તૂટી જાય, અને ભવિષ્યમાં પુણ્ય ઉપાર્જન થઈ અનેક સુખ મળે. અને એના ઉપાય તરીકે જ્ઞાન પંચમીનું આરાધન કર. તપ એ કર્મ તોડવાને માટે તો મજબૂતમાં મજબૂત કુહાડો છે. તારા અંતરાય કર્મનો ક્ષય થવાનો સમય આવી ગયો છે. માટે પંચમીનો જ તપ કરવાથી તારો આત્મા નિર્મળ થવાની તૈયારીમાં છે.”
મુનિના આ ઉપદેશથી તે પુરુષે સારી રીતે તપ કર્યો, ને ત્યાંથી મરીને યુગબાહુપણે તું ઉત્પન્ન થયો છે. ખરેખર તું શસ્ત્ર અને શાસ્ત્ર એ બન્નેય કળામાં પ્રવીણ છો.”
એમ કહીને મને શત્રુ પરાજય અને ઈષ્ટ પ્રાપ્તિ એ બે મંત્ર આપ્યા. તેવામાં મને આપણા શહેર પાસે ગંગાનદી નદીને કિનારે જોયો, ને ત્યાંથી આપને પ્રમાણ કરવા આવી પહોંચ્યો છું.”
પછી કુમાર, માતાપિતા, જૈન ધર્મની ભકિત અને પંચમ્યાદિ તપમાં વધુ આસકત થયો.
એક દિવસે એક સ્ત્રીને તેણે રોતી સાંભળી. તરત જ તલવાર લઈ રુદનના સ્વરને અનુસાર વનમાં ગયો. ત્યાં ઝાડ આડે ઊભા રહી તે સ્ત્રીના શબ્દો સાંભળવા લાગ્યો. તેવામાં એક પુરુષે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org