________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
તેને ઘેર લઈ ગયા. તેની આ દશા જોઈ તેના પિતાએ ઘણું પૂછ્યું, ત્યારે તેણે નટપુત્રી ઉપરની પોતાની આસકિત જણાવી. પિતા વિચારમાં પડ્યા- ‘ખરેખર, મેં હલકા લોકોની સોબત કરાવી, તેનું આ ફળ મળ્યું.” પુત્રને ઘણું સમજાવ્યો, પણ તેનું મન ફર્યું નહીં. છેવટે લંખીકાર પાસે જઈ વાત કરી. ત્યારે તેણે કુમારને પોતાની પાસે મોકલવા કહ્યું.
૩૨૦
ઇલાચી પુત્ર લંખીકાર પાસે ગયા. એટલે લંખીકારે કહ્યું કે, “પુત્રી તો ખુશીથી પરણાવું, પરંતુ અમારા ધંધામાં પ્રવીણતા મેળવી રાજા રીઝવી પરીક્ષામાં પાસ થાઓ, તો.’” તેણે એ વાત કબૂલ કરી. તેના પિતાને પણ પુત્રમરણના ભયથી તેને તેઓ સાથે જવા દેવાની ફરજ પડી.
ઇલાચીકુમારે બુદ્ધિમાન હોવાથી કળામાં જલદી પ્રવીણતા પ્રાપ્ત કરી લીધી. ફરતાં ફરતાં બેનાતટ નગરમાં મહીપાળ રાજાને પોતાની કળા બતાવવાની ગોઠવણ કરી.
ઇલાચીકુમારે અદ્ભુત નટકળા બતાવી, પરંતુ રાજા રીઝે નહીં, ને દાન આપે નહીં, કેમ કે તેનું મન નટપુત્રીમાં ચોંટ્યું હતું. ‘ઇલાચી પુત્ર મરે તો નટપુત્રી પોતે લઇ શકે” એ ધારણાથી તેની પાસે ફરી નવા નવા જોખમી ખેલ વારંવાર કરાવે. તે ઉપરથી ઇલાચી પુત્રે રાજાની મનોદશા જાણી લીધી. તેને પરસ્ત્રી લંપટતા પર કંટાળો આવ્યો અને વિચાર કરતાં આખર વિષયવાસના ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થવા લાગ્યો. તેવામાં તેણે દોરડા ઉપરથી નીચી નજરે એક શેઠના ઘરમાં અપ્સરા જેવી ગૃહિણી પાસેથી એક મુનિને વહોરતા જોયા. મુનિરાજની આવી અવિકારી અવસ્થા જોઈ તેને ઘણો જ ભકિતભાવ જાગ્યો અને ભાવના ઉપર ચડતાં કેવળ જ્ઞાન થયું, દેવોએ મહિમા કર્યો અને કેવળી ભગવંતે દેશના આપી.
રાજાના પ્રશ્ન ઉપરથી નટ પુત્રી ઉપર પોતાને મોહ થવાનું કારણ સમજાવ્યું કે, “વસંતપુરમાં મદન અને મોહિની નામે એક બ્રાહ્મણ દંપતી રહેતાં હતાં. તેઓએ સદ્ગુરુના ઉપદેશથી શ્રાવક વ્રતો અંગીકાર કર્યાં. તે પાળતાં બન્નેય પરસ્પર એકાકારપણે પ્રેમથી રહેતાં હતાં. ત્યાંથી મરીને દેવલોકમાં ઉત્પન્ન થયાં. મોહિનીએ અજ્ઞાનતાને લીધે કોઈ વખત જાતિ મદ કરેલો હતો. તેથી તે લંખીકાર નટની પુત્રી થઈ અને હું ઈભ્ય શેઠનો પુત્ર થયો. પૂર્વભવના પ્રેમના લીધે મને તેના ઉપર આસિકત થઈ. પરંતુ ધર્મનું આરાધન કરેલું તેથી આખરે ધર્મની પ્રાપ્તિ થઈ.
આ સાંભળી રાજા, રાણી, નટપુત્રી વગેરે ધર્મ પામ્યા અને સૌ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામી મોક્ષમાં ગયા.
૩૭. ચિલાતીપુત્ર-ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રહેવાસી યજ્ઞદેવ બ્રાહ્મણ પોતાને પંડિત માની જૈન ધર્મની નિંદા કરતો હતો. તેને એક ક્ષુલ્લક (નાના)સાધુ પોતાના ગુરુ પાસે લઈ ગયા, ત્યાં તે હારી ગયો, ને જૈન ધર્મની દીક્ષા લીધી. શાસનદેવીની સૂચનાથી તે સાધુ ધર્મની ક્રિયા પણ સૌની સાથે સારી રીતે પાળવા લાગ્યા. પરંતુ તેની સ્ત્રીએ વશ કરવા તેના ઉપર કરેલા કામણ પ્રયોગોની અસરથી શરીર દુર્બળ થવાથી મરીને તે સ્વર્ગમાં ગયા. અને તેની સ્ત્રીએ પણ દુ:ખથી દીક્ષા લીધી છતાં કામણ કર્મની આલોચના કર્યા વિના મરીને સ્વર્ગે ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org