________________
૩૦૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
છે. તે કોઈ અસ્પૃશ્યત્વના વૈજ્ઞાનિક સંશોધકની માનવજાતની સેવા છે. તેને જુલમ ગણાવી પ્રજાને કાયદાથી દબાવી તે તોડવામાં આવે છે. તેમજ તેની સંસ્કારથી શુદ્ધિ કરવાના પ્રસંગમાં શુદ્ધ કરવાના સંસ્કારો પણ એ પ્રકારના વૈજ્ઞાનિકોએ બતાવ્યા જ છે. તે પર કોઈ ધ્યાન ન આપતાં-રા, મુનશી જેવા જવાબદાર -“જે શાસ્ત્રોમાં અસ્પૃશ્યત્વને ટેકો આપવામાં આવ્યો હોય, તેને બાળી નાંખવા જોઈએ.” એમ બોલતાં સંકોચનો અનુભવ કરતા નથી. જો કે અધિકાર એ વસ્તુ જ કેટલાક માણસને કેટલીક વાર વિવેકાન્ધ બનાવે છે. તેવા પ્રસંગે આવું ત્ય સંતવ્ય ગણવા સિવાય આપણો બીજો ઉપાય નથી. સારાંશ કે, એક ધૂન સિવાય અસ્પૃશ્યત્વના નાશની વાતનો વાસ્તવિક કશો અર્થનથી. ખુદ ગાંધીજીએ એક સંન્યાસી સાથે ચર્ચા કરી સંસ્કારશુદ્ધિની આવશ્યકતા સ્વીકાયનું છાપાઓમાં પ્રસિદ્ધ કર્યું હતું. પરંતુ એ તો શબ્દમાત્ર જ રહ્યું છે. ગાંધીજીએ માત્ર હિંદુઓ આગળ સ્પર્શ પૂરતી દરખાસ્ત મૂકેલી પરંતુ આજે તો મર્યાદા ઓળંગાઈને લગ્ન, મંદિર પ્રવેશ અને સાથે ખાનપાનની હદ સુધી પહોંચ્યું છે, છતાં તેઓને મર્યાદામાં રાખવા ગાંધીજી કશો વિરોધ કરતા નથી. તેનું કારણ તો એ જ છે કે, તેઓ મૂળથી જ એ બધી વસ્તુ થાય, તેને ઇષ્ટ ગણનારા હતા જ. માત્ર લોકોને પ્રથમ વિશ્વાસમાં લેવા માટે જ એટલી પ્રાથમિક વાત કરતા હતા. તેથી તેનાં વચનો ઉપર પણ કેટલો વિશ્વાસ કરવો ? તે વિચાણીય છે. “૧૩ થી ૧૬ વર્ષની ઉમર સુધીની બાળ વિધવા માટે તો કાયદો કરવો જોઈએ” એમ મર્યાદા બાંધીને માત્ર વિધવા વિવાહના વિરોધીઓને વિશ્વાસમાં લેવા પૂરતું જ હતું. કેમકે, આજે તો છૂટાછેડાની વાત સુધી પરણેલી હયાત પતિવાળી ઉચ્ચ કોમની હિંદુ સ્ત્રીઓ માટે કાયદો કરવાની વાતો થઈ રહી છે, ત્યારે ગાંધીજી ચૂપ છે. સારાંશ કે લાખો વર્ષોથી વિશુદ્ધિ જાળવી રહેલી પ્રજા ઉપર અનાર્ય ગણાતી યુરોપની પ્રજાને કેમ જાણે ઈષ્યભાવ હોય, તેમ તેના શુદ્ધ સંસ્કારોને તોડ્યું જાય છે અને તેમાં મદદ કરનારા આ દેશના લોકોને દેશનાયકો તરીકે પ્રસિદ્ધિમાં આવવા દે છે. આથી કરીને આ કરકં રાજાનું દષ્ટાંત અંત્યજ સ્પર્શની આધુનિક હિલચાલમાં દલીલ તરીકે ટાંકી શકાય તેમ નથી.].
રાજાને બ્રાહ્મણોએ મંત્રપૂર્વક અભિષેક કર્યો. પેલો બ્રાહ્મણ ગામ માગવા આવ્યો. તેને દધિવાહન રાજા પાસે ગામ લેવા મોકલ્યો. રાજાને ક્રોધ ચડ્યો ને કહ્યું કે, “એ ઉદ્ધત ચંડલ રાજા પાસેથી જીતીને તને ગામ અપાવીશ.” રાજાએ યુદ્ધની તૈયારી કરી. ત્યાં તો કરકંડૂએ આવીને ઘેરો ઘાલવાની તૈયારી કરી. આ વાતની પદ્માવતી સાધ્વીને ખબર પડી. વીંટીના અભિજ્ઞાનથી કરકંડૂને પોતાનો અને દધિવાહન રાજાનો પુત્ર હોવાની જાણ કરી. તે જ પ્રમાણે રાજાને પણ સમજ પાડી. બન્નેને સાથે મેળવ્યા. રાજાએ રાજ્ય કરકંડૂને સોંપી દીક્ષા લીધી.
કરકંડૂને ગોકુળો પાળવાનો શોખ હતો. તે પ્રમાણે ગોકુળો પાળતાં એક રૂપાળા અને બળવાનું સાંઢ પર તેને ઘણી પ્રીતિ હતી. પરંતુ તે વૃદ્ધાવસ્થા પામી મરી જવાથી તેને જોઈને તેને વૈરાગ્ય થયો. અને પ્રત્યેક બુદ્ધ થઈ દીક્ષા લીધી ને ઉત્તમ ચારિત્ર પાળી મોક્ષમાં ગયા.
૨૧-૨૨. હલ-વિહલ: આ બન્નેય શ્રેણિક રાજાના નાના પુત્રો હતા. રાજાએ તેઓને પોતાનો સેચનક હાથી ભેટ આપ્યો હતો. શ્રેણિકના ગાદીપતિ પુત્ર કોણિકે પોતાની પદ્માવતી નામની પત્નીના આગ્રહથી તે હાથી માંગ્યો. પરંતુ બન્નેય ભાઈઓએ તે આપ્યો નહીં, અને નાસીને પોતાના મોસાળમાં ચેડા રાજાને ત્યાં ચાલ્યા ગયા. કોગિકે-ચેડા રાજાની વિશાળા નગરીને ઘેરો ઘાલ્યો. રાજાએ દરવાજા બંધ કરાવ્યા. સેચનક પર બેસીને રાત્રે બન્નેય ભાઈઓ કોણિકના સૈન્યનો ઘાણ કાઢી નાંખતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org