________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૦૭
તેથી ગભરાઈને કોણિકે પોતાના લશ્કરની આજુબાજુ એક ખાઈ કરાવી. તેમાં અંગારા ભરાવ્યા. રાત્રે હાથી સહિત ભાઈઓ આવ્યા, પણ સેચનક વિભંગજ્ઞાનને લીધે તેમાં ન ઊતર્યો. ત્યારે તેઓએ તેનો તિરસ્કાર કર્યો. એટલે હાથીએ બન્ને ભાઈઓને નીચે ઉતારી નાખ્યા ને પોતે ખાઈમાં પડી મરણ પામ્યો. બન્ને ભાઈઓને વૈરાગ્ય થયો. શાસન દેવતાએ પ્રભુ મહાવીર દેવ પાસે તેમને મૂક્યા. ત્યાં વ્રત પાળી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા.
૨૩. સુદર્શન શેઠ : ચંપા પુરીમાં રાણસિંહરાજાના પુત્ર દધિવાહનના રાજ્યકાળમાં અહિંદાસના ધર્મપત્ની અર્હદાસીની કુક્ષીથી સુદર્શન શેઠનો શુભ સ્વપ્નથી સૂચિત જન્મ થયો હતો. તેને મનોરમાં નામે શ્રાવક ધર્મ નિષ્ણાત પત્ની હતી. શેઠ પિતા કરતાંયે ધર્મની દઢતામાં આગળ વધી ગયા હતા.
તેના કપિલ નામના મિત્રની સ્ત્રી કપિલાએ કપટથી એકાંતમાં બોલાવીને પોતાની સાથે વિષયભોગ ભોગવવા શેઠની પાસે માંગણી કરી. ઘણી ચેષ્ટાઓ કરી, પણ શેઠ ચલિત ન થયા અને કહ્યું કે, “તું છેતરાણી છે. હું તો નપુંસક છું. કોઈને આ વાત કહીશ નહીં.” ત્યારે કપિલાએ કહ્યું કે, “હું નહીં કહું, પણ તમે ય આ મારી વાત કોઈને ન કહેશો.”
એક વખત બહાર ઉજાણીને વખતે શેઠના છ પુત્રો જોઈ કપિલાએ રાજાની અભયા રાણીને તે વિષે પૂછયું. રાણીએ “શેઠના પુત્રો છે,” એમ ખાતરીપૂર્વક કહ્યું. કપિલાએ કહ્યું કે, “તે તો નપુંસક હોવાનો ડોળ કરે છે. માટે જો તમે તેને વશ કરો, તો તમે ખરા.” રાણીએ કહ્યું કે, “જોજે, હું એને અવશ્ય વશ કરીશ.” વળી એક દિવસે શહેર આખું ઉજાણી કરવા બહાર ગયું. રાણી માથું દુ:ખવાનો ઢોંગ કરી મહેલમાં રહી. શેઠ તો પોતાને ઘેર કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા. પંડિતા દાસી યક્ષની મૂર્તિને રથમાં બેસાડીને રાજમહેલમાંથી દેવમંદિરે લઈ ગઈ, તેને બદલે કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા શેઠને ઉપાડીને રથમાં લાવી. રાણીએ ઘણી ઘણી ચેષ્ટાઓ કરી તથા ધમકીઓ આપી. પણ શેઠ ધ્યાનમાં જ રહ્યા. છેવટે-તેણે પોતાની આબરૂ લેવા આવનારને પકડવા બૂમાબૂમ કરી મૂકી. શેઠને રાજસુભટોએ પકડ્યા. રાજા પાસે ન્યાય થયો. શેઠ કાઉસ્સગ્નમાં જ રહ્યા, ને તેને શૂળીએ ચઢાવવા લઈ જવામાં આવ્યા.
અહીં પતિનું મંગળ થાય ત્યાં સુધી મનોરમા શ્રાવિકા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. શેઠને શૂળી ઉપર ચડાવ્યા, ને શૂળીને સિંહાસનના રૂપમાં શાસનદેવે ફેરવી નાંખી. રાજા ચમત્કાર પામ્યો. ક્ષમા માંગી- શેઠના શિયળનો મહિમા ગવાયો. બન્નેયે વ્રત લીધું અને દંપતી મોક્ષમાં ગયાં.
૨૪-૨૫. શાલ-મહાશાલ મુનિ : પૃષ્ઠ ચંપા નગરીમાં શાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેના નાના ભાઈ મહાશાલ યુવરાજ હતા. કાંપિલ્યપુરના પીઠ રાજા વેરે પોતાની યશોમતી બહેનને પરણાવેલ હતી. તેને ગાંગિલ નામે પુત્ર હતો.
પ્રભુ મહાવીર દેવની ધર્મ દેશનાથી બન્ને ભાઈઓએ બોધ પામી દીક્ષા લીધી અને ગાંગિલને રાજ્ય આપ્યું. એક વખત તેને પ્રતિબોધવા શ્રી ગૌતમ સ્વામી સાથે તેઓ પૃષ્ઠ ચંપાએ આવ્યા. પ્રતિબોધ આપવાથી ગાંગિલ-પીઠ તથા યશોમતી બોધ પામ્યા, અને દીક્ષા લીધી. રસ્તામાં ભાવના ભાવતાં તેઓને કેવળજ્ઞાન થયું. પ્રભુવીર પરમાત્માની પાસે આવી પ્રદક્ષિણા દઈ કેવળીની પર્ષદામાં બેસવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org