________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૦૫
છે. પ્રજાની મોટી સંખ્યા વિરુદ્ધમાં છતાં આ બહુમતવાદના જમાનામાં પણ તદન થોડી સંખ્યાના ટેકાથી કાયદો પસાર કરવામાં કાયદેસરપણું કયાંય જણાતું નથી. માટે તેને એકતરફી જુલમ ગણવામાં હરકત નથી, અને એમ જુલમથી આર્યપ્રજાને અગાઉના વખતમાં પણ ઘણું સોંસવું પડ્યું છે, સહન કરવું પડ્યું છે, વેઠવું પડ્યું છે, પરંતુ રાજાભિયોગ આગારથી સમકિતવંત જીવોને દૂષણ કરતા થઈ પડતું નથી. વળી નામદાર બ્રિટિશ સરકારે - જે જે હિંદમંદિરનાં ટસ્ટો રજિસ્ટર કરેલાં હોય. તેના , ટસ્ટીઓ સમત થાય. તો મંદિરમાં અંત્યજથી પ્રવેશ કરી શકાય, તેવી છૂટ આપે છે તે ઉપરથી તો નામદાર બ્રિટિશ સરકારના ટ્રસ્ટ એકટ વિષે ઘણો વિચાર થઈ પડે છે, કેમ કે, કોઈ પણ મૈયત ચુસ્ત હિંદુએ ટ્રસ્ટ કર્યું હોય, તેના વિશ્વાસનો ભંગ તો થયો જ ગણાય. ટ્રસ્ટીઓની ફેરબદલીમાં પાછળથી “ટ્રસ્ટી કોને નીમવા ?” તે સત્તા તો નામદાર સરકારની રહે. એટલે બનતાં સુધી અંત્યજ પ્રવેશ માનનારા ટ્રસ્ટીઓ સહેજે ગોઠવાય, એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં / ટ્રસ્ટીઓનો મત મળી રહેતાં મંદિરમાં અંત્યજ પ્રવેશ થઈ શકે. આ ઉપરથી તો બીજાં અનેક પ્રકારનાં ટ્રસ્ટોને માટે પણ વિચારણીય થઈ પડે. કોઈ પણ વ્યક્તિએ અમુક તત્ત્વોથી બચવા પોતાની લાખોની મિલક્ત સરકારના ટ્રસ્ટ ઉપર આપી હોય, તેમાં આમ કાયદાનો ફેરફાર કરીને ગાબડું પાડવામાં આવે, તો ટ્રસ્ટ કરનારની ધારણા ધૂળમાં મળે જ. સરકારે એ રીતે એ બિલને ટેકો આપીને પોતાની તરફના ટ્રસ્ટપણામાં જરૂર ખામી લગાડી છે, એમ કહેવાને કારણ મળે છે. પ્રજામતનું દબાણ એ બચાવ નથી. કેમકે, કેળવણીમાં પ્રથમથી જ એવા વિચારો મૂકીને, તેમજ તે વિચારોને ઉત્તેજન આપીને સરકારે પોતે જ એ જાતનો પ્રજાનો એક ભાગ વર્ષોથી ઉત્પન્ન કર્યાના દાખલા છે. સારાંશ કે, સરકારની ઘણા વખતથી હિંદુ પ્રજાને અમુક સ્વરૂપમાં લાવી મૂકવાની ધારણા છે. તેના અનેક કાર્યક્રમોમાંનો આ એક કાર્યક્રમ છે, તે દેશના કેટલાક હિંદુ લોકોને તે મતના કરી તેને આડે રાખી પોતાની ઉદ્દેશસિદ્ધિ કરી
“આર્યોની વર્ણવ્યવસ્થા જૈનો માનતા નથી.” એમ યુરોપવાસીઓએ જૂઠાણું ફેલાયેલું છે. એ વ્યવસ્થા તીર્થંકર ગણધરાદિ ભગવંતોને સમ્મત હોવાના ઘણા પુરાવા છે. અલબત્ત, અમુક સંજોગોમાં તેને મહત્ત્વનું સ્થાન નથી. તે પ્રમાણે અમુક સંજોગોમાં બ્રાહ્મણો પણ તેને મહત્ત્વનું સ્થાન નથી આપતા. એવા ઘણા પુરાવા છે. છતાં લોકવ્યવહારની અમુક મર્યાદામાં તેને અચૂક સ્થાન છે. સ્પર્શત્વ, અસ્પૃશ્યત્વ, એ એક જાતનું વિજ્ઞાન છે. અને તે વિજ્ઞાનની રૂએ, અંત્યજો અસ્પર્ય છે. નહિ કે તેના પર કોઈને અણગમો થયો માટે અસ્પૃશ્ય માન્યા છે. વિજ્ઞાનસિદ્ધ બાબતો સર્વમાન્ય હોઈ શકે છે. પરંતુ રાજ્ય-સત્તાની એ જાતની ગૂઢ ઇચ્છા હોવાથી કોઈ તે સાંભળવા બેસતું જ નથી. સૌ એકીસાથે હી હો મચાવ્યે રાખે છે. પ્લેગનો રોગી કેમ અસ્પૃશ્ય ? રજસ્વલા માતા કે પ્રિય પત્ની કેમ અસ્પૃશ્ય ? સુવરની ચરબી કેમ અસ્પૃશ્ય ? ઝેરી તાવના રોગીને સ્પર્શ કરીને ડૉકટરો વારંવાર સાબુ લગાડીને કેમ હાથ ધૂએ છે ? કહેવું જ પડશે કે “કોઈ કોઈ પદાર્થમાં ઓછાવતું અસ્પૃશ્યપણું હોય, તો તેનું શુદ્ધીકરણ કરવું જોઈએ. જેમ અનેક પ્રકારનું અસ્પૃશ્યત્વ જગમાં હોઈ શકે છે તેમ તેના શુદ્ધીકરણના પણ અનેક પ્રકાર હોય છે. અન્યૂનાધિક પ્રકારો વડે તેનું શુદ્ધીકરણ કરવું જ પડે. પગે વિષ્ટા લાગી હોય તો પાણીથી ધોઈ નંખાય. પણ પૂરી રીતે ધોવા જેટલું પાણી હોય, તો તેનું શુદ્ધીકરણ થાય, નહિતર ન થાય. સહેજ પેશાબનો છાંટો ઊડી ગયો હોય, તો થોડા પાણીથી ધોઈ નાંખી શકાય. પરંતુ ગાડાના પૈડાનો કીલ લાગ્યો હોય, કે એવું કાંઈ ચોંટી ગયું હોય, તો ટરપેન્ટાઈન પેટ્રોલ કે એથી ઉગ્ર વસ્તુ સાફ કરવા લગાવવી પડે. ત્યાં સાબુ કામમાં ન આવે. કોઈ વખતે મકાનની અશુદ્ધિ ધૂપથી દૂર થાય, પણ કોઈ વખતે પાણીથી ધોવું પડે, એ જ રીતે કેટલીક વસ્તુની અશુદ્ધિ અગ્નિથી જાય. ઈત્યાદિ ઘણું વિશાળ સાયન્સ આ વિષે વિચારવાનું છે. અને જે વિજ્ઞાન કુદરતી રીતે જ જગતમાં સિદ્ધ છે તે સૌને માન્ય હોય છે ને અમલમાં મૂકે છે.
તે જ પ્રમાણે અંત્યજો વગેરે જન્મથી અસ્પૃશ્ય ગણેલી જાતિના શારીરિક તત્ત્વોને વારસાથી અસ્પૃશ્ય ગણેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org