________________
૩૦૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કરકં પ્રસિદ્ધ થયું હતું.
એક જ્ઞાની મુનિરાજના વાંસના નિમિત્ત ઉપરથી તે કંચનપુર નગરનો રાજા થયો. પરંતુ એ વાંસ લેનાર એક બ્રાહ્મણને રાજ્ય મળે ત્યારે એક ગામ આપવાનું વચન આપેલું હતું. પાંચ દિવ્યોએ તેને રાજા ઠરાવવાથી પ્રધાનોએ પણ તેને રાજા તરીકે કબૂલ કરી ઘોડા પર બેસાડી શહેરમાં પ્રવેશ કરાવ્યો. પરંતુ તેને ચંડાળ સમજીને રાજ્યને અપાત્ર ગણી બ્રાહ્મણાદિક પ્રજાજનો તેની સામે થયા.
ત્યારે આકાશમાંથી અગ્નિનો વરસાદ થયો. આ દિવ્ય પ્રભાવથી બ્રાહ્મણોએ તેને પુણ્યશાળી માની તેને પવિત્ર માન્યો. અને તેને રાજા તરીકે કબૂલ રાખ્યો, પછી તો તેજસ્વી તેણે બ્રાહ્મણો ઉપરના ક્રોધથી “આ સર્વ ચંડાળોને સંસ્કાર કરી બ્રાહ્મણ બનાવો.” એવો હુકમ કર્યો. બ્રાહ્મણોએ રાજહુકમ પામીને તે વાહધાનક ગામના વાસી ચંડાળોને “જનંગમદ્વિજ” નામે એક નવી જાતિ તરીકે બ્રાહ્મણ બનાવ્યા.
[સંસ્કાર કરી શુદ્ધ કરવાનો બ્રાહ્મણનો અધિકાર અહીં કરકંદૂ રાજા કબૂલ રાખે છે. કરકંદૂ રાજા મૂળમાં ચંડાળ નથી, પણ વિશુદ્ધ આર્યબીજ છે. તદ્ભવ મોક્ષગામી છે. તેથી પૂર્વપુણ્યના સંચયથી ભરપૂર છે. તેના સંસર્ગથી બીજા ચંડાળોને તેના પુણ્યનો લાભ મળે છે. બ્રાહ્મણો તેઓને પોતાનામાં ભેળવતા નથી, પરંતુ એક જુદી જ જાત તરીકે જાહેર કરવાનો રસ્તો કાઢે છે, તેથી તે પ્રમાણે તેઓને બ્રાહ્મણ તરીકે ઠરાવે છે. પણ જાતિ જુદી પાડે છે. વળી આકાશમાંથી દિવ્ય અગ્નિકણો રાજાના પુણ્ય પ્રભાવથી વર્ષે છે. એટલે પુણ્યપ્રભાવ સાબિત થતાં બ્રાહ્મણોને વાંધો લેવાનું કારણ રહેતું નથી. વળી સંસ્કારશુદ્ધિથી બ્રાહ્મણ કરવાના હોવાથી, સંસ્કારશુદ્ધિ ન થાય ત્યાં સુધી ચંડાળ તરીકે તેઓ રહે જ છે અને તે વાત રાજાને પણ સમ્મત છે. સારાંશ કે, આ આખા પ્રસંગથી આર્યોની વર્ણકર્મ વ્યવસ્થાને હરકત આવતી નથી. પરંતુ ઊલટી રીતે એ વ્યવસ્થાની મજબૂતી સાબિત થાય છે તેમ જ તે કાળે પણ ચંડાળજાતિ વિદ્યમાન હતી એવો ઐતિહાસિક પુરાવો મળે છે.
આર્ય સંસ્કૃતિ-સંસ્કારથી શુદ્ધ થવા સામે વાંધો લેતી જ નથી. સંસ્કારોથી શુદ્ધિનું ધોરણ આર્ય સંસ્કૃતિના વિધાયક ગ્રંથોમાં બતાવેલ હોય છે. તેના કોઈ પણ ઘટના પ્રકારે સંસ્કારથી શુદ્ધિ કરી શકાય છે.
વળી જ્યારે જ્યારે અંત્યજાદિ હલકી જાતિની કોઈપણ વ્યક્તિ, આગળ આવવા જાય કે તરત તેને બ્રાહ્મણો આગળ આવતી રોકે છે. કારણ કે પ્રજા વ્યવસ્થાના ધોરણ પ્રમાણે તેઓની તેમ કરવાની ફરજ છે. પરંતુ જ્યારે તે વ્યક્તિ દિવ્ય પુરુષ તરીકે, પુણ્યવાન તરીકે મહાન આધ્યાત્મિક પવિત્ર પુરુષ તરીકે સાબિત થઈ ચૂકે છે, કસોટીમાંથી પસાર થઈ ચૂકે છે, ત્યારે પછી તેની સામે વાંધો ઊભો ન રાખતાં, આર્ય મર્યાદાને અડચણ ન પડે, તેટલી જ મર્યાદામાં રહીને તેને કબૂલ રાખે છે. અને તેને પવિત્ર વ્યકિત માનવા સામે વાંધો લેતા નથી. અર્થાત પરીક્ષામાંથી પસાર કરે છે. હા, પ્રથમ તો સામનો કરે જ છે. જો તેમ ન કરે, તો વ્યવસ્થા ન રહે. દરેક ખોટી રીતે વ્યવસ્થા બગાડી મૂકે. પરીક્ષાઓમાંથી અને આકરી કસોટીમાંથી પાસ થયા પછી તેને મહાન પુરુષ તરીકે, પવિત્ર પુરુષ તરીકે સ્વીકારવામાં બ્રાહ્મણોએ ક્યાંય વાંધો લીધો નથી. આખી સંસ્કૃતિનો ઇતિહાસ તપાસી કાઢો.
આજે તો તેવા કોઈપણ દિવ્ય પ્રસંગ વિના, સંસ્કાર શુદ્ધિના પ્રકાર વિના, અંત્યજ-સ્પર્શાદિક ધોરણ વગરના છે. પરંતુ રાજ્યસત્તાના દબાણને લીધે પ્રજાને તે ચલાવી લેવું પડે છે. કારણ કે, પ્રથમ તો માત્ર સ્પર્શની જ વાત ગાંધીજી વગેરે દેશનાયકો કરતા હતા. હવે તો મંદિરમાં પેસવા દેવાનું કાયદાથી દબાણ કરવામાં આવ્યું છે. અને હવે પછી–હોટલોમાં સાથે ખાવા વગેરેની ફરજ પાડતા કાયદા અમલમાં લાવવા રાજ્યસત્તા તૈયાર થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org