________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૦૩
આવ્યા.
રાજાને મુનિની આ દશા માટે ઘણું લાગી આવ્યું. છેવટે કંડરીક રાજ્યની માંગણી કરી, એટલે તેને તે આપી દઈ પુંડરીકે તે જ મુનિવેષ ધારણ કરી વિશેષ આરાધના માટે ગુરુ મહારાજ તરફ જવા વિહાર કર્યો. આ તરફ કંડરીકને અતિ આહારથી વિસૂચિંકાનો રોગ થવાથી દુર્ગાનમાં મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થવું પડ્યું.
ત્યારે પુંડરીક મુનિ રસ્તામાં ટાઢથી પીડા પામી, શુભ ધ્યાનમાં મૃત્યુ પામી સવાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા.
૧૯. કેશિ ગણધર : શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના તે ગણધર ભગવંતે શ્રેતામ્બિનગરીના પ્રદેશી નામના નાસ્તિક રાજાને પ્રતિબોધ આપી, સમ્યક્ત્વ ધારી બનાવેલ હતા. તથા શ્રી ગૌતમ સ્વામી સાથે બાવીસ તીર્થંકર પરમાત્માનાં ચાર મહાવ્રત ધર્મ અને પરમાત્મા મહાવીર દેવના પાંચ મહાવ્રતાત્મક ધર્મ વિષે ચર્ચા કરી, શાસનમાં ભેદ ન પડે, માટે પોતે મોટા છતાં શ્રી ગૌતમ સ્વામીના શિષ્ય થઈ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનમાં દાખલ થયા હતા, અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અનુક્રમે તેઓ પણ મોક્ષમાં ગયા હતા.
પ્રદેશ રાજાએ એક વખત પૌષધ કરેલો હતો, તેને તેની સૂર્યકાન્તા નામે પરપુરુષાસકત રાણી વિષ આપ્યું હતું. પરંતુ શુભ ધ્યાને મરીને રાજા પહેલા દેવલોકમાં સૂર્યાભ નામના વિમાનમાં સૂર્યાભ નામે દેવપણે ઉત્પન્ન થયા. ઉત્પન્ન થઈને તુરત જ પરમાત્મા મહાવીર સ્વામી આમલકલ્પા નગરીમાં બિરાજમાન હતા, ત્યાં આવીને દિવ્ય નાટક અને નૃત્યો વગેરેથી પ્રભુની ભકિત કરી હતી. ત્યાંથી ઍવી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, મોક્ષ પામશે.
૨૦. કરકંડૂ: શ્રી વાસુપૂજ્ય સ્વામીના જિન મંદિરથી શોભતી ચંપાપુરી નામે નગરીના દધિવાહન રાજાને ચેડા રાજાની પુત્રી પદ્માવતી નામે રાણી હતી. એક વખત સગર્ભા રાણીને “પોતે હાથી ઉપર બેસી રાજા છત્ર ધરી રાખે ને પોતે વન વિહાર કરે.” એવો દોહદ ઉત્પન્ન થયો. તે પૂરવા રાજાએ તેવી ગોઠવણ કરી; પરંતુ હાથીને વિંધ્યાટવી યાદ આવવાથી તે બન્નેને લઈને વનમાં દૂર નીકળી ગયો. રસ્તામાં વડની ડાળી પકડી રાજા ઊતરી ગયો. પરંતુ રાણી ઊતરી શકી નહીં. હાથી એક તળાવે પાણી પીવા ઊભો રહ્યો કે રાણી યુકિતથી ધીમે ધીમે નીચે ઊતરી પડી. ત્યાંથી તાપસોના આશ્રમમાં ગઈ, ત્યાંથી દંતપુર નગરના દંતચક રાજાને શરણે જવા નીકળી. ત્યાં તેને કોઈ સાધ્વીજી મહારાજનો યોગ થયો. તેનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. ગર્ભની વાત “દીક્ષા ન આપે” એ ભયથી કોઈને કરેલી નહીં. પરંતુ પાછળથી સાધ્વીજીએ જ્યારે વાત જાણી ત્યારે અગાઉથી વાત ન કરવા ઠપકો આપ્યો. છેવટે બાળકનો જન્મ થયો, ત્યારે ગુપ્ત રીતે તેના પિતાના નામની વીંટી સાથે રત્ન કંબળમાં વીંટાળી તેને સ્મશાનમાં મુકાવી દીધો. તેને એક અપુત્ર ચંડાળ લઈ ગયો, ને ઉછેર્યો.
તેને ખરજ ઘણી આવતી હતી, તેથી તે બીજું બાળકો પાસે ખણાવતો હતો, તેથી તેનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org