________________
૩૦૨
કુમાર રાજા થયા, તેની માતાએ તેના દાંત સોનાથી મઢાવ્યા હતા.
સુકોશલ કુમાર જેમ જેમ પિતાના વખાણ કરે, તેમ તેમ ‘“પુત્ર દીક્ષા ન લઈ લે’’ એ ભયથી તેની માતા તેના પિતાના દોષ કાઢે.
પંચ પ્રતિક્રમણસૂત્રો
એક વખત કીર્તિધર મુનિને શહેરમાં ભિક્ષા માટે આવ્યા જાણી નોકરો દ્વારા સુકોશલ ન જાણે તેમ તેને બહાર કઢાવી મૂકયા. પરંતુ ધાત્રી માતા મારફત તે સમાચાર રાજાને મળ્યા. રાજાએ મુનિને બોલાવ્યા, પરંતુ ઉપસર્ગનો સંભવ ધારીને તેઓ આવ્યા નહીં.
માતાની આ વર્તણૂકથી પુત્રને પણ વૈરાગ્ય થયો, અને પિતા પાસે જ દીક્ષા લીધી. બન્નેય
તપશ્ચર્યા કરવા લાગ્યા.
સહદેવી રાણી પુત્ર તથા પતિના વિયોગથી આત ધ્યાનમાં મરણ પામી, વાઘણ થઈ. એક વખતે તે વાઘણ બન્નેય મુનિઓની સામે આવતી હતી. તે જોઈ કીર્તિધર મુનિએ ‘ઉપસર્ગ થશે'' એમ ધારી બીજે જવા સૂચના કરી. પરંતુ સુકોશલ મુનિ તો ત્યાં જ રહ્યા. વાઘણ આવી. મુનિને ઉપસર્ગ કર્યો. પરંતુ શુભધ્યાને કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા.
સુવર્ણ મંડિત દાંત પંકિત જોઈને તેણીને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પુત્રને ઓળખી પશ્ચાત્તાપ કર્યો અને શુભ ધ્યાનથી મરી આઠમે દેવલોકે ઉત્પન્ન થઈ.
કીર્તિધર મુનિ પણ કર્મ ક્ષય કરી મોક્ષમાં ગયા.
૧૮. પુંડરીક-કંડરીક : એ બન્નેય ભાઈઓ હતા. સંયમની આરાધના અને વિરાધનાને લીધે જ્યારે એક સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં જાય છે-ત્યારે બીજા સાતમી નરકમાં જાય છે. એ વિષેનું પુંડરીક અધ્યયન શ્રી ગૌતમ સ્વામી જ્યારે અષ્ટાપદ પર્વત ઉપર ગયા હતા, ત્યારે વજસ્વામીના પૂર્વ ભવમાં વૈશ્રવણ નામના તિર્યક્ જ઼ભક દેવને તે સંભળાવ્યું હતું, જેના ઉપરથી બોધ પામીને તે જ જીવે વજસ્વામી પણે ઉત્પન્ન થઈ શાસનની મહાપ્રભાવના તથા મહાઆરાધના કરી હતી. તે પુંડરીક અને કંડરીકની કથા આ પ્રમાણે છે :
-
મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કળાવતી વિજયમાં આવેલી પુંડરીકિણી નગરીના મહાપદ્ય રાજાની શીળવતી નામની રાણીને પુંડરીક અને કંડરીક નામે બે પુત્ર હતા.
નલિની વનમાં પધારેલા મુનિરાજની ધર્મદેશના સાંભળી પુંડરીક કુમારને રાજ્ય સોંપી રાજાએ દીક્ષા લીધી.
પછી પુંડરીકની પણ દીક્ષા લેવાની ઇચ્છા થઈ, પરંતુ કંડરીકે આગ્રહ કરી મોટા ભાઈને દીક્ષા લેવા ન દેતાં પોતે જ દીક્ષા લીધી.
પરંતુ એક દિવસે કોઈક રાજાની રાજ્ય સંપત્તિ જોઈ પોતાને દીક્ષા લેવા વિષે પસ્તાવો થવા લાગ્યો અને રાજ્યસુખ ભોગવવાની ઇચ્છા થઈ આવી. પિતાનું રાજ્ય લેવા રાજ્યધાનીની નજીકમાં આવી ઉપકરણો ઝાડ સાથે બાંધીને બેસી ગયા, ઉદ્યાનપાલકે ખબર આપ્યાથી રાજા વંદન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org