________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૦૧
પ્રથમ પ્રમાણે જ પલંગમાં સૂતેલા શેઠને ચાર રત્ન ગર્ભિત ચાર ભાતાના લાડુ સાથે તે જ યક્ષ મંદિરમાં મૂકી ગઈ. તે જ દિવસે પેલા વેપારીઓનો કાફલો ત્યાં આવી ચડ્યો હતો. પોતાના પતિને પાછા આવેલા જાણી તેમની પૂર્વની પત્ની તેમને લેવા સામે આવી. યક્ષના મંદિરમાં જઈ પલંગમાં સૂતેલા શેઠને પોતે જ ઉઠાડ્યા, ને ઘેર તેડી ગઈ ને પૂછયું, કે-“શું કમાઈને લાવ્યા ?” શેઠે કહ્યું કે-“કાંઈ પણ નહિ.” પેલા ચાર લાડુ મૂકી રાખ્યા. તેમાંનો એક નિશાળે જતા છોકરાને આપ્યો. છોકરાએ ખાવા જતાં તેમાંથી નીકળેલું રત્ન કંદોઈને આપી ખાવાનું માંગ્યું. લેવડદેવડમાં પાણીની કુંડીમાં પડતાં પાણીના બે ભાગ થઈ જવાથી કંદોઈએ તેને “જલકાંત મણિ” માની તે લઈ લાડુ આપ્યા.
એવામાં એક દિવસે રાજાના સેચનક હાથીને કોઈ જળજંતુએ પકડ્યો. પાણીમાં માર્ગ કરવાથી તે બચી શકે તેમ હતું, માટે જળકાંત મણિ જોઈએ. રાજાના ભંડારમાં તે ન મળવાથી મનોરમાં પુત્રી અને રાજ્ય આપવાની જાહેર ઘોષણા કરાવી. તે વાત કંદોઈને કાને જતાં તેણે જળકાંત મણિ આપ્યો ને હાથી બચ્યો.
રાજાએ વિચાર કર્યો કે “આ કંદોઈને પુત્રી શી રીતે આપવી ?" અભયકુમારે તેને બોલાવી તેને માર મરાવી તેની પાસેથી રત્નના ખરા માલિકનો પત્તો લગાડ્યો, ને કુતપુય શેઠને બોલાવી તેને પુત્રી તથા રાજ્યાધું આપ્યું. કંદોઈને એક ગામ અને બીજા કંદોઈની પુત્રી પરણાવી.
આ પ્રસંગ પછી શેઠને અને અભયકુમારને મૈત્રી થઈ. શેઠે પોતાની ચાર સ્ત્રીઓ અને પુત્રોની વાત કરી “પણ તે કયું મકાન ? હું ઓળખી શકતો નથી. કેમકે મને લઈ જતી અને મૂકી જતી વખતે હું ઊંઘમાં હતો. મને સાત માળથી નીચે ઊતરવા દીધો નહોતો. એટલે હું શી રીતે ઓળખી શકું?” અભયકુમારે એક યુકિત કરી. શેઠના જેવી મૂર્તિ ઘડાવી એક યક્ષમંદિર બંધાવ્યું. તેમાંથી
એક બારણેથી બીજા બારણે યક્ષની પૂજા કરી બાળકોવાળી સ્ત્રીઓ નહીં નીકળી જાય, તેનું મૃત્યુ થશે.” એવી ઘોષણા કરાવી. અનેક સ્ત્રીઓ બાળકો સહિત નીકળી ગઈ, તેવામાં રૂપવતી ડોશી વહુઓ અને બાળકો સાથે આવી, પૂજા કરવા લાગી, એટલે છોકરાઓ પોતાના બાપા ધારીને તે મૂર્તિને અડવા લાગ્યા, તેની પાસે જવા લાગ્યા. તેનાં વસ્ત્ર ખેંચવા લાગ્યા. અભયકુમારે તરત જ તે બધું ક્યવન્ના શેઠને બતાવ્યું, ને તેણે તેઓને ઓળખ્યા, એટલે તેમની પાછળ માણસો મોકલી ઘરનું ઠામઠેકાણું જાણી લીધું, ને તે ચાર સ્ત્રીઓ, પુત્રો તથા તે સંપત્તિ બધી શેઠને અપાવી. હવે પરમાત્મા મહાવીર પ્રભુ ત્યાં સમોસય. દેશના સંપૂર્ણ થઈ ગયા પછી શેઠે પૂછયું કે “હે સ્વામી ! મારી આવી વિચિત્ર સ્થિતિ કેમ થઈ ?" પ્રભુએ પૂર્વભવમાં મુનિને ત્રણ વખત છૂટે છૂટે વખતે ખીર વહોરાવવાથી સુખ મળ્યું, પણ તે ત્રણ કટકે મળ્યું.” વગેરે.
આ ઉપરથી વૈરાગ્ય પામી મોટા પુત્રને ઘરનો કારભાર સોંપી સાતેય ક્ષેત્રમાં ધન વાપરી શેઠે દીક્ષા લીધી અને દેવલોક ગયા. ત્યાંથી ચ્યવી મોક્ષે જશે.
૧૭. સુકોશલ મુનિ: અયોધ્યા નગરીમાં ઇક્વાકુ વંશી કીર્તિધર રાજાના સહદેવી માતાની કુક્ષિએ જન્મેલા સુકોશલ નામે રાજપુત્ર હતા. રાજાએ ધર્મઘોષ સૂરિવરની દેશના સાંભળી દીક્ષા લીધી. સુકોશલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org