________________
૩ર
પંચ પ્રતિક્રમણ સૂત્રો
પણ કરી શકે તેમ નથી. એ જ ખરું સ્વરાજ્ય છે, સ્વાતંત્ર્ય છે. “બાપના કૂવામાં ડૂબી મરવું? માટે આગળ વધો. સુધારો કરો.” વગેરે ઉપદેશો મૂળ ભૂમિકામાંથી પ્રજાને ચલિત કરવા માટે હતા. આપણા જીવનની સર્વ ક્રિયાઓ છોડાવવી અને તેને ઠેકાણે પરદેશીઓની ક્રિયા શીખવવી એ જ પરદેશીઓનું સ્વાર્થી ધ્યેય તેમાં જણાય છે. તેમાં જ મદદ કરનારા આ દેશના લોકો તેના અનુયાયીઓ ગણાય છે. અને તેઓના વર્ગમાં માનપાત્ર તે જ ગણાય છે. બીજા શબ્દોમાં દેશીઓ તેને “કુહાડાના હાથા” ગણે છે. વળી, પરદેશીઓની હરીફાઈમાં ઊભા રહેવું એટલે તેમને ચીલે ચડવું, અને આપણા માર્ગો છોડી દેવા. ગુલામીની જંજીર પોતાને હાથે પોતાના ગળામાં પહેરીને પછી સ્વાતંત્ર્ય માટે લડવા નીકળવું. એ
રાંડયાં પછીના ડહાપણ” જેવું છે. જો કે પરદેશીઓના પ્રચારકાર્યની એ સફળતા છે, તેઓની એ બહાદુરી છે. પરંતુ હરીફાઈમાં ઊભા રહેવાની ભ્રમણામાં ગુલામીનો વધુ સ્વીકાર કરવાની યોજના ગોઠવાયેલી છે, તે આપણા દેશભાઈઓના ખ્યાલમાં નથી. ગચ્છની ચર્ચાઓ તો વકીલોના પક્ષવાદિત્વ જેવી છે, તેથી દેશને કે પ્રજાજીવનને કશું નુકસાન નથી થયું. પરંતુ કેટલાક અર્થમાં કયાંક પ્રજાની જાગૃતિ ટકાવવા રૂપ ફાયદો પણ થયો છે
શુષ્કતા કે હૃદયની રસિકતા અંદરના રસનો વિષય છે. આડે રસ્તે દોરવવામાં આવેલું માનસ જ્યાં સુધી સમજદાર ન બને, ત્યાં સુધી તેને સન્માર્ગમાં પણ શુષ્કતા લાગે અને ઉન્માર્ગમાં રસિકતા લાગે. દારૂડિયાનો દાખલો આને માટે બસ થશે. આજનું શિક્ષણ અને પ્રચારકાર્ય, કલ્પના શકિતવાળા લોકોને મોટા બનાવી, જુદે જ માર્ગે દોરવી જવાની ખૂબીભરેલી મોટા પાયા ઉપર ચાલતી યોજનાઓથી નવી નવી ક્ષદ્ર રસોત્પાદક પ્રવૃત્તિઓમાં પ્રજાનું માનસ રોકી રાખે છે. એટલે ગંભીર અને સુરસભરી વસ્તુઓમાં શુદ્ધ રુચિ ને કંટાળો આવે, એ સ્વાભાવિક છે. પરંતુ તેટલા ઉપરથી કિંમતી વસ્તુની કિંમત ઘટતી નથી. સિનેમાના ઉશ્કેરનારા દેખાવોની કિંમત વિદ્વાનના ભાષણ જેટલી નથી હોતી. અને વિદ્વાનના લાંબા ભાષણ કરતાં મહાત્માના ટૂંક ઉપદેશની અનેક ગણી કિંમત હોય છે.
જ્ઞાનની સામે કોઈનેય વાંધો ન હોય. પરંતુ અનેક મહાત્માઓએ ઉગ્ર તપશ્ચર્યાથી ક્રિયાને રસ્તે ચડાવેલી પ્રજાને, જ્ઞાનને બહાને તે માર્ગ છોડાવી દીધા પછી ફરીથી તેને તે રસ્તે ચડાવવી અશકય જ છે. જ્ઞાન થવા છતાં વારસાથી ક્રિયા છૂટ્યા પછી કોઈ અપવાદ સિવાય કોઈ પણ ક્રિયા કરી શકતા નથી. શિક્ષણ સંસ્થાઓમાં પણ કેટલાક વિષયોની ક્રિયાઓના જ્ઞાનમાત્રથી ચાલતું નથી. તેવા વિષયોની ક્રિયાત્મક તાલીમ દેવી જ પડે છે. વ્યાયામ કે સંગીત, માત્ર શાસ્ત્રમાં વાંચવા કે તેનાં ઊંડાં તત્ત્વો સમજવા માત્રથી કસરતબાજ કે ઉસ્તાદ ગવૈયા થવાતું નથી. જ્ઞાનનું પરિણામ ક્રિયા છે, ક્રિયા કરતી પ્રજામાં માનગર્ભિત રીતે સમાય છે પણ ક્રિયા છોડાવીને જ્ઞાન તરફ લક્ષ્ય કેન્દ્ર કરવામાં પ્રજાને એક પગલું ઉતારવા બરાબર છે. જૈન ધર્મ ક્રિયાત્મક પ્રધાનતાવાળો ધર્મ છે. તેનાં શાસ્ત્રોની અને તત્વજ્ઞાનની રચના જ તન્મય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org