________________
ભૂમિકા
ક્રિયાઓ ધર્મોનો અને એકંદર પ્રજાના જીવનનો પ્રાણ છે. તેનો પ્રવાહ જેવા સ્વરૂપમાં હોય તેવા સ્વરૂપમાં ચાલવા દેવો જોઈએ, અને સાથે તેમાં જ્ઞાનનો ઉમેરો જરૂર કરવો જોઈએ. એટલે આપણે સંઘના સભ્યોએ ક્રિયા સાથે જ્ઞાન જોડવું જોઈએ. નહીં કે જ્ઞાન કર્યા પછી ક્રિયા કરવી. અલબત્ત, ધર્મમાં નવા દાખલ થનાર માટે પ્રથમ અધિગમરૂપ જ્ઞાન અને પછી ક્રિયા. અને તેની સાથે સમ્યજ્ઞાન રૂપ જ્ઞાન હોવું જોઈએ. તે અધિગમ રૂપ જ્ઞાનની અપેક્ષાએ – પઢમં નાણું તઓ દયા. એ દશવૈકાલિક સૂત્રનું લક્ષ્ય છે. ક્રિયાકાંડની નિંદા કરીને જ્ઞાનની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. પરંતુ ક્રિયાકાંડ શબ્દનો ખરો ચરિતાર્થ વૈદિક યજ્ઞાદિ હિંસા ક્રિયાકાંડને લાગુ છે. તેને બદલે તેની ટીકાના શબ્દો આપણી નિરપાય અને કલ્યાણકર ક્રિયા સાથે જોડીને નિંદવામાં આવે છે. કેટલું વિચિત્ર છે ?
33
આજે જ્ઞાન આપવામાં પણ ખરું જ્ઞાન આપવાની વૃત્તિ નથી. પરંતુ જ્ઞાનની વાત આગળ કરીને લોકોને ક્રિયા છોડાવવાની ગર્ભિત કાતિલ ગોઠવણ છે. માટે તે જ્ઞાન પણ વિનાશક છે. પ્રજાને ઊતરતે પગથિયે ઉતારે છે. ઓછામાં પૂરું, જ્ઞાન શબ્દ નીચે બીજું જ ગુલામીની તાલીમનું જ્ઞાન અપાય છે, જેથી પ્રજાની સાચી સમજણ અને યોગ્યમાર્ગ ભુલાઈ જઈ, પ્રજા જુદું જ અધ:પાતને રસ્તે ચડતી જાય છે.
આજની સીવીલાઈઝ પ્રજાઓ આપણા દેશના તમામ ધર્મવાળાની, ધંધાવાળાની, સમજવાળાની પ્રથમની તમામ ક્રિયાઓ છોડાવવા પ્રયાસો કરે, કરાવે છે. પરંતુ તેઓ પોતે તો ખૂબ ક્રિયા કરે છે. હવે તો તેઓ તેઓના પાદરીઓનાં હાડકાં ખોદાવીને તેને આમથી તેમ લઈ જઈને પ્રજા પાસે માન અપાવવાની ક્રિયા કરે છે. હિંદમાં પણ કોઈ એક પર્વત પર ખ્રિસ્તી તીર્થસ્થાનોના પ્રચાર કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આપણાં પવિત્ર તીર્થોની પવિત્રતાને જોખમ લાગે તેવા પ્રયાસો આડકતરા ચાલે છે. તેમાંના એક અંકુરા તરીકે શત્રુંજયની તળેટીમાં મકાનોના વધારાની અને ઉપર સડક બાંધવાની હવા છે. આજની વાતોનું પરિણામ ભાવિમાં કાંઈ ને કાંઈ અચૂક આવે છે.
એટલે હવે, આ કલમમાં પ્રથમ જણાવવામાં આવેલા વિચારો ગમે તેના હોય, તે કોઈના વિચારોની આડે આવવા અમો માગતા નથી. પરંતુ ‘‘પોતાના ક્રિયા વિરુદ્ધના વિચારો જૈન દૃષ્ટિબિંદુથી કસાયેલા છે, અને જૈનોના ભલા માટે છે.” આ જાતનું સદંતર જૂઠાણું ચલાવવું તે પાપ છે. એ સમજાશે.
,,
Jain Education International
સામાન્ય જનસમાજની સારી ક્રિયા કરાવવાને બહાને ચાલુ ક્રિયા છોડાવી દેવાથી નવી સારી આવે તેમ નથી, અને જૂની કાયમ રહે તેમ નથી. એમ બન્નેય રીતે ભ્રષ્ટ થવાનું છે. જો તેઓને નવી ક્રિયા સારી રીતે કરાવવાનો પ્રચાર ઇષ્ટ હોત, તો ક્રિયાની સામે વિરોધના પ્રચારકો સારામાં સારી ધાર્મિક ક્રિયા કરતા થઈ ગયા હોત. પરંતુ ક્રિયાની વાત નીકળતાં જ કાને હાથ દેનારા હોય, તે આજે વધારે સારા સુધારક આગેવાન ગણાય છે. કેટલાક ભોળા શ્રીમંતો મીઠી વાતથી ભોળવાઈને તેઓના મંડળમાં અટવાય છે. પરંતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org