________________
ભૂમિકા
જ હાલમાં પૂર્વાચાર્યોનાં કેટલાંક ધાર્મિક પુસ્તકો પાઠ્યપુસ્તકોમાં રાખીને પોતાનું પ્રચારકાર્ય આગળ વધારે છે. એટલું જ નહીં, પણ બનતાં સુધી આધુનિક જૈન કે જૈનેતર લેખકોનાં લખેલાં પાઠ્યપુસ્તકો પણ એવા જ પસંદ કરવા કોશિશ કરે છે, કે જૈન દષ્ટિ પોષાવાને બદલે તેને હલકી પાડે, અને આજના જડવાદના જમાનાની દષ્ટિ વધુ સારા પ્રમાણમાં ખીલવે તેવા હોય છે. આમ હોય, તો દુર્બુદ્ધિનોયે બચાવ કરવો મુશ્કેલ પડશે. પરંતુ હજુ એટલું સારું છે કે તે અને તેની “પૃષ્ટપોષક જૈન કૉન્ફરન્સ નામની સંસ્થા જૈન સંસ્થા છે કે કેમ ?” એવી જાતની પણ શંકા પણ જનસમાજને થતી જાય છે. અને તેની પાછળ રહેલ નુકસાનકારક તત્ત્વો જણાતાં તેની નામની પણ જે લોકપ્રિયતા હતી, તે તૂટી પડી છે અને તૂટતી જાય છે. છતાં ઘણા સરળ અને અજ્ઞાનભાઈઓ - તે સંસ્થાએ પોતાના કાર્યક્રમોમાં જોડેલા ધાર્મિક શબ્દો અને કામચલાઉ કેટલાંક કાર્યો ઉપરથી - ભુલાવામાં પડે છે. પરંતુ તેનો ઉપાય તેવા ભાઈઓની તે પ્રકારના અજ્ઞાનની નિવૃત્તિ વાત્સલ્યભાવે સુજ્ઞ પુરુષોએ કરવી જોઈએ, તે છે. તે સિવાય બીજો ઉપાય નથી. દંભનો શિકાર ભોળપણ
કાયમ થયા જ કરે, એ જગતનો સામાન્ય નિયમ છે. ૧૬. અહીં એમ કહેવામાં આવશે કે, “અરેભાઈ ! અમો ક્રિયાથી લેશમાત્ર વિરુદ્ધ નથી.
પરંતુ ગચ્છેગચ્છની મારામારી વગર સમયે કેવળ રટણ કરવું, જીવનમાં તેનો કશો ભાસ ન પડે, આજે જગતમાં ઈતર પ્રજાઓ જોરથી આગળ વધી રહેલ છે, તેવા સમયમાં તેઓની સાથે હરીફાઈમાં ઊભા રહેવું જોઈએ. તેને બદલે આવી શુષ્ક ક્રિયાઓની પાછળ એક મિનિટ પણ કેમ કાઢી શકાય ? અને જ્ઞાન હશે તો ક્રિયાની યથાર્થતા સમજાતાં જરૂર સારામાં સારી ક્રિયા કરનારો એક વર્ગ ઉત્પન્ન થશે, કે જે ક્રિયાની ઉત્તમ પ્રતિષ્ઠા ઉત્પન્ન કરી, સારી રીતે ક્રિયાને ટકાવશે.”
આ બધી દલીલો કેવળ શાબ્દિક છે ને અર્થશૂન્ય છે. પરંતુ સારી ક્રિયા લાવવાને બદલે છે, તેનો પણ ઉચ્છેદ કરવામાં પરિણમે તે જાતની વિચિત્ર છે.
ગચ્છ ગચ્છની મારામારીને મોટું સ્વરૂપ આપવામાં આવેલું છે, પરંતુ જે ગચ્છને જે ક્રિયા કરવી હોય, તે ભલે કરે, દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મની, સમાજની, અને ધંધાની ચાલતી આવતી ક્રિયામાં ચાલુ રહે, તો જ પરદેશીઓની ગુલામી આપણામાંથી દૂર રહેવાની છે. અને જેટલી ક્રિયા, તે તે ધર્મોમાં આજે ચાલુ છે તેટલી ગુલામી દૂર રહી છે. જેટલી અને જેણે જે જે ક્રિયા છોડી છે, તેટલી જ ગુલામી તેટલા લોકો પર જ ચડી બેઠી છે. અને જેટલાઓ તે સંસ્કૃતિમાં પલોટાયા છે, તેટલાઓ તેના જ વિચારો કરતા હોવાથી માનસિક ગુલામો છે. તે ભાષા બોલતાં અને વાંચતાં હોવાથી વાચિક ગુલામો છે. અને તેમાંના ધંધા અને રહેણીકરણી રાખતા હોવાથી કાયિક ગુલામો છે. પછી તે દેશનેતા હોય, પટાવાળો હોય કે મોટો બૅરિસ્ટર હોય કે મોટો દીવાન હોય, આ નગ્ન સત્ય છે. જે દરેક ધર્મવાળા અને વર્ગો પોતપોતાની ક્રિયાઓમાં મકકમ રહે, તો પરદેશીઓ કાંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org