________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ન્યું કોઉ તારૂ જલમેં પેસી, હાથ પાઉ ન હિલાવે; જ્ઞાન સેંતી કિરિયા બસ લાગી,” મેં અપનો મત ગાવે. સ. ૫ જિસે પાગ કોઉ સિર બાંધે, પહિરન નહિ લંગોટી; સદગુરુ પાસ ક્રિયા બિનુ સીખે, આગમ બાત હું ખોટી. સ૬ જૈસે ગજ અપને સિર ઉપર, છાર આપહી ડારે; જ્ઞાન ગ્રહત, ક્રિયા તુચ્છકારત, અલ્પબુદ્ધિ ફલ હારે. સ૭ જ્ઞાન ક્રિયા દોઉ શુદ્ધ ધરેંગે, શુદ્ધ કહે નિરધારી; જસ પ્રતાપ ગુન નિધિ કો ગાઉ, ઉનકી મે બલિહારી. સ૮
અર્થ :- મોહ રૂપી દારૂથી ઉત્પન્ન થયેલું છાકટાપણું ઘણું જ જોરદાર હોય છે. મિથ્થાબુદ્ધિનું એટલું બધું જોર હોય છે, કે જ્યાં ગુરુના વચનની શકિતયે થાકી જાય છે. ૧. નજીકમાં જ સમજવા જેવું હોય, તે પણ છોડી દઈ ને તે ઊંચે ઊંચે નજર તાકે છે અને ક્રિયા કરતો નથી પણ લોકોને સમજાવતો ફરે છે કે, “હજ ક્રિયા કરવા લાયક મારી ભાવસ્થિતિ પાકી નથી.” ૨. તે વાસણમાં રહેલું ભોજન છોડી દઈને જેમ સદસ્તર દોરવા (?) માંડી પડે છે - ક્રિયા છોડીને માન પકડે છે. તેથી બધા કરતાં જુદો જ દેખાવા પ્રયત્ન કરે છે. ૩. જ્ઞાનની વાત સાંભળતાં માથું હલાવે છે ને કેમ જાણે એ બહુ જ મીઠું લાગતું હોય, તેમ બતાવે છે. પરંતુ કોઈ ક્રિયાનું રહસ્ય સમજાવે, તો તે કેમ જાણે “રાજાનું પકડ વોરંટ આવ્યું હોય” તેમ માની બેસે છે. ૪. જો કોઈ તારૂ જલમાં પેસીને હાથપગ ન હલાવે તો શું થાય? “જ્ઞાનમાં ક્રિયા આવી જાય છે.” તેમ પોતાનો અભિપ્રાય ઠોકી બેસાડે છે. ૫. પણ લંગોટી યે પહેરવા ન હોય, ને માથે પાઘડી બાંધે, તેવું એ છે. સદ્દગુરુ પાસે ક્રિયાની આમ્નાયો શીખ્યા વિના આગમની બડી બડી વાતો કરવાની રીત ખોટી સમજવી. ૬. જેમ હાથી પોતાના માથા ઉપર પોતે જ રાખ સૂંઢથી ઉડાડે છે, તેમ જ્ઞાન ગ્રહણ કરે, અને ક્રિયાનો તિરસ્કાર કરે, તે અલ્પ બુદ્ધિવાળો છે, અને તે ફળ હારી જાય છે. ૭. ત્યારે જ્ઞાન તથા ક્રિયા બનેય નયને શુદ્ધ ધારણ કરે અને શુદ્ધ નિર્ણાયાત્મક પ્રરૂપણા કરે, જશવિજ્યજી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, ગુણનિધિના પ્રતાપની સ્તુતિ કરું છું, અને તેની બલિહારી ગાઉ છું. ૮.
શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ જેવા સમર્થ જ્ઞાની પુરુષ પણ ક્રિયા ઉપર આટલો બધો ભાર મૂકે છે. ત્યારે ફકત જ્ઞાનના પ્રચારને બહાને જૈન એજ્યુકેશન બોર્ડ પોતાની શિક્ષણ નીતિ - દ્રવ્યાનુયોગ જેટલી જ વિજ્ઞાન સિદ્ધ-જૈન ધાર્મિક ક્રિયા છતાં, તે છોડાવવાનો ઉદ્દેશ ગુપ્ત અને ગર્ભિત ખ્યાલમાં રાખીને ચલાવે છે. તેમાં સંચાલકોની એટલી બધી દુબુદ્ધિ ન માનીએ, તો પણ તેઓને જૈનદર્શનની વ્યવસ્થાનું ગાઢ અજ્ઞાન તો કહેવું જ પડશે. અને જ્ઞાન પણ આધુનિક કેળવણીના હેતુઓ ધ્યાનમાં રાખીને આધુનિક સંસ્કૃતિને વધુ પ્રમાણમાં સંઘમાં ફેલાવવાનું લક્ષ્ય ધ્યાનમાં રાખીને ફેલાવે છે. માત્ર લોકપ્રિય થવા પૂરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org