________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૨૮૫
ત્યાં કેવલી મહોત્સવ કર્યો.
પાણીમાં ફેંકી દીધેલું તેમનું હાડપિંજર તરતું તરતું નદી કિનારે કયાંક ભરાઈ ગયું. તેમાંથી ખોપરીમાં કયાંકથી પાટલ વૃક્ષનું બીજ પેસી ગયું. તેમાંથી પાટલનું ઝાડ થયું. એ વૃક્ષ પર બેઠેલા ચાસ પક્ષીના મોઢામાં આવી આવીને જીવડા પડતા હતા, તે નિમિત્ત પરથી “અહીં સમૃદ્ધિ સારી વધશે માટે અહીં નગર વસાવવું ઠીક પડશે.” એમ વિલક્ષણ નૈમિત્તિકના કહેવાથી કોણિક પિતાના મરણથી પિતાની ચંપાનગરીમાં ઉદાસપણે રહેલા શ્રેણિક રાજાના પૌત્ર ઉદાયિ રાજાએ તેની બાજુમાં નગર વસાવ્યું. તેનું નામ પાટલીપુત્ર પાડ્યું. તે પાટલ વૃક્ષને ફૂલ ઘણાં આવેલ હતાં, તેથી તેનું બીજું નામ કુસુમપુર પણ રાખ્યું હતું.
એ શહેર વસાવતાં ત્યાં એક મોટું શ્રી જિન મંદિર કરાવ્યું, અને તેમાં રિઝ રત્નમય પ્રભુની પ્રતિમાની સ્થાપના કરી ને રીતસર શહેર વસાવ્યું, જ્યાં એ પાટલ વૃક્ષ હતું, આચાર્ય શૂળે પરોવાયા હતા, કેવલજ્ઞાન પામ્યા, દેવોએ મહિમા કર્યો વગેરે જોઈ સાધારણ સમાજના લોકો ત્યાં આવી કરવત મુકાવા લાગ્યા. એ પાટલ વૃક્ષનો જીવ એકાવતાર છે અને ભૂલનો જીવ છે. એમ પણ જ્ઞાની પુરુષોએ એક નિમિત્તજ્ઞને કહેલું, તે તેણે ઉદાયિ રાજાને કહ્યું હતું. છેવટે ઉદાયિ રાજાએ ત્યાં સુખથી રાજ્ય કર્યું અને છેવટે શત્રુંજય-ગિરનારનો સંઘ કાઢી મહાયાત્રા કરી ઘણી ધર્મ આરાધના કરી છેવટે વૃદ્ધાવસ્થામાં પુત્રને રાજ્ય સોંપી આત્મસાધના કરી દેવલોક ગયા અને ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે.
પાટલીપુત્ર શહેર વસાવવાનો ઈતિહાસ આ પ્રમાણે શાસનમાં આપેલો છે.
૭. અતિમુકતક મુનિ : પેઢાલપુરના રાજા વિજયની શ્રીમતી રાણીનો અતિમુક્તક નામે કુમાર હતો. આઠ વર્ષની ઉમરે એક વખત કુમારે રમતાં રમતાં ભિક્ષા માટે પધારતા ભગવાન શ્રી ગૌતમસ્વામીને જોયા. અતિમુક્ત બાળક તેઓશ્રીને જોઈ બહુ જ આનંદમાં આવી ગયા ને ગણધર પ્રભુને પ્રમાણ કર્યા ને પોતાની કાલી ભાષામાં બોલવા લાગ્યા “પ્રભુ ! મારે આપના જેવું થવું છે.”
ગણધર મહારાજ બોલ્યા “બાલક ! તું હજુ બાલક છે, અને ચારિત્ર પાળવું ઘણું દુષ્કર છે.” બાળક બોલ્યો “ભગવન, હું આપના જેવો થઈશ.” ગણધર ભગવાન તો આહારાદિ વહોરીને પધાર્યા, અને બાળકે માતાપિતાને દીક્ષા માટે રજા આપવા સમજાવવા માંડ્યા. આખરે માબાપ પીગળ્યાં અને દીક્ષા લેવામાં સમ્મતિ આપી. એટલે તેમણે શ્રી ગૌતમસ્વામી ભગવનું પાસે દીક્ષા લીધી, અને ભાવપૂર્વક ચારિત્ર પાળવા લાગ્યા. બાળક મુનિને સવારમાં ભૂખ બહુ લાગી એટલે વહેલા વહેલા એક શેઠને ઘેર વહોરવા ઊપડ્યા. ત્યાં તો શેઠના દીકરાની વહુએ કહ્યું કે “કેમ અત્યારમાં ? બહુ મોડું થઈ ગયું છે ?'
આ વાકયનો બીજો મર્મ એ હતો કે “આટલી નાની ઉમ્મરમાં દીક્ષા લઈ બેઠા, તેના કરતાં કંઈક ઉમ્મર થવા દીધી હોત તો શું ખોટું હતું ?” બાલમુનિ એ મર્મ સમજી ગયા અને તરત જ તેમણે જવાબ દીધો -
“હું જે જાણું છું, તે નથી જાણતો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org