SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પંચ પ્રતિકમાણસૂત્રો શેઠની પુત્રવધૂ વિચારમાં પડી ગઈ. “મુનિરાજ ! આપના કહેવાનો આશય હું સમજી શકતી નથી. માટે કૃપા કરી સમજાવો.” મુનિ બોલ્યા- “મરણ આવશે. એ હું ચોકકસ જાણું છું. પણ તે કયારે આવશે તે ચોકકસ જાણી શકતો નથી.” આવા જવાબથી શેઠની પુત્રવધૂના હૃદયમાં પણ એ જવાબથી ચમત્કાર થયો. તે વિચારવા લાગી કે-“ખરેખર મરણ કયારે આવશે તે કોઈથી કહી શકાતું નથી. એટલે મરણ આવતા પહેલાં ચેતીને જીવનનું સાર્થકય કરી લેવું જોઈએ, એટલે બાલ્યાવસ્થામાં મરણ નહીં જ આવે, તેની કાંઈ પણ ખાતરી છે જ નહિ. તેથી બાલ્યાવસ્થામાં દીક્ષા લેવામાં કાંઈ ઉતાવળ થઈ નથી. પરંતુ ખરો વિવેક જળવાયો છે.” આ જવાબ સમજીને બાઈને પણ મુનિ પર ઘણી જ ભકિત ઉત્પન્ન થઈ. ત્યાં જ સમ્યક્ત્વ સહિત બાર વ્રત ઉચ્ચરી પોતાનું જીવન યથાશક્તિ સાર્થક કરવા તે પણ પ્રયત્નશીલ થઈ. મુનિરાજ વહોરીને મુનિઓની વસતિમાં પાછા પધાર્યા. એક દિવસ વરસાદ થયો ત્યારે વરસાદ બંધ રહ્યા પછી તુરતમાં શેરીમાંથી નાના વહેળા વહી રહ્યા હતા, અને વચ્ચે એક નાનકડું ખાબોચિયું હતું. તેને નાની તળાવડી માનીને નાનાં બાળકો સાથે મુનિ ત્યાં રમવા લાગ્યા. પોતાના નાના લાકડાનાં પાત્રાઓને પાણીમાં મૂકીને નાવડીની માફક તરાવવા લાગ્યા, ને ખુશી ખુશી થઈ રમવા લાગ્યા હતા. તેવામાં જ શ્રી ગૌતમસ્વામી મહારાજ ત્યાંથી નીકળ્યા. બાલક મુનિ આ જોઈ એકદમ શરમાઈ ગયા, અને શ્રી મહાવીર પરમાત્મા પાસે સમવસરણમાં જઈ ઈરિયાવહિયા પડિકામવા લાગ્યા. ઇરિયાવહિયાનો પાઠ બોલતાં, “પાણગદગ-મટ્ટી-મકકડા” એ પાઠ બોલતાં, માટી અને પાણીના જીવોની વિરાધના કરી હતી, તે બરાબર તેઓના ધ્યાનમાં હતું, તેથી મુનિના પશ્ચાત્તાપનો પાર નહોતો, “અરે ? મેં માટી અને પાણીના જીવોને વિના કારણ દૂભવ્યા.” આ પશ્ચાત્તાપમાં પાણી અને માટીના જીવોને વારંવાર ખમાવવા દગ મટ્ટી એ પાઠ વારંવાર બોલવા લાગ્યા અને તેમાં તેની એકાગ્રતા વધી પડતાં ત્યાં જ તેમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. પછી એ અતિમુક્ત કેવલી ભગવંતે સૂર્યપુરીના રાજા જિતશત્રને તથા બીજા અનેક ભવ્ય જીવોને આયુષ્યની ચંચળતા વગેરે સમજાવતાં ગર્ભિત વિવિધ ઉપદેશ આપી બાર વ્રત ધારી તેમજ ચારિત્રધારી બનાવ્યા. અંતે પોતે પણ મોક્ષમાં ગયા. “મરણ કયારે આવે ?” એ જેમ નકકી નથી. તે પ્રમાણે તેના પ્રતિકાર રૂપ સંયમારાધના કયારે શરૂ કરી શકાય ? એ પણ નકકી નથી. એટલે કે તેને બાધક કોઈ કાળ કે ઉમ્મરનો નિયમ નથી. ગમે તે ઉમ્મરમાં ગમે તે વખતે ગમે તેવાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં સર્ગિક રીતે દીક્ષા લઈ શકાય છે. આ આ ઉપદેશ આ અતિમુકન કેવલી ભગવંતના દષ્ટાંતથી સચોટ સમજાય તેમ છે. ૮. નાગદત્ત : વારાણસી (કાશી) નગરીમાં યજ્ઞદન અને ધનશ્રીના પુત્ર નાગદને પોતાના પિતાના મરણ પછી દેશાવર જઈ ધન કમાવા વહાણરતે બેટની મુસાફરી શરૂ કરી. ત્યાંથી ધન કમાઈને પાછા ફરતાં રસ્તામાં વહાણો ભમરીમાં અટવાઈ ગયાં. નાવિકે ઘણી મહેનત કરી, પણ વહાણ ભમરીમાંથી નીકળ્યાં નહીં, એટલે નાગદત્તે આવીને કહ્યું કે, “અહીં બાજુમાં પર્વત છે, તેને પર મોટા ભારંડ પક્ષીઓ છે. તેને કોઈ ઉડાડે, તો તેની પાંખોના પવનથી વહાણ ચાલતાં થઈ શકશે.” પરંતુ ત્યાં જાય કોણ ? એ પ્રશ્ન હતો. તે પ્રશ્નનો નિકાલ પણ નાગદને પોતે જ કર્યો અને પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy