________________
૨૮૪
પંચ પ્રતિક્રમણસૂત્રો
સાત ક્ષેત્રોમાં ધન વાપરી જૈન શાસનની પ્રભાવના કરી હતી. છેવટે તેમણે પોતાના પુત્રને નંદરાજાનું પ્રધાનપદ સોંપી દીક્ષા લીધી. એક વખત શ્રી પર્યુષાણા મહાપર્વમાં તેમના મોટા બહેન યક્ષા સાધ્વીજીએ શ્રીયક મુનિને કહ્યું કે, આ પર્યુષણ પર્વમાં કરેલા તપથી ઘણું જ પુણ્ય થાય છે.” એમ સમજાવી નવકારશીનું પ્રત્યાખ્યાન કરાવ્યું. પછી વળી યુકિતથી સમજાવી, પોરસીનું, એમ અનુક્રમે-સાઢ પોરસી, પુરિમહ એમ કરતાં છેવટે સાંજે ઉપવાસનું પચ્ચખાણ કરાવ્યું. કદી ભૂખ સહન કરેલી નહિ, તેથી તે જ રાત્રિમાં તે શ્રીયક મુનિ કાળ કરી સ્વર્ગમાં ગયા. આથી યક્ષા સાધ્વીને ઘણો જ પશ્ચાત્તાપ થયો કે, મારે હાથે મુનિને ઘાત થયો. “આ પાપથી કેમ છુટાય ?” એમ પશ્ચાત્તાપ કરતાં સંઘ સહિત કાઉસ્સગગ્ન ધ્યાને રહ્યાં. એટલે શાસન દેવી તેમને મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પાસે લઈ ગયાં. શ્રી સીમંધર સ્વામીએ કહ્યું કે-“શ્રીયક મુનિનું મરણ ઉપવાસને લીધે થયું નથી. માત્ર તેમનું આયુષ્ય જ એટલું જ હતું. ઉપવાસ તો માત્ર નિમિત્ત થવાથી શુભ ધ્યાનથી તે સ્વર્ગમાં દેવ થયેલ છે. અને ત્યાંથી અવી મનુષ્ય ભવમાં મોક્ષમાં જશે.” પછી પ્રભુએ ચાર ચૂલિકા સંભળાવી. તે યાદ રાખીને યક્ષા સાધ્વીને શાસનદેવી પાછા અહીં લાવ્યાં. તે બધી વાત તેમણે ગુરુ મહારાજને કહી, ને પેલી ચાર ચૂલિકાઓ સોંપી. એટલે ગુરુ મહારાજાએ બે ચૂલિકા દશ વૈકાલિકસૂત્રને છેડે અને બે ચૂલિકા આચારાંગ સૂત્રને અંતે મૂકી.
૬. અર્ણિકા પુત્ર : દેવદત્તવણિકના અગ્નિકા-અર્ણિકા નામના પત્નીના પુત્ર અર્ણિકા પુત્ર શ્રી જયસિંહ નામના આચાર્ય પાસે દીક્ષા લઈ શાસ્ત્રના પારગામી થયા, અને છેવટે આચાર્ય પદવી પામ્યા. એવામાં પુષ્પચૂલ રાજાની રાણી પુષ્પચૂલાને સ્વપ્નમાં દેવપણું પામેલી તેની માતા પુષ્પવતીએ નારકો બતાવી. રાણીએ ઘણાઓને પૂછયું, પરંતુ કોઈએ તેનો ખુલાસો કર્યો નહિ. છેવટ અત્રિકા પુત્ર આચાર્યું તેનો ખુલાસો કર્યો, પછી તેને સ્વર્ગ દેખાડ્યું. ત્યારે પણ તે જ આચાર્ય મહારાજાએ સ્વર્ગનું
સ્વરૂપ સમજાવ્યું. આ સર્વ સંજોગોથી પુષ્પચૂલાને વૈરાગ્ય થયો અને તે જ આચાર્ય પાસે દીક્ષા લીધી. કાળાંતરે દુષ્કાળ પડ્યો એટલે બીજા મુનિઓને દેશાંતર મોકલ્યા. અને પોતે અતિ દુર્બલ હોવાથી પુષ્પચૂલ રાજાના આગ્રહથી આચાર્ય ત્યાં જ રહ્યા. પુષ્પચૂલા સાધ્વી તેમની વેયાવચ્ચ કરતા હતા. તેને આહારાદિક લાવી આપતાં સાધ્વીને શુદ્ધ ભક્તિથી કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું, છતાં તેણે તે જ રીતે ભકિત ચાલુ રાખી. કાલાંતરે આચાર્યને ખબર પડી, ત્યારે કેવલીને ખમાવીને આશાતનાનું મિથ્યા દુષ્કત દીધું અને પૂછ્યું કે –“હું કયારે મોક્ષ પામીશ ?” પુષચૂલા કેવલી ભગવંતે કહ્યું કે “તમે ગંગા નદી ઊતરતાં કેવલ જ્ઞાન પામશો.” પછી આચાર્ય ઘણા લોકો સાથે નાવમાં બેસીને ગંગા નદી ઊતરતા હતા. પરંતુ જ્યાં બેસે તે તરફ નાવ નમી પડે, અને લોકો ડૂબવા માંડ્યા, એટલે લોકોએ તેમને પાણીમાં ફેંકયા. તેમના પાછલા ભવની વ્રત ભંગ કરી વિરાધક ભાવ પામેલી દુર્ભગા નામની સ્ત્રી વ્યંતરી થઈ હતી, તે જ વખતે તેણે દ્વેષથી પાણીમાં પડતા પહેલાં મુનિને શૂળીમાં પરોવી લીધા. શૂળમાં પરોવાયા છતાં આચાર્ય તદ્દન સમભાવમાં રહ્યા. ને ઊલટું ચિંતવવા લાગ્યા કે “અરેરે ! મારા લોહીથી ખરેખર અપૂકાય જીવોને દુઃખ થશે.” એમ ભાવના ભાવવા લાગ્યા. અને અંતે કેવલ જ્ઞાન થયું ને ત્યાં શૂળી ઉપરને ઉપર આયુષ્ય પૂર્ણ થવાથી અંતકૃત કેવલી થઈ મોક્ષે ગયા. અને દેવોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org