________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૭૧
કરવાનો પ્રસંગ ઊભો થાય છે, સૂત્રોચ્ચાર શુદ્ધ થાય છે. બાળકો આ રીતે જ જાહેર સભામાં આદેશ. લઈ આગળ આવવા હરીફાઈમાં આવી સારી રીતે સૂત્રો, સ્તવનો, સઝાયો વગેરે મુખપાઠ કરવા લલચાય છે. દેશ-પરદેશના ધાર્મિક સમાચારો સૌના જાણવામાં આવે છે.
આ રીતે આ સંઘની રોજ જાહેર સભા મેળવવાની ભારે ઉત્તમ સંધિ છે. પ્રતિક્રમણ તો ખાસ જાહેરમાં સકળ સંઘ સાથે કરવાની ભગવાનની આજ્ઞા છે. તેને ઘણા અજબ હેતુઓ સમજાય છે. તેમાં અત્યન્ત લાભ સમાયેલા છે.
પ્રતિક્રમણ કરનારાઓની ભક્તિ પ્રતિક્રમણ કરવા આવનારાઓનો ઉત્સાહ વધારવો, એ તો કદાચ ગૌણ હેતુ ગણીએ, પણ પ્રભુની આવી પ્રધાન આજ્ઞાને રોજ આવી રીતે અમલમાં મૂકનાર આવા ઉત્તમ સાધર્મિકોની પરમ ઉલ્લાસપૂર્વકની પોતાના તરફથી યથાશકિત નિમિત્તે પ્રભાવનાના અર્થમાં જે કાંઈ વહેંચવાનો રિવાજ જેવામાં આવે છે, તે કેટલા બધા ઉચ્ચ હેતુસર છે ? તે ખાસ સમજવા જેવું છે.
પ્રતિક્રમણ શોભારૂપ છે. મંદિર અને ઉપાશ્રય એ બન્નેય ધર્મ-પ્રવૃત્તિના કેન્દ્રભૂત મહાન સંસ્થાઓ છે. મંદિરના ભૂષણ-ધર્મમાં ઉત્સાહ અને પ્રેમ ઉત્પન્ન કરનાર પૂજા અને ઉત્સવો છે.
અને ઉપાશ્રયના ભૂષણ રૂપ-વ્યાખ્યાન અને સાંજનું પ્રતિક્રમણ ખાસ છે. આ હેતુથી પણ પ્રતિક્રમણ મંડળમાં કરવું જોઈએ-માટે જ પ્રતિક્રમણ માંડલી શાસ્ત્રમાં બતાવેલ છે, મુનિઓ માટે ખાસ.
એકાંતમાં કદાચ કોઈક દિવસે કોઈકને શાંતિ અને ભાવ સારો રહે, છતાં સમુદાયની મજા ઓર હોય છે. તેમાં ઉતાવળ થાય, વખતે મોડાવેલું થાય, વખતે ઘોંઘાટ હોય, વખતે બરાબર સૂત્રો સંભળાય ન સંભળાય, છતાં એકંદર તેમાં વધુ લાભ છે. સત્સંગ અને પરસ્પરના સંસર્ગનો કોઈ દિવસે જે મહાન લાભ થાય છે, તે એકાંતમાં નથી થતો. દિવસમાં અવશ્ય કરવાની ધર્મ કરણી ન કરી હોય તે થઈ જાય, તથા ન કરી તેનું પ્રાયશ્ચિત્ત પણ થઈ જાય છે.
પ્રતિકમણ કોણે કરવું? જૈન નામધારી દરેકે કરવું-અભ્યાસીએ કરવું, વ્રતધારીએ શ્રાવક-શ્રાવિકાએ કરવું. સાધુ-સાધ્વીજીએ કરવું. બાળકોએ, વૃદ્ધોએ પણ કરવું.
જૈન તરીકેની જે ખામી લાગી હોય, જૈન ધર્મના કોઈપણ એકાદ પણ સિદ્ધાંત તરફ અશ્રદ્ધા થઈ હોય, જેવી જોઈએ તેવી શ્રદ્ધા ન ઉત્પન્ન થઈ હોય, તેની શુદ્ધિ માટે દરેકે કરવું. જ્ઞાનના અભ્યાસીઓએ પણ કરવું. કેમકે ખોટી રીતે ભણાયું હોય, ભણાવ્યું હોય, ખોટો ઉપદેશ અપાયો હોય, ઉસૂત્ર ભાષણ થયું હોય, વિપરીત પ્રરૂપણા કરી હોય, તેની શુદ્ધિ માટે પણ પ્રતિક્રમણ કરવું.
વ્રતધારી શ્રાવકે પણ વ્રતાતિચાર આલોવવા પણ કરવું. મહાવ્રતધારી મુનિરાજાઓએ પણ વ્રતાતિચાર આલોવવા પણ કરવું. શાસનના નિયમ તરીકે કરવું. ભગવાનની આજ્ઞાપાલન માટે કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org