________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
રૂઢ રિવાજ રૂપે પણ કરવું. રોજના આચાર તરીકે પણ કરવું. દેખાદેખીથી પણ કરવું. ક્રિયાની પરંપરા ચાલુ રાખવા પણ કરવું. સમજુએ કરવું. અણસમજુએ પણ કરવું. બીજું કાંઈ ન બનતું હોય તેણે પણ જરૂર કરવું. પોતાના કુટુંબમાં ક્રિયાનો વારસો ઉત્તરોત્તર ટકાવવા પણ રોજ પ્રતિક્રમણ કરવું, સમજાય તો સારું અને ન સમજાય તો પણ કરવું, ગતાનુગતિકતાથી પણ કરવું. જૈન શબ્દને ચરિતાર્થ કરવા પણ કરવું, હર હાલતમાં હર કોઈ જૈને અવશ્ય સાંજે તો પ્રતિક્રમણ કરવું, કરવું ને કરવું જ. ખાસ વિશિષ્ટ ઉદ્દેશ વિના પણ કરવું કરવું, ને કરવું જ. વખત ન મળે તો વહેલા મોડું પણ કરવું, કરવું ને કરવું જ. ગામ ગામાંતરે પણ કરવું જ. મુસાફરીમાં પણ કરવું. ગમે ત્યાં હોઈએ, ત્યાં પણ કરવું જ. માંદા હોઈએ તો પણ બનતા સુધી કરવું. આટલો બધો ભાર શાસ્ત્રકારોએ દીધેલો જોવામાં આવે છે. માટે જ તેને આવશ્યક ગણવામાં આવે છે.
૨૭૨
આવશ્યકાઽપરિહાણિ
એ પ્રમાણે તત્ત્વાર્થ સૂત્રમાં-આવશ્યક ન ચૂકવાને-તીર્થંકર નામ કર્મ બાંધવાનું કારણ ગણાવેલ છે. દરેક દિવસે સરખો ભાવ ન હોય, છતાં તે ન ચૂકવાની ખાસ ભલામણ કરે છે. બેસનારા હોય કે ન હોય, પણ રેલવે સર્વિસ નિયમિત વખતે જા-આવ કરે છે તે જ પ્રમાણે દોષ લાગ્યો હોય, યા નહીં, તો પણ પહેલા-છેલ્લા તીર્થંકરના શાસનમાં પ્રતિક્રમણ કરવાની ખાસ ભલામણ છે. જેમ રોજ બે વખત ઘર વાળીએ છીએ, છતાં પંદર દિવસે કેમ તેને ખૂણે ખાંચરેથી વાળીએ છીએ ? અને વરસમાં અમુક વખતે આખું મકાન ચારેય તરફથી સાફસૂફ઼ કરીએ છીએ. તે જ પ્રમાણે રોજ-સવાર, સાંજ, પાક્ષિક, ચોમાસી અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની જરૂર છે.
પ્રતિક્રમણ માટે આટલો બધો શાસ્ત્રમાં ભાર આપેલો હોવા છતાં અને તે પણ ખરો હોવા છતાં, જેઓ તે પ્રમાણે ન વર્તતાં તેની સામે વિરુદ્ધ પ્રચાર કાર્ય કરે છે, તે ખરેખર કાળદોષને લીધે જૈનપણાથી ચ્યુત થાય છે. વિધિ અવિધિને બહાને સમજવા ન સમજવાને બહાને રોજની એકની એક ટેવને બહાને ‘‘કાંઈ પણ પ્રકૃતિમાં સુધારો વધારો થતો નથી’’ તેવી દલીલોથી ‘“પ્રતિક્રમણ કરનારાના સ્વભાવો ખરાબ હોય છે, અથવા ઉગ્ર હોય છે, અથવા વ્યવહારમાં અપ્રામાણિક હોય છે,’’ વગેરે સત્યાસત્ય દલીલોથી પ્રતિક્રમણ વિરુદ્ધ પ્રચારકાર્ય કરે છે. તે જૈન ધર્મની મોટી આશાતના કરે છે. પ્રતિક્રમણ કરવું, કરવા દેવું, કરવાની પ્રેરણા કરવી, ઉત્સાહ વધારવો, તેનું બહુમાન જાળવવું. એ કર્તવ્ય તરીકે તો કરવું જ, છતાં કોઈમાં દોષો હોય તે સુધારવા જુદા પ્રયત્નો કરવા, પણ તેટલા ઉપરથી તેને પ્રતિક્રમણ કરતો અટકાવવો નહીં.
જો કે પ્રતિક્રમણ કરનારાના જે દોષો બતાવવામાં આવે છે, તેનો મોટો ભાગ કલ્પિત અને ભારતીય જીવનના ઊલટસૂલટ સંજોગો અને જવાબદારીઓને સમજ્યા વિના માત્ર છિદ્રાન્વેષી તરીકે જ દોષ કાઢવામાં આવે છે.
તેઓને દોષનો વિરોધ નથી હોતો, પણ મુખ્યતયા ક્રિયાનો વિરોધ હોય છે, તે બાલજીવોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org