________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૬૯
સાવધયોગોનો ત્યાગ દુચિંતિમ દુક્લાસિસ વગેરે શબ્દોમાં જણાય છે.
તસ્ય ભંતે ! પફિકમામિ વગેરે-વાંદણામાં તસ્સ ખમાસમણ પડિફિકમામિથી વોસિરામિ સુધી આવે છે. વગેરે.
શ્રી આવશ્યક સૂત્ર છ આવશ્યકોનાં સૂત્રો મય છે. એટલે કે-જૈન શાસનગત તમામ વિધિઓ છ આવશ્યકમય હોય છે. તેમાં એ આવશ્યક સૂત્રમાં જણાવેલાં છ આવશ્યક સૂત્રો જુદી જુદી રીતે ગૌણ કે મુખ્ય ભાવે ગૂંથાયેલાં હોય છે, એવી સેંકડો, હજારો, ભિન્ન ભિન્ન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્રવ્યક્તિ વગેરેને ઉદ્દેશીને વિધિઓ હોય છે. તેમાંના પાંચ પ્રતિક્રમણના વિધિઓ વધુ પ્રચલિત અને પ્રસિદ્ધ છે, તે દરેક પણ પડાવશ્યકમય છે. અને તેમાં પણ એ આવશ્યક સૂત્રમાંનાં છ આવશ્યકોનાં જુદાં જુદાં સૂત્રો તે વિધિના ઉદ્દેશ અનુસાર ગોઠવાયેલાં હોય છે. માટે તેનું નામ પડાવશ્યકમય પ્રતિક્રમણ વિધિનાં સૂત્રો એમ સમજવું જોઈએ. પ્રતિક્રમણ વિધિનાં સૂત્રોને ષડાવશ્યકમય આવશ્યક સૂત્ર સમજવાનું નથી. કેમકે-પડાવશ્યક મય આવશ્યક સૂત્ર તો સેંકડો ગમે વિધિઓમાં વપરાયેલું હોય છે.
જો કે મૂળ છએય આવશ્યકોના સામાન્ય હેતુઓ તો દરેક વિધિઓમાં વ્યાપક હોય જ છે. તે ઉપરાંત તે તે વિધિના વિશેષ હેતુઓ પણ હોય છે.
છ આવશ્યકોના સામાન્ય હેતુઓ આ પ્રમાણે છે. (૧) સામાયિક - સાવઘયોગથી વિરમવું. (૨) ચઉવિસત્યો - જિનેશ્વર પ્રભુના ગુણોનું કીર્તન. (૩) વંદન - ગુણવંતની પ્રતિપત્તિ-ભકિત-સત્કાર. (૪) પ્રતિકમણ - અતિક્રમ; વ્યતિક્રમ, અતિચારની નિંદા, ગહ, ભૂલ સુધારવી, ભૂલ જોવી. (૫) કાઉસ્સગ્ન - વ્રણ ચિકિત્સા, એટલે ગૂમડું થયું હોય, તેને બળજબરીથી કાપવામાં આવે છે અને દવા લગાડવામાં આવે છે. તેમ દોષોને બળજબરીથી કાઢી નાંખવા મન વચન કાયાનું બળ કરવું તે. (૬) પ્રત્યાખ્યાન - ત્યાગ રૂપ ગુણ ખીલવવો. સાવદ્ય યોગનો ત્યાગ.
પાંચ આચારમય છે આવશ્યકો આવી રીતે છે. સામાયિકમાં-ચારિત્રાચારની શુદ્ધિ. ચઉવિસોમાં-દર્શનાચારની શુદ્ધિ. વંદનમાં-જ્ઞાનાદિકની શુદ્ધિ. પ્રતિક્રમણમાં-સર્વ આચારોની અતિચારોથી શુદ્ધિ. કાઉસ્સગ્નમાં-વર્યાચારની શુદ્ધિ. પ્રત્યાખ્યાન-તપાચારની શુદ્ધિ.
પ્રતિક્રમણને બરાબર ભાવ સમજવાને તેનાં ૮ નામ આપવામાં આવેલ છે. (૧) પ્રતિક્રમણ : સામાયિકમય આત્મા સાવદ્ય યોગમાં પ્રવર્યો હોય, ત્યાંથી પાછો ફરી પ્રતિક્રમી-પાછો સામાયિકમય બને-તેમ કરવા પ્રયત્ન કરે. તેમ કરવાનો પ્રયત્ન તે પ્રતિક્રમણ. ખરી રીતે-પાપ ન કરવું, તે પ્રતિક્રમણ. પરંતુ અપવાદે-પાપ થઈ ગયું હોય, તો તે દૂર કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org