________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
વગેરે તથા સાંજે દિવસચરિમ પચ્ચફખાણ કરવાનું હોય છે. તથા મિથ્યાત્વ હિંસા વગેરે સાવધ યોગોનાં ત્યાગમય સમ્યક્ત્વ મૂલ બાર વ્રતો પ્રત્યાખ્યાન રૂપ, અને વ્રતસ્વરૂપે સામાયિક રૂપ તથા ત્રણ શિક્ષાવ્રત અને ચાર ગુણવ્રત પણ ગુણસ્વીકાર સામાયિક રૂપ, અને દોષ ત્યાગ રૂપ પ્રત્યાખ્યાન રૂપે છે. અર્થાત્ બાર વ્રતનું પાલન આખા જીવનનું પ્રત્યાખ્યાનાવશ્યક છે. તેનું આજના દિવસે પણ પ્રત્યાખ્યાન રૂપ હોવાથી તે આજના દિવસનું પણ પ્રત્યાખ્યાન આવશ્યક ગણી શકાય.
૨૬૮
આમ દિવસમાં કરવાના છ આવશ્યકો હોય છે. પરંતુ કોઈ જીવો એ પ્રમાણે ન કરી શકેલ હોય, તેને પણ આરાધના થાય, અને કરી શકેલ હોય તેને વિશેષ આરાધના થાય, માટે દિવસના એ છ આવશ્યકો વિસ્તૃત દેવસિઞ પ્રતિક્રમણના વિધિમાં ગોઠવી આપ્યા છે, તે આ રીતે:
૧. સામાયિક - સામાયિક ન કર્યું હોય, તો પ્રથમ સામાયિક લીધું, ત્યાંથી માંડીને સામાયિક પારે ત્યાં સુધી સામાયિક થાય. ૨. વંદન - પછી બે વાંદણાં-જો કે દિવસચરિમ પચ્ચક્ખાણ લેવા માટે આપે છે, પરંતુ વંદન તો છેવટ ગુરુ મહારાજને થાય છે. ૩. પછી પચ્ચફખાણ લે જ છે. ૪. પછી ચૈત્યવંદન શરૂ કરી દેવવંદન કરી ચતુર્વિશતિ સ્તવ પણ થાય છે. ૫. દેવસિઅ પડિકકમણે ઠાઉથી છ આવશ્યકમય પ્રતિક્રમણાવશ્યકની શરૂઆત થાય છે. ૬. અને કાઉસ્સગ્ગ ન કર્યો હોય તો-દેવસિઅ પાયચ્છિત્તથી માંડીને લઘુ શાન્તિ સુધી કાઉસ્સગ્ગ થાય છે. અને ચઉકાયથી તો છેલ્લું સાતમું ચૈત્યવંદન ગોઠવેલું છે.
ન
આમ આ વિધિમાં દિવસના છએય આવશ્યકોનો સમાવેશ કર્યો છે. અને દેવસિઅ પડિકમણે ઠાઉ, ત્યાંથી માંડીને અડ્વાઇત્ઝેસુ સુધી છ આવશ્યકોમય પ્રતિક્રમણાવશ્યક આનંદ મંગલમય દેવગુરુની વંદના સાથે પૂરું થાય છે. તેની સાથે દિવસનાં બીજા પાંચ આવશ્યકો જોડવાથી વિસ્તૃત દેવસિઅ પ્રતિક્રમણ વિધિ થાય છે.
હવે એ દેવસિઅ પ્રતિક્રમણ જેમ વિસ્તૃત છ આવશ્યકમય છે. તેમજ તે દરેક છ આવશ્યકો પણ છ આવશ્યકમય છે. તેના પેટા છ આવશ્યકો પણ આવશ્યકમય છે. અને તે દરેકમાં આવતાં વિધિઓ અને સૂત્રો પણ છ છ આવશ્યકમય છે. આ વિષય વિગતવાર સમજાવતાં ઘણું લંબાણ થવાથી અહીં છોડી દઈએ છીએ. પરંતુ અહીં સુધીનો આ ગ્રંથ વાંચતાં એ બાબત વાંચકોના ખ્યાલમાં બરાબર આવ્યા વિના રહેશે નહિ.
આ ઉપરથી શ્રી કરેમિભંતે સૂત્ર કેટલું વ્યાપક છે ? તે પણ સમજવામાં આવશે. ઘણાં ખરાં સૂત્રોમાં તેનાં પદો છૂટાં છૂટાં વેરાયેલાં નીચે પ્રમાણે મળે છે.
કેરેમિ શબ્દ ઘણી વખત જુદાં જુદાં આવશ્યકોમાં વપરાયેલ જોવામાં આવશે. કરેમિ કાઉસ્સગ્ગ, ઇચ્છામિ ઠામિ વગેરે તેનાં અંગો છે.
ભંતે ! પણ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ના રૂપમાં વારંવાર દેખાય છે.
પચ્ચક્ખામિ પચ્ચક્ખાણોમાં-પચ્ચક્ખામિ શબ્દ જોવામાં આવે છે. તેમજ મન વચન કાયાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org