________________
પંચ પ્રતિકમણસૂત્રો
૨૬૫
કહેવું. તથા શ્રત દેવતા તથા ક્ષેત્ર દેવતાની આરાધના માટે કાયોત્સર્ગપૂર્વક નીચે પ્રમાણે બન્નેયની સ્તુતિ કરવી. સુઅદેવઆએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય એક નવકારનો કાઉસ્સગ્ન કરી મારી નમોહન ૧. કહી સુઅદેવઆભગવઈ એ સ્તુતિ કહેવી. અને સ્ત્રીઓએ કમલદલ એ સ્તુતિ કહેવી.
૨. ખિદેવતાએ કરેમિ કાઉસગ્ગ અન્નત્ય કહી ક્ષેત્રાવગ્રહ યાચવા માટે એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, નમોડર્તત કહી જિગ્ને ખિને સા. એ સ્તુતિ કહેવી.
(૬) ૧. પછી-મંગળ નિમિત્તે હવે ઊભા ઊભા એક નવકાર ગણવો. ૨. ૨૫ બોલથી મુહપત્તિનું અને ૨૫ બોલથી શરીરનું પડિલેહણ કરવું. ૩. ર૫ આવશ્યકો સાચવી પ્રથમ બે વાંદણાથી ગુરુવંદન કરવું. ૪. પચ્ચકખાણ ન લીધું હોય તો લેવું, ને લીધું હોય તો સ્મરણ કરવું. આમ છ આવશ્યકો પૂરાં ન કરવાં. અને અવગ્રહમાં ઊભા રહી આનંદપૂર્વક નીચે પ્રમાણે તે જાહેર કરવા. ૧. સામાયિક, ૨. ચઉવિસત્યો, ૩. વંદણ, ૪. પડિકમાણ, ૫. કાઉસ્સગ્ગ, ૬. પચ્ચખાણ કર્યું છે જી.
મહત્ત્વનું એ પવિત્ર કાર્ય પૂરું કર્યા પછી ગુરુ મહારાજ પાસે ઉત્તમ ભાવનામાં આગળ વધવા નીચે પ્રમાણે વિશેષ વિજ્ઞપ્તિ કરવી
ઇચ્છામો અણુસદ્ધિ - “હે ગુરુ મહારાજ ! હું ઈચ્છું કે-અનુશાસ્તિ-વિશેષ કર્તવ્યોપદેશ આપો.” ગુરુ મહારાજ હોય તો-“નિત્યાર પારગાહોહ (આમ સાધના કરતાં કરતાં તમો નિસ્તાર-સંસાર સમુદ્રની પાર-પહોંચો મોક્ષ પ્રાપ્ત કરો)” એ ભાવાર્થનો આશીર્વાદ આપે.
એ પરમ આશીર્વાદ પ્રાપ્ત કરીને આનંદથી ઊછળતા હૃદયે નમો ખમાસમણાણું કહી ગુરુને પ્રમાણ કરવો. પછી-નમોર્ષત કહી
૧. શ્રી વર્ધમાન સ્વામી : સર્વ તીર્થકર ભગવંતો અને જિનવાણીની સ્તુતિ રૂપ નમોડસ્તુ વર્ધમાનાયની સ્તુતિ કહેવી, અને સ્ત્રીઓએ તે સ્થાને સંસારદાવાની ત્રણ સ્તુતિ કહેવી. પરંતુ તેમાં એટલો ખ્યાલ રાખવો કે, જે ગુરુ મહારાજ હાજર હોય, તો તેઓનું બહુમાન સાચવવા પહેલી ગાથા તેમને પ્રથમ બોલવા દઈ, પછી પોતે પહેલી ગાથાથી શરૂઆત કરવી.
મધ્યમ પ્રતિક્રમણ આવશ્યકના છ આવશ્યક આનંદ મંગળથી પૂરા થયા. પરંતુ હજુ મધ્યમ પ્રતિક્રમણ આવશ્યક ચાલુ છે, કેમકે હજુ હવે તેની દેવ, ગુરુ, વંદન-સ્તુતિ રૂપ અંતિમ ચૂલિકા નીચે પ્રમાણે શરૂ થાય છે.
૧. નમોસ્તુ વર્ધમાનાયને ચૈત્યવંદન સ્વરૂપ સ્તુતિ ગણીને તીર્થંકર પરમાત્માઓને સ્વષ્ટ વંદનની શરૂઆત કરતાં નમુત્થણ કહી, નમોડર્ષત કહી, કોઈ પણ અમુક તીર્થંકર ભગવાનના ગુણોના વર્ણન રૂપ મધુર સ્વરથી અર્થ ચિંતનાનુગત ભાવનાથી ઉલ્લાસપૂર્વક ઈટાસ્તવન કહેવું. પછી એક સાથે વધારેમાં વધારે સર્વ ૧૭૦ તીર્થંકર ભગવંતોની સ્તુતિ રૂપ વરકનક શંખ, સ્તુતિ આનંદ અને ઉલ્લાસથી સૌ સાથે બોલાવી. પછી ચાર ખમાસમણ દઈ અનુક્રમે વચ્ચે વચ્ચે ભગવાનાં આચાર્યોં ઉપાધ્યાહં સર્વ સાધુ, એમ કહી એ ચારને વંદન કરવું. પછી જમણો હાથ ચરવલા ઉપર કે કટાસણા ઉપર અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org