________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
હિંદીનું સૂત્ર શુદ્ધ ઉચ્ચારથી અતિચારોના સ્મરણપૂર્વક બોલવું. આ સ્થળે એટલો ખ્યાલ રાખવો કે શ્રી વંદિતુ સૂત્રની શરૂઆત વખતે અર્ધઅસ્ત સ્થિતિમાં સૂર્ય હોવો જોઈએ. તસ્ય ધમ્મસ્સ બોલતાં આ વંદિનુ પ્રતિક્રમણ સૂત્રની અંતર્ગત છ આવશ્યકો ઉપર પણ ખાસ ધ્યાન આપવું, અને- (૨) ભાવનાઓ પૂર્વક આ સૂત્ર પૂરું કરી ચોવીસ તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરવો.
૫. પછી-(૧) એ જ પ્રતિક્રમણના અનુસંધાનમાં પોતાના ગુરુ મહારાજ પ્રત્યેના દિવસ સંબંધી અપરાધોની આલોચના કરી પ્રતિક્રમણ કરવાની શરૂઆત કરતાં પહેલાં ગુરુ મહારાજને ખાસ બે વાંદામાં દેવા.
(૨) પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન અભુઢિઓમિ અભિંતર દેવસિ પામેઉ ? ગુરુ મહારાજ હોય તો-ખામહ કહે. પછી ઇશ્કે કહી આજ્ઞા શિર ચડાવવી. જેકચિ અપત્તિયંથી તસ્સ મિચ્છામિ દુકાં સુધી કહી ગુરુ પ્રત્યેના આજના દિવસના અપરાધોનું પ્રતિક્રમણ કરવું. ગુરુ હોય તો-મિચ્છામિ દુકક કહે. પછી- ત્રીજા આવશ્યકની મુહપત્તિ પછી પ્રતિક્રમણની શરૂઆતમાં જેમ દીધા હતા તેમ પ્રતિક્રમણ સમાપ્તિના બે વાંદણા દઈ, સર્વ આચાર્યો, સર્વ ઉપાધ્યાય, સર્વ મુનિઓ, અને સમસ્ત શ્રમણ સંઘ અને એકંદર સર્વ જીવરાશિ સાથેના પણ અપરાધો ખમાવવા રૂપ આયારિયા વિઝાય સૂત્ર કહી-પ્રતિક્રમણ કરી મધ્યમ પ્રતિક્રમણાવશ્યકમાંનું મુખ્ય પ્રતિક્રમણાવશ્યક પૂરું કરવું. શ્રીમદુપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજાએ-આયરિય ઉવજઝાયેટ એ સૂત્રને હવે પછીના કાઉસ્સગ્ન આવશ્યકના અંગ તરીકે એક ઠેકાણે જણાવ્યું છે. અને તેની પહેલાંના વાંદાણા પણ કાયોત્સર્ગ આવશ્યકના અંગ તરીકે જણાવ્યા લાગે છે. [પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાયમાં
(૫) અવગ્રહમાંથી બહાર નીકળી પાંચમું કાયોત્સર્ગ આવશ્યક શરૂ કરતાં કરેમિ ભંતે સૂત્ર કહી ત્રીજો ગમ શરૂ કરવો. અને કાયોત્સર્ગ આવશ્યકને સામાયિકમય બનાવવું. કાયોત્સર્ગમાં પ્રવેશ કરતાં પહેલાં તેનું પ્રતિક્રમણ આવશ્યક સાચવવા ઇચ્છામિ કામિ કાઉસ્સગ જો મે દેવસિઓ કહી કાયોત્સર્ગના હેતુ સૂત્ર તસ્સ ઉત્તરી અને આગારો સૂચક અન્નત્ય કહી, બે લોગસ્સનો અથવા આઠ નવકારનો સમ્યક ચારિત્ર રત્નની આરાધના માટે કાઉસ્સગ્ન કરવો, પારી પછી લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઈઆણં અન્નત્ય કહી એક લોગસ્સનો અથવા ચાર નવકારનો કાઉસગ્ગ સમ્યગ્દર્શન રત્નની આરાધના માટે કરવો. પછી
પુખરવરદીવઢે સુઅસ્મભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ અન્નત્ય કહી સમ્યજ્ઞાન રત્નની આરાધના માટે અને વિરાધનાની શુદ્ધિ માટે એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી
૧. શ્રી સિદ્ધ ભગવંતોની, ૨. આસન્નોપકારી પરમાત્મા મહાવીર પ્રભુની, ૩. શ્રી ગિરનાર પર્વત ઉપર જેના વધુમાં વધુ કલ્યાણક થયેલા છે, તે નેમિનાથ પ્રભુની. ૪. સર્વ ક્ષેત્રોમાં આવેલ શાશ્વતા, અશાશ્વતા, સ્થાવર, જંગમ, વિહરમાન, ભૂત, ભાવી, તીર્થકરોની અને દ્રવ્ય તીર્થકરોની એમ સર્વની આરાધના માટે અને વિરાધનાની શુદ્ધિ માટે, સ્તુતિ રૂપ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org