SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પંચ પ્રતિક્રમણ સૂત્ર વિશેષાર્થ:- સુચ-દેવયા સ્તુતિ પ્રાય: પૂર્વાન્તર્ગત ગાથા હોવાથી સ્ત્રીઓને બોલવાની ન હોવાથી તેને બદલે સંસ્કૃત છતાં સરળ હોવાથી આ સ્તુતિ સ્ત્રીઓને બોલવાની છે. મધ્ય પ્રતિક્રમણમાં આવતું કાયોત્સર્ગ આવશ્યક અહીં પૂરું થાય છે. છઠું મધ્યમ પ્રત્યાખ્યાન આવશ્યક અહીં છઠ્ઠી આવશ્યકની મુહપત્તિ પડિલેહી બે વાંદણાં દઈ દિવસને અંતે દિવસ ચરિમ પ્રત્યાખ્યાન ન લીધું હોય, તો આ વખતે પ્રત્યાખ્યાન લેવું. પ્રતિક્રમણ કરતાં પહેલાં સામાયિક લઈ મુહપત્તિ પડિલેહી બે વાંદણા દઈ દિવસ ચરિમ પચ્ચકખાણ લેવામાં આવે છે. તે વંદન દિવસના છ આવશ્યકોમાંના અંતિમ આવશ્યક માટે છે. એટલે દિવસ ચરિમ=દિવસ પૂરો થતાં-લેવાનું પ્રત્યાખ્યાન-ગુરુ પાસે લેવા આવતાં દ્વાદશાવર્ત વંદનથી વંદન કરે છે. પોસાતીઓએ કે જેઓએ આ પ્રત્યાખ્યાન-પ્રતિલેખન વખતે પહેલાં લીધેલ હોય છે, તેમણે તે વખતે ત્યાં-ખાધું હોય તો બે વંદન દીધેલાં હોય છે, એટલે તેઓને પ્રતિક્રમણની શરૂઆતમાં વંદન, પ્રત્યાખ્યાન વગેરે નથી હોતું. એટલે દિવસ સંબંધી છ આવશ્યકમાંનું એ છઠું આવશ્યક એ રીતે પૂરું થયું હોય છે. તેવી જ રીતે મધ્યમ પ્રતિક્રમણના ચરિમ-અંતિમ ભાગમાં છઠ્ઠા આવશ્યક તરીકે પ્રત્યાખ્યાન આવશ્યક-અહીં આવે છે. અને તેની શરૂઆત માટે મુહપત્તિ પ્રતિલેખન અને બે વંદન આવે છે. એટલે દિવસ-ચરિમ વખતે પ્રત્યાખ્યાન ન લેવાયું હોય, તો અહીં લેવું. પ્રત્યાખ્યાન સૂત્રોમાં ૬ આવશ્યકો કેવી રીતે સમાયેલાં છે, તે પ્રત્યાખ્યાનોને પ્રસંગે સમજાવીશું. મધ્યમ છ આવશ્યકોમાંનું પ્રત્યાખ્યાન આવશ્યક અહીં પૂરું થાય છે. ત્યાર પછી એક નવકાર મંગળ તરીકે ગણી, નીચે પ્રમાણે ઉચ્ચ અવાજથી આનંદપૂર્વક છ આવશ્યકોનું સ્મરણ કરવું: સામાયિક ચઉવિસત્યો, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ન પચ્ચખાણ કર્યું છે : ઇચ્છામો અણુસદ્ધિ કહી, બેસીને – નમો ખમાસમણાપં. નમોડર્ણત-સિદ્ધાચા પાધ્યાય-સર્વ-સાધુલ્ય: કહી, ત્યાર પછી આ રીતે છ આવશ્યકો પૂરા થવાનો આનંદ થાય છે, તેથી શિષ્ય એકદમ આનંદમાં આવીને છ આવશ્યક પૂરા થવાનું જાહેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy