________________
૨૬
પંચ પ્રતિક્રમણસૂત્રો
સૂંઢની ક્રૂરતા કેટલી ભયંકર છે ? હજારોની કિંમતના કળામય જડતરનાં એરિંગનો ચૂરો કરતાં એરણ અને હથોડાને કેટલી વાર લાગે ? તેથી એરણ અને હથોડાની કિંમત વધતી નથી.
વિદ્વાન પુરુષ રણસંગ્રામમાં રેંસાઈ જાય, તેથી તેની વિદ્વત્તાની ખામી ન ગણાય. પરંતુ રણસંગ્રામની ક્રૂરતા જ ગણાય. ચતુર પોપટ બિલાડીથી પરાભવ પામે તેમાં પોપટની ચતુરાઈની ખામી ન ગણાય. અને બિલાડીની હોશિયારી ન ગણાય, પરંતુ ઊલટી જડતા ગણાય. ૢ અગ્નિથી બળી જાય, તેમાં રૂની રૂ તરીકેની નબળાઈ ન ગણાય પરંતુ અગ્નિની જ ક્રૂરતા ગણાય.
આજનું પશુબળ ભારતના આધ્યાત્મિક પ્રતીકોને ગૂંગળાવી મારે, તો તેમાં તેની જડતા-ક્રૂરતા અને અજ્ઞાનતા અને ભયંકર રાક્ષસીપણું જ ગણાય.
સુકોમળ નારી લતા-રત્નની છાતીમાં ખંજર ભોંકી દેવામાં સેતાનની જરા પણ બહાદુરી નથી જ. તેટલા ઉપરથી સુકોમળ સુંદર નારી લતા થવામાં તેનો દોષ નથી, પણ ગુણ જ છે. પરંતુ ખંજર ભોંકનારનું હિચકારાપણું જ જગત્ ગણે છે.
અહા ! આવો પવિત્ર આધ્યાત્મિક જગત્ કલ્યાણકર ગંગાનો પ્રવાહ ડોળનારાઓના હાથમાં શું આવવાનું હશે ? શું તેઓને સત્બુદ્ધિ નહીં થાય ? ઇચ્છીએ છીએ કે, ગંગાપ્રવાહને ડોળતાં ડોળતાં ઉડેલા તેના છાંટા તેઓને ય પવિત્ર કરે ને કરશે. આપણે સૌ અંત:કરણનો તેઓ ઉપર શુભ આશીર્વાદ વહેવડાવીએ, તેઓની પણ સબુદ્ધિ થાય. આધ્યાત્મિક જીવનનો પ્રભાવ જ આખર સૌનો રક્ષક નીવડશે જ. એ જ આ સ્વાર્થમય જગત્માં નિ:સ્વાર્થપણે સૌથી સબળ રક્ષક છે. એ જ પરમાત્મા અને એ જ સાચો પ્રભુ, અશરણ જગત્નો બેલી છે. એ સિવાય જગનેે બીજી કઈ ચીજનું શરણ છે ? ચારેય તરફ સ્વાર્થબાજીના જ પટ્ટા ખેલાઈ રહ્યા છે. માટે એટલા જ આશાવાદ સાથે આવા ભવ્ય માર્ગના પ્રચાર માટે પૂર્વના તીર્થંકરાદિ મહાન્ વિભૂતિઓને ચરણે આપણે સમર્પિત થઈને તેમની આજ્ઞાનુસાર આપણાં સર્વ કર્તવ્યો કરવાં. એ જ આપણે માટે અંતિમ આશ્વાસન અને રચનાત્મક ઉપાય છે. અસ્તુ.
૪૭. જેમ આ પંચપ્રતિક્રમણના વિધિઓના હેતુઓનો નિર્દેશ આ ગ્રંથમાં કરવામાં આવેલો છે તે જ પ્રમાણે જૈનસંઘમાં પ્રચલિત તમામ વિધિઓના હેતુઓના ગ્રંથો લખી શકાય તેમ છે, કે જેની તરફ બાળ જીવો દુર્લક્ષ્ય કરતા થયા છે, તેને સારી સમજ મળે, માટે એવું સાહિત્ય અસરકારક થાય, તે આજના સંજોગોમાં ઇષ્ટ પણ છે.
૪૮. પ્રતિક્રમણ બાબત, વિવિધ શંકાઓનાં માર્ગસૂચક સંક્ષિપ્ત સમાધાનો કરી લઈએ :
૧. પ્રતિક્રમણ સૂત્રોનાં ભાષાન્તરો કરી ઉપયોગ કરવાની જરૂર નથી. કેમ કે, તેથી આખા દેશના તમામ સ્થળના પ્રતિક્રમણ કરનારાઓની એકતા સચવાય નહીં.
૨. સૂત્રોની ખૂબી એવી છે કે, ભાષાન્તરમાં તેના રહસ્યનો એક દેશ - અમુક અંશ જ ઊતરી શકે છે. સર્વ પ્રકારની છાયા ઊતરી શકે તેમ નથી. સંબંધિત અને સૂચિત અનેક અર્થો બાકી રહી જાય છે અને ભવિષ્યમાં આવાં મહત્ત્વનાં સૂત્રો અને તેનું મહત્ત્વ પ્રજાના પરિચયમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org