________________
ભૂમિકા
જ નહીં, પરંતુ આવી મહાન્ ભવ્ય અને સર્વ કલ્યાણકર જૈન ધર્મની મૂળભૂત વસ્તુ તરફ કાદવ ઉડાડે, તેની અપ્રતિષ્ઠા કરે, તેને ઉતારી પાડવા પ્રયાસ કરે, તે આરાધનાઓની અવજ્ઞા-આશાતના કરે, યેનકેન પ્રકારે તેમાં અંતરાય પડે તેવા પર્યુષણ વ્યાખ્યાનમાળા જેવા આડકતરા કાર્યક્રમો ગોઠવી જૈનસંઘના બાળબુદ્ધિના સભ્યોને પ્રતિક્રમણ, કલ્પસૂત્ર શ્રવણાદિ કરવા જતાં રોકવા યુકિત કરે, આમ નજીવા અને નકામા લાગણી ઉશ્કરનારા પ્રસંગો યોજી તેઓને પ્રતિક્રમણ કરતાં ચૂકવી દેવા જેવું આ જગમાં ઊતરતી કોટીનું (અધમતમ) બીજું કયું કાર્ય હોઈ શકે ?
૪૫. પરદેશીઓને આ દેશમાં પોતાનું સ્થાન જમાવવા માટે આ દેશની મૂળ પ્રજાને પોતાના મૂળ દરજ્જાથી ઉતારવી જ જોઈએ. અને સર્વ જીવનના કેન્દ્રભૂત આધ્યાત્મિક જીવન પ્રજાના જીવનમાં સહજ રીતે વણાયેલ છે. તેથી દરેક જીવનમાંથી પ્રજાને નીચે ઉતારતાં પહેલાં જીવનના કેન્દ્રભૂત આધ્યાત્મિક જીવનમાંથી તેને પહેલી નીચે ઉતારવામાં આવે તો જ જીવનના બીજા અંશોમાંથી એકંદર પ્રજા નીચે ઊતરે, અને જેમ જેમ પરદેશીઓએ ફેલાવેલી જડવાદની સંસ્કૃતિમાં પ્રજાજીવન પ્રવેશ કરે, તેમ તેમ તેને પ્રગતિ, ઉન્નતિ ગણાવી પ્રતિષ્ઠા આપવામાં આવે. સામે જ આધ્યાત્મિક જીવન જીવનારાઓને આજના જમાનાના વાતાવરણમાં પ્રતિષ્ઠિત તો બનાવવાના તો નથી. પરંતુ બની શકે ત્યાં સુધી અપ્રતિષ્ઠિત કરવા પ્રયાસ કરવાનો સંભવ જણાય જ. અને તે તે ધર્મના વર્ગમાંથી જ તેવા માણસો પરદેશીઓને મળી જાય, તો તો પછી સોનું અને સુગંધ મળ્યાં બરાબર ગણાય. એટલે એવા માણસો આ જડવાદના જમાનામાં પ્રતિષ્ઠિત અને લાયક તથા દેશનેતા ગણાય, તેમાં આ રીતે નવીનતાયે નથી.
૨૫
તે જ પ્રમાણે આધ્યાત્મિક જીવનના રક્ષણ માટે વિચારો ધરાવનારા કે પ્રયાસ કરનાર અપ્રતિષ્ઠિત - ઓર્થોડોકસ, અનસિવિલાઈઝ, બિન કેળવાયેલા, યુગનું વહેણ ન સમજનાર વગેરે ગણાય. તેમાંયે એટલું જ આશ્ચર્ય પામવા જેવું નથી. એટલે કોઈ પણ ધર્મની ધાર્મિક ક્રિયાઓનો વિરોધ કરનાર એક એક વર્ગ દરેક ધર્મ પાળનારાઓમાં આજે અસ્તિત્વ ધરાવતો થયો છે, અને તેઓના હાથમાં હાલના બંધારણની સંસ્થાઓ હોય છે. તે મારફત જેટલું પદ્ધિતિસર પોતાનું કાર્ય આગળ ચલાવે તેટલો પદ્ધતિસર ધર્મની ક્રિયાનો વિરોધ આગળ ધપે છે. જો કે તેવા વિચારો અને તેવી સંસ્થાની ગોઠવણો તે પોતાના સ્વયં વિચારથી નથી ધરાવતો, પરંતુ બહારની અસરનું એ પરિણામ છે એમ સમજવું. તેઓ નાની મોટી જે દલીલ વિરોધમાં કરે છે, તેનું કારણ પ્રતિક્રમણની જરૂરિયાતની ખરી દલીલો તેઓના ધ્યાનમાં નથી હોતી. અને તેઓના જે શ્રોતાઓનાય ધ્યાનમાં નથી હોતી, તેઓ જ સાંભળીને તે ખરી માને છે. પરંતુ બીજા તો એવી વિનાશક વાત સાંભળતાયે નથી.
૪૬. આજનો જમાનાવાદી અજ્ઞાનતાથી પશુબળનો આશ્રય લઈને, આ મહાન્ વસ્તુને દબાવવા, તેના ઉપર પડદો પાડવા, જે પ્રયાસો કરે છે, તે પ્રયાસોનું સ્મરણ થતાં જ હૃદયમાં ચીસ પડી જાય છે, અને હરિણ બાળકને વાઘની ત્રાડ સાંભળી જે લાગણી થાય, તેવી લાગણી થઈ આવે છે કે, “અરે ! કમળની પાંખડીની ગમે તેટલી શોભા છતાં તેને ચીમળી નાંખનાર હાથીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org