________________
ભૂમિકા
અદશ્ય થાય, એ જગતને મોટું નુકસાન છે. ૩. મહાન પુરુષોના મુખે ઉચ્ચરિત ભાષામાં રચાયેલાં સૂત્રોનો ઉપયોગ કરવાથી, તેઓના જીવન
અને આત્મા સાથે સીધો સંબંધ બંધાય છે, અને અનાયાસે આપણા ઉપર તેઓના પવિત્ર
જીવનની છાયા પાડે છે અને આપણી પવિત્રતામાં વધારો કરે છે. ૪. સૂત્રોમાં આજુબાજુની છાયા ઉપરથી ઘણા ગર્ભિત અર્થો ઊઠે છે, તે ભાષાન્તરમાં ઊતરી
શકે જ નહીં. ૫. વળી એવું જૈન શાસનમાન્ય ભાષાન્તર કરવું, એ પણ આજના માનવીની શકિતની બહારનું
કામ છે. જ્યાં સુધી તેવી મહાન વ્યક્તિ ન પાકે ત્યાં સુધી બીજાના ઉપર એ કામોનો વિશ્વાસ રાખી શકાય નહીં. એવા મહાપુરુષ તીર્થંકર ગણધરાદિની વાણીના પરિચયમાં જનસમાજને અંતરાય ન પાડે. ભાષાંતર ન કરે. છતાં અર્થ સમજવા તેવું વિવિધ સાહિત્ય લખાય તે ઈષ્ટ છે. પરંતુ રોજની ક્રિયામાં તો મૂળ પ્રાચીન સૂત્રો જ બોલાતાં રહેવા જોઈએ. તેમાં ફેરફાર ન કરવો, ન થવા દેવો, એ સંઘની અનન્ય ફરજ છે. અન્યથા મહાવિરાધના છે. બાલજીવોને તે મોઢે કરાવવાં. ગોખવાની પદ્ધતિનો વિરોધ કરી તેને મોઢે કરતાં અટકાવવા નહીં. કેમ કે, એ સૂત્રોનો તો મુખપાઠ રૂપે જ રોજ ઉપયોગ છે. તેથી વચ્ચે બીજા જે તે વિષયો ન ગોઠવતાં જેમ બને તેમ વેળાસર ગોખાઈ જાય. અને વચ્ચે કોઈ વિદન આવીને પાંચેય પ્રતિક્રમણ મોઢે કરવાનું જીવનમાં અધૂરું રહે તેમ ન થવું જોઈએ. પછી અર્થ સમજવાનો ખપ કરવો
વધારે યોગ્ય છે. ૬. વિધિનો ખપ કરીને સર્વ ક્રિયા કરવી. અવિધિ ટાળવા પૂરા જાગ્રત રહેવું, પણ અવિધિથી ડરીને ન કરવું, એ વધારે દોષપાત્ર થવા બરાબર છે.
ન કરનાર કરતાં, અવિધિ અને આશાતનાથી ઘેરાયા છતાં તેની નજીક આવનારનો આત્મવિકાસ વધારે પડતો છે. અવિધિ અને આશાતના ટાળવા પ્રયાસ કરનાર વધારે આગળ છે. આશાતના ટાળનાર વધારે આગળ છે. સાવચેત રહેનાર-અવિધિ આશાતના થઈ જાય તો શુદ્ધ થનાર તેથી વધારે આગળ છે, અને અવિધિ આશાતના થવા જ ન દેનાર તેથી એ વિશેષ આગળ છે. પરંતુ ક્રિયા ન કરનાર તો સૌથી ઊતરતો છે. માટે કરનાર બાળજીવ અવિધિ આશાતના ટાળી ન શકે, તો પણ તેની ધાર્મિક ક્રિયા છોડાવવી નહીં, અવધિ દૂર કરાવવા પ્રયાસ કરવો જોઈએ. માત્ર દંભ કે કપટ રૂપ અવિધિ આશાતના થાય, અને તે પણ માત્ર સાંસારિક કે કોઈ એવા હેતુથી કરનાર બહુ જ દોષપાત્ર છે. અને તેથી સાવચેત રહેવું જોઈએ. યેન કેન પ્રકારે ક્રિયાની નજીકતા શુકલ પાક્ષિકપણું ભવ્યનું ગણવું જોઈએ. ૭. “જે લોકો આખી જિંદગી ક્રિયા કરે છે છતાં તેના જીવનમાં કશો ફેર પડતો નથી. માટે
તેવા લોકો ક્રિયા કરે તે નુકસાનકારક છે.” આ વાતેય બિલકુલ માનવા જેવી નથી. કેમ કે, તેઓને ક્રિયા ઉપર ઓછામાં ઓછો પણ જે પ્રેમ હોય, તેનો તો તે કરનાર લાભ ઉઠાવે જ છે. અને ક્રિયાની પરંપરા ટકાવી રાખીને ઉત્તરોત્તર ભાવી પ્રજાને તેનું પ્રયોગાત્મક જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org