________________
૨૩૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
આ શંકા યોગ્ય નથી. કેમકે, પૂર્વના મહર્ષિઓના ધ્યાનમાં જે વિષય ચર્ચવો હોય છે, તેના સંબંધમાં બહુ બહોળો ખ્યાલ હોય છે, તેઓના મનમાં ઘણું વકતવ્ય ભર્યું હોય છે. અને બીજી તરફ તદન બાળજીવોને સરળતાપૂર્વક અને સહજમાં દોરવવાના હોય છે. વળી બાળજીવોની સગવડ જાળવવા સંક્ષેપ કરવો પણ આવશ્યક હોય છે. સંક્ષેપમાં બહોળા વિષયોને સમજાય તેવી રીતે ટૂંકામાં સરળતાથી ગૂંથવામાં કોઈ કોઈ છૂટોનો ઉપયોગ કરવો પડે છે, અને તે સહેતુક જ હોય છે. એટલા સંક્ષેપમાં એટલો બહોળો વિષય મહાપુરુષો સિવાય બીજા સમાવી ન શકે. માટે આર્ષ રચના એ નબળાઈ નથી, પણ અદ્ભુત શકિત છે. કોઈ સામાન્ય વ્યકિતની રચના હોત તો બાર વ્રતો અને તેના અતિચારો વગેરે પૂરતું જ સૂત્ર હોત. પરંતુ આમાં શરૂઆતનો ઉપક્રમ તથા ઉપસંહાર વિચિત્ર છે, તથા બીજા ઘણા વિષયો સમાવેલા છે, એ વિશાળતા પણ આર્ષ રચના સાબિત કરે છે.
વીરાસન : આ આસન, ડાબા પગની ઘૂંટણ ભોંય તરફ નમાવી જમણા પગનો ઘૂંટણ ભોંયથી અધ્ધર રાખી મુહપત્તિ અને રજોહરણ કે ચરવલો મુખ આગળ રાખી, હાથ જોડવાથી થાય છે. આસનોનું અવલંબન લઈને ધર્મ ધ્યાન કરવું, તે પણ કાયોત્સર્ગ આત્યંતર તપ ગણાય છે.
તસ્ય ધમ્મસ્ય પદ બોલી અભુઠિઓમિ બોલતાં વીરાસન છોડી ઊભા થઈ જવાનું છે. બાકીની ગાથાઓ ઊભા ઊભા જ બોલવાની છે.
વંદનથી આયરિય-ઉવઝાએ સુધી શેષપ્રતિક્રમણ રૂપ ચૂલિકા શરૂ થાય છે.
૩પ. આયરિચ-ઉવઝાએ સૂત્ર-૩-૮
શબ્દાર્થ :- સીસે શિષ્યોને. સાહમિએ સાધર્મિકોને. કુલ-ગણે કુલ અને ગણોને. કેઈનકોઈ પણ. કસાયા કષાયિતા-કષાય-યુક્ત કર્યા. સમણ-સંઘસ્ય શ્રમણ સંઘને. અંજલિ અંજલિ. કરિય કરીને. સીસે મસ્તક ઉપર. ખમાવઈના ખમાવીને. અહયં હું. જીવરાસિસ જીવરાશિની સાથે. ભાવ-ભાવથી. ધમ્મ-નિહિ-નિઅ-ચિત્તો ધર્મમાં-સ્થિર ચિત્તવાળો.
'આયરિય ઉવજઝાએ, સીસે સાહસ્મિએ કુલ-ગણે આ જે એકઈ કસાયા, “સબ્ધ તિવિહેણ ખામેમિ indi સવ્યસ્ત સમણ-સંઘરૂ, 'ભગવઓ અંજલિ કરીયસીસે સળં “ખમાવઈત્તા, ખમામિ સવ્યસ અયં પિરા સવ્યસ્ત જીવ-રાસિમ્સ, “ભાવો ધમ-નિદિય-નિય-ચિત્તો *સળંખમાવઈત્તા,ખમામિ સવ્યસ્સ અહયં “પિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org