________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
વિશેષાર્થ :- શત્રુની પણ નિંદા ન કરવી અને દ્વેષ ન ચિંતવવો, પરંતુ મૈત્રી ભાવનાનો આશ્રય લઈને, સર્વ પ્રાણીઓને ધર્મ પમાડવાના સવિવેક વિચારણા અને પ્રયત્નો કરવા, એ પરમ કર્તવ્ય છે.
શ્રાવક પ્રતિક્રમણ અધ્યયનનો ઉપસંહાર અને ઉત્તરોત્તર ધર્મવૃદ્ધિ માટે અંત્ય મંગલાચરણ શબ્દાર્થ :- દુર્ગંચ્છિઉ-દુર્ગંચ્છિને, તેના તરફ કંટાળો બતાવીને, સમ્મ=સારી રીતે.
'એવમ ં આલોઈઅ, ‘નિંદિમ `ગરહિઅ ‘દુર્ગંચ્છિઅં સમ્મ । “તિવિહેણ પડિતો ``વંદામિ ``જિણે `°ચઉવીસં ।।૫૦ના
૨૩૫
એ પ્રકારે' સારી રીતે` આળોવી, નિંદી', ગહીં અને‘ દુગંછી ને ત્રણ પ્રકાર પ્રતિક્રમણ કરતો છતો “હું ચોવીસ॰ જિનેશ્વરોને'' વંદન કરું છું. પગા
‘“વંદિત્તા” શ્રાવક પ્રતિક્રમણસૂત્રનો વિશેષાર્થ :
આ વંદિત્તા- પ્રતિક્રમણ સૂત્રના કર્તા કોણ ? આ પ્રશ્નના જવાબમાં કુંભાર શ્રાવકે રચ્યું છે, એવો પ્રવાદ ચાલે છે. પરંતુ તે બરાબર નથી, કારણ કે-રચના ઉપરથી કોઈ મહાજ્ઞાની પૂર્વાચાર્યનું કરેલું જણાય છે. કદાચ તે શ્રાવકની પ્રાર્થના તેમાં નિમિત્તભૂત થયેલ હોય; તો તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. મૂળ આવશ્યક સૂત્રમાં જો કે પ્રત્યાખ્યાન આવશ્યકમાં શ્રાવકનાં વ્રતો અને તેના અતિચારોના આલાવાઓ આવે છે, અગાઉના વખતમાં વંદિત્તા સૂત્રને બદલે તે આલાવા બોલાતા હશે. તે આલાવા તથા પ્રતિક્રમણ કરવા જેવાં બીજાં શ્રાવક કૃત્યો અને અતિચારોને ખ્યાલમાં રાખીને આ સૂત્રની રચના કરી જણાય છે.
રચના ઉપરથી આ સૂત્ર શ્રુતધર સ્થવિર ભગવંતોની રચના જણાય છે. કારણ કે, રચના જ આર્યં રચના જેવી દેખાય છે. પડિકમે દેસિઅં સર્વાં જેવા પાઠો, અતિચારોના સંક્ષેપ સૂચન શબ્દો, વ્રતો ઉપરાંત બીજાં શ્રાવક કૃત્યોની સૂચનાઓ, શ્રમણ પ્રતિક્રમણ અને આવશ્યક નિર્યુક્તિની ગાથાઓનો સંગ્રહ, છ આવશ્યકોની ગર્ભિત રીતે ગૂંથણી, વગેરે ઋષિ પ્રણીતપણું સાબિત કરે છે. કેટલીક ગાથાઓના અન્વયો કરવાની ઘણી મુશ્કેલી પડે છે. પ્રાકૃત ભાષામાં વિભકિતઓનાં વિપરિણામ જો કે હોય છે, તો પણ આમાં એ રીત વધારે જોવામાં આવે છે. તથા અન્વય કરતી વખતે ઘણે ઠેકાણે નવા શબ્દો ઉમેરવા પડે છે. તે પણ આર્ષે રચનાની સાબિતી છે.
Jain Education International
પ્રશ્ન એ થાય કે “પૂર્વના ઋષિઓની નબળાઈ ઢાંકવાની આ ઠીક યુકિત છે. ગમે તેવી રચનાને આર્ષ રચના કહીને બચાવ કરવાનો આ ઠીક રસ્તો શોધી કાઢ્યો છે.’’
For Private & Personal Use Only
www.jainelibrary.org