________________
૨૩૪
પંચ પ્રતિક્રમણ સૂત્રો
અશ્રદ્ધા કે વિપરીત પ્રરૂપણાથી સમ્યત્વમાં અતિચાર લાગવાનો તો સંભવ છે જ. તેનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલે સાધુ, શ્રાવક, શ્રુતવંત કે સમ્યકત્વવંત એમ ચારેયે પ્રતિક્રમણ કરવું જોઈએ. શ્રાવક કુળોત્પન્ન સ્ત્રી પુરષોય સામાન્ય રીતે વ્યવહાર સમ્યકત્વવાળા ગણાય છે, માટે તેઓએ પ્રભુના શાસનમાં રોજ પ્રતિક્રમણ કરવાની પ્રભુની આજ્ઞાને અંગે પણ રોજ કરવું જોઈએ. રોજના મુખ્ય આચારોના સંગ્રહ તરીકે પણ કરવું જોઈએ. એકંદરે પાંચેય પ્રતિક્રમણો કરવા જોઈએ. ઘરમાંથી જેમ રોજ કચરો કાઢવા છતાં મહિને, પંદર દિવસે, ખાસ સાફસૂફી કરીએ છીએ, અને ઋતુનું પરિવર્તન થવાથી કે વર્ષને અંતે આખા મકાનનું સમારકામ કરીએ છીએ, તેમ રહ્યા સહ્યા અને લાંબે વખતે વૃદ્ધિ પામેલા અતિચારોના પ્રતિક્રમણ માટે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણોની આવશ્યકતા છે.
જૈન સંઘની ચૈત્યવંદન વગેરે જેમ વ્યકિતગત નિત્યપ્રવૃત્તિઓ છે તેમજ પ્રતિક્રમણ એ સકલ સંઘની જાહેર નિત્ય પ્રવૃત્તિ છે. તેમાં શ્રાવિકાઓ સાધ્વીજીની આજ્ઞામાં પ્રતિક્રમણ કરે અને શ્રાવકો મુનિરાજની આજ્ઞામાં પ્રતિક્રમણ કરે. આમ પ્રતિક્રમણ નામની ધર્મક્રિયા નિમિત્તે રોજ ચતુર્વિધ સંઘને એકત્ર મળવાનું થાય, તેમાંથી અનેક તરેહના રત્નત્રયીને લગતા લાભો નીકળી આવે છે. ધર્મદેશના અને પ્રતિક્રમણ એ ઉપાશ્રયનાં મુખ્ય ભૂષણો છે. એ બે પ્રવૃત્તિઓ પરથી ધર્મરુચિ અને ક્રિયારૂચિપણાની પરીક્ષા થઈ શકે છે. માટે આબાલ વૃદ્ધોએ શ્રી સંઘને જાહેર પ્રવૃત્તિ તરીકે પ્રભુની આજ્ઞાને માન આપવાની દષ્ટિથી પણ અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રભુના રથયાત્રાના વરઘોડા કે એવી સંઘની જાહેર પ્રવૃત્તિમાં સાથે ચાલીને પણ જેમ તેમાં સમ્મતિ, અનુમોદના, ભકિત, સહભાવ, સહકાર, સંઘની એક વ્યક્તિ તરીકેની ફરજ વગેરે તત્ત્વો પૂરા પાડી આરાધક ભાવ પ્રાપ્ત કરાય છે, તે જ પ્રમાણે આ ક્રિયામાં ઓધે પણ ભાગ લેવાથી અંશત: પણ આરાધકપણું છે. માટે જૈન નામ ધરાવનાર તરીકે પણ ઓઘથી પણ કંઈ ન બને તો પ્રતિક્રમણ તો રોજ કરવું જોઈએ. એમ પ્રભુના શાસનની પરમ આજ્ઞા છે.
આવશ્યક નિર્યુક્તિની ઘણી જ મહત્વની પ્રતિક્રમણના હેતુઓનું સ્પષ્ટ સ્પષ્ટીકરણ કરનારી આ ગાથા છે. સમ્યકત્વ સામાયિક, શ્રુતસામાયિક, દેશવિરતિ સામાયિક, અને સર્વ વિરતિ સામાયિક. એ દરેકને માટે પ્રતિક્રમણ અવશ્ય કરવાનું સૂચવ્યું છે. ૪. ક્ષમાપના, ભાવના :
શબ્દાર્થ :- ખામેમિeખમાવું છું. ખમંતુ ખમાવો-ક્ષમાં આપો. મિત્તી મૈત્રી. સવભૂએસુસવ પ્રાણીઓ ઉપર. વેરં વેર. મw=મને. કેઈનકોઈ પણ સાથે.
*ખામેમિ સવ્યજીવે, સવ્વ જીવા ખમંતુ મે
“મિત્તી એ સવ-ભૂસુ, વેરં મજઝનજકણઈ" nલા સર્વ જીવોને' [મારા તરફથી] હું ક્ષમા આપું છું, સર્વ જીવો મારા ઉપર ક્ષમા રાખો, સર્વ પ્રાણીઓ ઉપર મારો મિત્રભાવ છે, કોઈપણની સાથે મને વૈર નથી". ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org