________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૨૩૭
આચાર્યો, ઉપાધ્યાયો, શિષ્યો, 'સાધર્મિકો, "કુળો, અને ગણો કિ] “જે કોઈને મેં કષાય" ઉત્પન્ન કરાવ્યો હોય તિ] સર્વને ત્રિવિધે "ખમાવું છું. ૧
પૂજ્ય સર્વશ્રમણ સંઘને મસ્તકે “અંજલિ કરીને બધું ખમાવરાવીને હું પણ "સર્વને *ખમું છું. પરા
ધર્મમાં દઢ ચિત્તવાળો થઈને સર્વ જીવરાશિ સાથે બધું “ભાવથી ખમાવીને હું પણ “સર્વને ખમું છું. મારૂ
વિશેષાર્થ :- પહેલી ગાથામાં-કસાયા શબ્દ છે, તેને બદલે કસાઈયા એવો પણ પાઠ છે. તેનો અર્થ :- શક્કવિતા: એટલે કષાય યુક્ત કર્યા હોય. એ પાઠ વધારે ઠીક લાગે છે.
શિષ્યો અને સર્વ સાધર્મિકોમાં પણ કોઈની સાથે કષાય થયો હોય, કે પોતે તેઓના કષાયમાં નિમિત્તભૂત થયેલ હોય તે સર્વને ખમાવવામાં આવે છે. બીજી ગાથામાં એકંદર સમસ્ત શ્રીશ્રમણ સંઘને ખમાવવામાં આવે છે, અને છેલ્લી ગાથામાં સર્વ જીવોને ખમાવવામાં આવે છે.
મધ્યમ પ્રતિક્રમણાવશ્યકનું આલોચન તથા પ્રતિક્રમણાત્મક પ્રતિક્રમણ આવશ્યક વિસ્તારપૂર્વક અહીં પૂરું થાય છે. અને તે સાથે ગમ પણ અહીં પૂરો થાય છે.
શ્રાવકો વંદિત્તાસૂત્ર અને મુનિરાજો નમાણસૂત્ર બોલીને વિસ્તારપૂર્વક આચારો વ્રતોના અતિચારોનું પ્રતિક્રમણ કરીને ઊભા થઈ અભુઠિઓ ખામી ગુરુઓ સાથેના દૈવાસિકાદિના અપરાધોનું પણ ખાસ વિશેષ પ્રકારે પ્રતિક્રમણ કરે છે, અને તે નિમિત્તે પોતાના ગુરને સાક્ષાતુ ખમાવતાં પહેલાં પ્રથમ-દ્વાદશાવર્ત વંદન કરે છે. ખમાવ્યા પછી પણ વંદન કરીને, સર્વ આચાર્યો ઉપાધ્યાયો પોતાના કે બીજાના શિષ્યો, કુળો, ગણો એકંદર સમસ્ત પૂજ્ય શ્રમણ સંઘને નમ્રતાપૂર્વક મસ્તકે હાથ જોડી ખમાવી લે છે, ને છેવટે પોતાના હૃદયથી અને ધર્મભાવનાથી પ્રેરાઈને સર્વ જીવ રાશિને ખમાવે છે. અને પોતે પણ પોતાના તરફથી સર્વને ક્ષમા આપે છે. સર્વ રીતે સર્વ પ્રકારનું વિગતવાર પ્રતિક્રમણ અહીં પૂરું થાય છે. અને મધ્યમ પ્રતિક્રમણવિધિનું આલોચન પછી શરૂ થયેલું મુખ્ય મધ્યમ પ્રતિક્રમણાવશ્યક પણ ચૂલિકા સાથે અહીં પૂરું થાય છે.
પણું મધ્યમ પ્રતિક્રમણનું-પાંચમું કાયોત્સવશ્યક
કાયોત્સર્ગાવશ્યકની શરૂઆતથી ત્રીજો ગમ શરૂ થાય છે. પડાવશ્યકમય વિસ્તૃત કાયોત્સર્ગ આવશ્યક શરૂ થાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર તેમજ ભૃતદેવતા અને ક્ષેત્ર દેવતાનો આત્મકલ્યાણમાં અભિમુખતા માટે એમ પાંચ કાયોત્સર્ગ થાય છે. સાથે સાથે દેવવંદનના લગભગ ૧૨ અધિકારોમાંના પણ કેટલાક આમાં સમાવેશ પામી અહીં કાયોત્સર્ગાવશ્યકનું અંગ બને છે.
૧. કરેમિ ભંતે સૂત્રથી સામાયિકાવશ્યક થાય છે. ૨. ઈચ્છામિ કામિ કાઉસ્સગ્ગ – સૂત્રથી પ્રતિક્રમણાવશ્યક થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org