________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૨૨૩
પોતાના વિસ્તાર અર્થે પણ અતિથિ સંવિભાગ આવશ્યક છે.
અન્ય સંલેખના વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ
સંખના એટલે ?
સંલેખન એટલે શું? તે લગભગ હાલ આપણા સમજવામાં બરાબર નથી. શાસ્ત્રમાં તેનું સ્વરૂપ ઘણું જ વિસ્તારથી બતાવેલું છે, પરંતુ અહીં તો માત્ર ટૂંકામાં તેનો ખ્યાલ આપી શકીશું.
શ્રાવકને સંલેષણા ઝોષિતા કહેલ છે. તેનો અર્થ એવો થાય છે કે-સંલેષણામાં ઝોષિતા-પ્રીતિવાળો, અથવા સંલેષણાને સેવનારો, ઝુષ ધાતુનો અર્થ પ્રીતિ અને સેવા થાય છે. ઝોષિતા=પ્રીતિવાળો તથા સેવનારો, ત્યારે સંલેખના એટલે શું? સંલેહણા : સંલેખના : સંલેષણા : એમ ત્રણ શબ્દો વપરાયેલા જોવામાં આવે છે. પ નો ખ અને ખ નો હ એમ માત્ર ભાષા અને ઉચ્ચારદષ્ટિથી શબ્દભેદો છે, વાસ્તવિક ભેદ નથી.
શરીર અને કષાયો શોષવા તે લેખણા. તે એક જાતનું અંતિમ જીવન વખતે કરવાનું તપ છે. આગમોમાં તેનો વિસ્તારથી વિધિ બતાવેલ છે જેથી કરીને જીવનના અંતભાગમાં અનશન કરી ઘણાં કર્મો ખપાવવા પ્રયત્ન કરવામાં આવે છે તે સંલેખના તપ કહેવાય છે. સંલેખન વિધિ મુનિમહારાજાઓ માટે ખાસ બતાવેલ છે. તે જ પ્રમાણે ભાવિક શ્રાવક પણ તેનું આચરણ કરે છે. તેણે પણ સંલેખના કરવી જોઈએ. મરણ નજીક હોય ત્યારે આ તપ ક્રિયા કરવાની છે.
જેમ જેમ મરણ નજીક આવતું જાય, શરીર અવ્યવસ્થિત થતું જાય, વૃદ્ધાવસ્થા નજીક આવતી જાય, તેમ પાચનશક્તિ ઢીલી પડે, સાથે મનોબળ ઢીલું પડે, તેથી મરણકાળે યોગ્ય સમાધિ, સ્થિરતા, આરાધનામાં લીનતા ન રહે. તેથી જો પ્રથમથી ધર્મભાવનાની શરૂઆત થયેલી હોવાથી, તેમાં ચિત્ત પરોવાયેલું હોવાથી, મરણકાળે પણ તેની અસર પહોંચે, કુંભારનો ચાકડો જેમ એક વાર ફેરવ્યા પછી તેનો વેગ પાછળથી પણ પહોંચે છે. તે જ પ્રમાણે મનનું પણ છે. એક વાર વેગ આવ્યા પછી અમુક રસ્તે વળ્યા પછી ત્યાંથી એકાએક પાછું ફરતું નથી, ને જે રસ્તે ચડ્યું હોય, તે રસ્તે ધસ્ય જાય છે. આ ધોરણે મરણકાળે સમાધિ રહી શકે, માટે મુનિરાજ તથા શ્રાવકો માટે સંલેખના કરવાનો વિધિ બતાવ્યો છે.
સંલેખનાવિધિ એવો યુક્તિયુક્ત અને વિચારપૂર્વક મહાજ્ઞાનીઓએ ગોઠવેલ છે કે, તેનું તત્ત્વ સમજવા જેવું છે. ઉપર ઉપરથી એમ લાગે કે, “સંલેખના તપ કરવો-અણશણ કરવું એટલે ખાવાપીવાનું બંધ કરીને મરવાની વહેલી તૈયારી કરવી.”
પરંતુ ખરી રીતે વિચાર કરતાં એમ નથી. અચાનક રોગાદિક કારણોથી મરી જનાર માણસને તો આરાધનાનો વખત ઓછો રહે છે. પરંતુ ઉમ્મર પૂરી થવાથી જે મરણાભિમુખ થાય, તેને આખર મરવાનું તો હોય છે. મરણાભિમુખ થયેલ માણસ આયુષ પૂર્ણ થતાં સુધી જીવે છે. તે પૂરું થતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org