________________
૨૨૨
પંચ પ્રતિકમાણસૂત્રો
છે. તે ઇંદ્રિય, ૮. ચઉરિંદ્રિય, ૯. પંચિંદ્રિય, ૧૦. અજીવ, ૧૧. પ્રેક્ષા સંયમ, ૧૨. ઉપેક્ષા સંયમ, ૧૩. પ્રમાર્જના સંયમ, ૧૪. પરિઝાપના સંયમ, ૧૫. મન: સંયમ, ૧૬. વચન સંયમ, ૧૭. કાયાનો સંયમ.
હિંસાનું પ્રયોજક અજીવ વસ્તુ ગ્રહણ ન કરવાનો પણ સંયમ હોવો જોઈએ. અથવા શિખ્યાદિ માટે ખાસ ઉપયોગી અજીવ પણ યતનાપૂર્વક લેવાનો સંયમ જોઈએ. પ્રેક્ષા સંયમ-એટલે કોઈ પણ વસ્તુ જોઈને તપાસીને પ્રમાઈને જ વાપરવી જોઈએ. તે સિવાય તેનો સંયમ જોઈએ. ઉપેક્ષા સંયમ-એટલે સીદાતા સંયમીઓની ચિંતા. અન્ય માટે ઉપેક્ષા ભાવના. પ્રમાર્જના સંયમ-સાગારિક હોય તો રજોહરણથી બેગાનું પ્રમાર્જન કરવાની જરૂર નહીં, અન્યથા પ્રમાર્જન કરવું જોઈએ.
પરિઝાપન સંયમ-એટલે ત્યાગ કરવા લાયક વસ્તુ વિધિપૂર્વક પરઠવવી. દશ પ્રકારના વૈયાવૃત્ય:
૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. ગ્લાન, ૬. શૈક્ષ, ૭. સાધર્મિક, ૮. કુળ, ૯. ગણ, ૧૦. સંઘ.
૯ બ્રહ્મચર્ય ગુપ્તિ આગળ કહેલી છે. ચાર પ્રકારની પિંડ વિશુદ્ધિ : ૧. પિંડ વિશુદ્ધિ, ૨. શય્યા વિશુદ્ધિ, ૩. વસ્ત્ર વિશુદ્ધિ, ૪. પાત્ર વિશુદ્ધિ, આ ચાર કપ્ય ગ્રહણ કરવા, અકથ્ય ને ગ્રહણ કરવા. બાર ભાવના : ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. એકતા, ૪ અન્યત્વ, ૫ સંસાર, ૬ અશુચિત્વ, ૭. લોકસ્વભાવ, ૮. આથવ, ૯. સંવર, ૧૦. નિર્જરા, ૧૧. બોધિદુર્લભ, ૧૨. ધર્મના સાધક અરિહંત પ્રભુની દુર્લભતા. બાર ભિક્ષુ પ્રતિમા : છ મહિના સુધી મહિનાની, ૮મી બે માસની, ૯મી ત્રણ માસની, ૧૦ મી ૧૭ રાત્રિ દિવસની, ૧૧મી અહોરાત્રની, ૧રમી એક રાત્રિની. પચીસ પ્રતિલેખના : તે આગળ ઉપર આવી ગયેલ છે. ચાર અભિગ્રહો : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર અભિગ્રહો થાય છે.
કે ચરણ સિત્તરીમાં તપનો સમાવેશ થાય છે. છતાં જુદું ગણાવવાનું કારણ તેના ઉપર બાળ જીવોનું ખાસ લક્ષ્ય ખેંચવા માટે અને તપ નિકાચિત કર્મ પણ તોડવામાં સમર્થ છે. તેમજ તપસ્વી મુનિઓ ખાસ કરીને દાનને માટેના ઉત્કૃષ્ટ પાત્ર છે. એક વિશેષ પ્રકારે સૂચવવા માટે પણ છે.
“પૂર્વે કરેલાં મહા નિકાચિત કર્મો વેદ્યા વિના અથવા તપથી નિર્જર્યા વિના મોક્ષ થઈ શકતો
નથી.”
આવા મહામુનિઓને દાન દેવાથી ભાવની વૃદ્ધિ થાય છે, તેઓનાં તે તે અનુષ્ઠાનોમાં સહાયક થવાય છે, તે તે અનુષ્ઠાનોની અનુમોદના થાય છે, અને તે તે અનુષ્ઠાનોની પોતાના આત્મા માટે પણ આરાધના થાય છે, એટલે તે તે અનુષ્ઠાનો વહેલા પ્રાપ્ત થઈ પોતાના આત્મામાં મોક્ષોપયોગી ગુણોનો સંગ્રહ વધતો જાય છે. માટે મુનિઓ-કેવળ ભકિત, સત્કાર કે વ્યવહારની દષ્ટિથી નહીં, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org