________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૨૧૯
બચતા હોય, દયા પ્રવર્તતી હોય, તે જ પ્રમાણે શ્રાવકના વ્રત નિયમવાળા જીવનની અસરથી દયા પ્રવર્તે તેની સામે વાંધો નથી, પરંતુ જાતે બચાવવાની પ્રવૃત્તિ શી રીતે કરી શકે ? એક તો પોતે વ્રતનિયમોથી બદ્ધ છે અને બીજી તરફ અસંયમી જીવોને બચાવવામાં ઉત્તર કાળે પણ ક્રિયા લાવવાનો સંભવ છે. વળી આ ગાથા રાગ કે દ્વેષથી અસંયત ઉપર અનુકંપા કરવાની ના પાડે છે.
તેના જવાબમાં એમ કહેવામાં આવી શકે કે-બારવ્રતધારી શ્રાવક જેમ દેશવિરત છે, તેમ દેશવિરત સિવાયના જીવનમાં અવિરત છે. માટે જ તેનું બીજું નામ સંયમસંયમ તત્વાર્થસૂત્ર વગેરેમાં આવે છે. અસંયમ અંશમાં છવદયારૂપ પ્રવૃત્તિ નિષિદ્ધ ન ગણાતાં આદરણીય ગણાશે. સમ્યગ્દષ્ટિ શ્રાવક પણ અવિરતિ હોય, અને જીવદયા રૂપ વિરતિ આચરે તો દોષપાત્ર ગણાશે નહીં.
આ જવાબ બરાબર નથી. કારણ કે, એ જવાબનો અર્થ થાય છે કે, સંયમ અંશમાં અસંયત ઉપર રાગદ્વેષ વિના પણ અનુકંપા ગુણ રૂપ નથી, પણ દોષ રૂપ છે. પરંતુ અસંયમ અંશમાં અસંયમી પર પણ રાગદ્વેષ વિનાની અનુકંપા ગુણ રૂપ છે, તેનો સાર એ નીકળે છે કે, સંયમીને અસંયત ઉપરની રાગદ્વેષ વગરની પણ અનુકંપા ત્યાજ્ય કરે છે, મુનિઓની જેમ.
ભલે ઠરે. પરંતુ શ્રાવકો માટે દરેક રીતે સર્વથા નિષેધ કરી શકાશે જ નહીં, એ આશય છે. કેમકે શ્રાવકોનું જીવન સંયમસંયમથી મિશ્રિત જ રહેવાનું જ. જ્યારે શ્રાવક સંયમી જીવનમાં નહીં હોય, ત્યારે તો નિષ્ફરતા કરતાં અનુકંપા સારી જ છે. સમકીતના લક્ષણમાં પણ શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકય અને અનુકંપા સમાયેલ જ છે. રાગદ્વેષ જન્ય અનુકંપા તો સંયમીને કે અસંયમીને દરેક શ્રાવકને માટે આ ગાથામાં જ નિષિદ્ધ જણાવેલ જ છે. આ ગાથા રાગદ્વેષપૂર્વકની સંયમી ઉપર કે અસંયમી ઉપરની અનુકંપાને દોષો રૂપ જણાવે જ છે. પરંતુ સંયમી મહાત્માઓ પણ સંયમી મહાત્માઓ તરફ રાગદ્વેષ વિના અનુકંપા કરી શકે છે. માટે જ અહીં અનુકંપાનો અર્થ ભક્તિ રાખવામાં આવ્યો છે.
આ ઉપરથી તેરાપંથી વર્ગ આ ગાથાનો દુરુપયોગ કરે છે, તે વિચારપૂર્વક નથી. એમ સ્પષ્ટ સમજાશે.
ગાડર ભરેલો વાડલો, માંહે લાગે જો લ્હાય,
તેમાંથી ગાડર મતી કાઢો, એ તો કાચાં કુંપળ ખાય. તેઓમાં પ્રચલિત આ દુહો કેટલી અવળી સમજણથી ભરેલો છે ? તે સ્પષ્ટ રીતે સમજાય છે. શ્રાવકને માટે એવી અનુકંપા નિષિદ્ધ છે, એમ શાસ્ત્રથી કોઈ પણ રીતે સિદ્ધ થાય તેમ છે જ નહીં.
પોતાની સામે મહાહિંસા પ્રવર્તી રહેલી હોય, અને પોતાની તે રોકવાની શક્તિ હોય તો સામાયિક કે પૌષધમાં રહેલ શ્રાવક તે રોકવા પ્રયત્ન કરે કે નહીં?
પોતે અમુક વખત સુધી સાવધ યોગોના ત્યાગની પ્રતિજ્ઞા લીધી છે. છતાં તે હિંસા જો સંયમોની થતી હોય, તો તે રોકવા સાક્ષાત પ્રયત્ન કરી શકે છે. અસંયમીની હોય, તો તેની હિંસા બીજા રોકે તે દયાની અનુમોદના કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org