________________
૨૧૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વિશેષાર્થ :- ટીકામાં આ ગાથાના જે બે અર્થ કરવામાં આવ્યા છે, તે અહીં ટૂંકામાં આપવામાં આવ્યા છે. તેના ભાવાર્થો નીચે પ્રમાણે જુદા જુદા સમજાવવામાં આવે છે.
આ ગાથા અને પછીની ગાથા અતિથિ સંવિભાગ વ્રત સાથે સંબંધ રાખતી હોવાથી સાધુઓને ઉદ્દેશીને આ ગાથા છે, એમ સમજવાનું છે.
સુહિત :- એટલે જ્ઞાનદર્શન વગેરે ઉત્તમ હિતમાર્ગને આચરનારા એવો અર્થ સમજવો. અને દુખિત એટલે રોગ કે તપશ્ચર્યાને અંગે ઢીલા પડી ગયેલા, ગ્લાન થયેલા, કે ઉપાધિ રહિત હોય, અસ્વયંયત એટલે પોતાની મેળે સ્વતંત્રપણે ન વિચરતાં ગુરુની પરતંત્રતાએ વિચરતા હોય, આવા પવિત્ર મુનિઓ પર ભક્તિ કરવી જોઈએ, તે ખાસ ગુણ છે. પરંતુ તે ભક્તિ કેવળ ગુણાનુરાગથી મોક્ષના ઉદ્દેશથી કરવી જોઈએ, નહીં કે પોતાના પ્રથમનાં સગાંસંબંધી છે, મિત્ર છે, એક ગામના છે, કે પૂર્વે કંઈક પોતાની ઉપર ઉપકાર કર્યો હતો, એવા કોઈ ઉદેશથી. રાગપૂર્વક ભક્તિ કરવી દોષપાત્ર છે. તેવી જ રીતે દ્વેષપૂર્વક એટલે કે સાધુવર્ગ ઉપર ભાવ ન હોય, પરંતુ “આ બિચારા ગરીબ, રાંકડા, નિરાધાર, ભૂખે ટળવળતા, નાતજાત વગરના છે, માટે આપવું પડશે, નહીં ચાલે.” આવી સાધુનિન્દા દષ્ટિથી ભકિત દાખવે. તે પણ દોષપાત્ર છે. અહીં રાગ અને દ્વેષની નિંદા કરી છે. અનુકંપા શબ્દનો અર્થ અહીં ભકિત કરવાનો છે.
હવે બીજા અર્થમાં - સુખી કે દુ:ખી અસંયમી પાસત્થા વગેરેની રાગદ્વેષથી એટલે બીજાની અદેખાઈથી ભક્તિ કરી હોય, તેની નિંદા અને ગહ છે.
સુખી કે દુઃખી અસંયમીની ભકિત મોક્ષના ઉદ્દેશથી કે ગુણાનુરાગથી ન કરી શકાય. એ સ્પષ્ટ છે.
અહીં અસંયતનો અર્થ છકાયનો વધ કરનારા, સર્વથા અવિરતિ અને કુલિંગી પણ લઈ શકાય છે. પોતાના ગામના કે કુટુંબના હોય તો રાગથી, અને જિન પ્રવચનના શત્રુ હોય, છતાં કોઈ પણ પ્રકારના ભય કે રાજ્યાદિના હુકમથી મનમાં અણગમો છતાં ભક્તિ કરી હોય, તો તે પણ અતિચાર રૂપ છે.
અનાથ, કષ્ટમાં પડેલ, દીન, ગરીબ, તથા સમર્થ શરીરી છતાં માંગણ વગેરેને ઉચિતતા પ્રમાણે જે દયાબુદ્ધિથી દાન આપવામાં આવે છે તે અનુકંપાદાને કહેવાય છે. તે નિંદા યોગ્ય નથી. કારણ કે પાત્રાપાત્રની વિચારણા મોક્ષફળ રૂપ દાનમાં કરવાની છે. પરંતુ દયાદાન તો જૈન શાસ્ત્રમાં નિષિદ્ધ છે જ નહીં, કેમ કે, ખુદ જિનેશ્વર પરમાત્માઓએ વાર્ષિકદાન બહોળા પ્રમાણમાં આપેલું છે.
- નિ:સ્પૃહ મુનિમહાત્માઓ જેમ સર્વ સંગના ત્યાગી હોવાથી પોતાની પાસેની વસ્તુઓ માત્ર તેવા જ નિઃસ્પૃહ સર્વસંગ ત્યાગી મુનિઓને જ આપી શકે છે, અન્યને આપી શકતા નથી. જીવદયાના મોટા મોટા પ્રસંગોમાં પણ ઉપદેશ આપવા સિવાય જાતે પ્રવૃત્તિ કરી સાક્ષાત્ જીવોને બચાવતા નથી. માત્ર દર્શન ધ્વસ પ્રસંગોમાં પણ નછૂટકે જાતે પ્રવૃત્તિમાં ઊતરે છે. તે જ પ્રમાણે સમ્યકત્વ સહિત બાર વ્રતધારી શ્રાવક અસંયત એવા જીવ બચાવવામાં પ્રવૃત્તિ કેમ કરી શકે ? તે પણ મુનિરાજની માફક એક બાજુએ ત્યાગી છે. સાધુમુનિરાજના તપ-સંયમની અસરથી તથા ઉપદેશથી ઘણા જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org