________________
૨૦૬
પંચ પ્રતિષ્પસૂત્રો
ધારનાર દેશાવકાશિક પચ્ચકખાણ સવાર સાંજ લે છે.
આ વ્રત સર્વ વ્રતોના અને છઠ્ઠા વ્રતના ખાસ સંગ્રહરૂપ છે, માટે આ વ્રત વખતે પણ સામાયિકમાં જ શા માટે ન રહેવું? જ્યારે એકાંતમાં એક જ જગ્યાએ અમુક વખત ધર્મધ્યાનમાં ગાળવાનો નિશ્ચય કર્યો હોય, તો પછી તે વખત સામાયિક લઈને ગાળવો, એ જ વધારે ઉચિત છે. આ દષ્ટિથી તેનું શિક્ષાવ્રતપણું પણ બરાબર છે.
સામાયિક બે ઘડી સુધીનું હોય છે, ત્યારે દેશાવકાશિકમાં વધારે વખતના સામાયિકની ટેવ કેળવી શકાય છે, અને એમ કેળવેલી ટેવથી પૌષધ વ્રત પણ સુલભ થાય છે અને તે પણ મોટા સામાયિકરૂપ હોવાથી શિક્ષાવ્રત રૂપ છે. આ ત્રણેય અને ચોથું અતિથિ સંવિભાગ પણ મહાપુરુષોના જીવનના અનુકરણની તાલીમ રૂપ હોવાથી શિક્ષા રૂપ હોવાથી શિક્ષાવ્રત છે.
શબ્દાર્થ :- આણવણે આનયન પ્રયોગ, અણાવવું. પેસવણે પ્રખ્ય પ્રયોગ, મોકલવું. સદ્દેશબ્દાનુપાત, અવાજ કરવો. રૂવે રૂપાનુપાત, રૂપ બતાવવું. પુગ્ગલફખેવે પુદ્ગલ, પ્રક્ષેપ-કાંકરાદિક ફેંકવા. દેસાવગાસિઅમી દેશાવકાશિક.
*આણવણે પેસવણે સરવે “અપગલખેવા દેસાવગાસિઅમ્મી બીએ સિખાવએ નિંદારા
બીજા દેશાવકાશિક શિક્ષાવ્રતમાં-આનયન [પ્રયોગ, પ્રે"[પ્રયોગ, શબ્દ [શબ્દાનુપાત], રૂપરૂિપાનુપાત] અને પુલ પ્રક્ષેપને નિંદુ છું.
વિશેષાર્થ:- આ પાંચ અતિચારોની સમજ.
૧. આનયન પ્રયોગ : પોતે વ્રત લઈને જે ઘરમાં બેઠેલ હોય, તે ઘરની બહારથી કોઈ વસ્તુ લેવરાવવી, તે નયન પ્રયોગ અતિચાર છે. પોતાને જોઈતી વસ્તુઓ પોતે પ્રથમથી જ પ્રતિલેખન પ્રમાર્જનપૂર્વક સાથે રાખીને વ્રતમાં પ્રવેશવું જોઈએ. તેમ ન કરતાં પાછળથી મંગાવવાથી આ અતિચાર લાગે છે.
૨. પ્રખ્યપ્રયોગ : પોતે જે મકાનમાં હોય, ત્યાંથી કોઈ પણ પ્રયોજનને ઉદ્દેશીને નોકર વગેરેને કામકાજ માટે બહાર મોકલવા હુકમ કરવો, તેથી પ્રખ્ય પ્રયોગ અતિચાર લાગે છે.
૩. શબ્દાનુપાત : વ્રત ભંગ થવાની બીકથી બહારથી કોઈને બોલાવી ન શકાય, ત્યારે ખોંખારો કે ઊંચેથી વાતચીત કરીને “પોતે અહીં છે, કે કાંઈક કામ છે.” એવા ઉદ્દેશથી બીજાને જણાવે. તો આ શબ્દાનુપાત અતિચાર લાગે છે.
૪. રૂપાનપાત : એ જ રીતે બીજાને કે પોતાનું કામ હોય, તો પોતે પોતાને બતાવે, પોતાની હાજરી જણાવે, અથવા કોઈ ઊંચી વસ્તુ ઉપર ઊભા રહીને બહારનું કાંઈ પણ દશ્ય જોવાનો પ્રયત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org