________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
કરે, તો રૂપાનુપાત અતિચાર લાગે છે.
૫. પુદ્ગલ પ્રક્ષેપ : બહારના માણસને બોલાવવા, પોતાનું અસ્તિત્વ જણાવવા કંઈ પણ કાંકરો વગેરે વસ્તુ ફેંકે, તેથી પુદ્ગલ પ્રક્ષેપ અતિચાર લાગે છે.
આ પાંચ ક્રિયાઓ કરતી વખતે ‘વ્રત ભંગ ન થાય' તેવી અપેક્ષા છે, છતાં જાતે પ્રવૃત્તિ કર્યા કે બોલ્યા વિના પણ બીજી રીતે પોતાનું કાર્ય સાધે છે, તેથી વ્રતનો કિંચિત્ ભંગ થાય છે. માટે ભંગાભંગરૂપ અતિચાર થાય છે. સંયમ માટે આ વ્રત લીધું છે, તેને બદલે પોતે ન જતાં બીજને મોકલે તો પણ અંશથી સંયમનો ભંગ થાય છે. [ઊલટું પોતે જાય કે લાવે, તો ઇર્યાપથિકાસમિતિ વગેરે જાળવવાથી વિરાધના-હિંસા ઓછી થાય. નોકરો કદાચ હોશિયાર ન પણ હોય, અથવા હિંસાદિકની સૂગ વગરના હોય, એટલે તેઓ ઇર્યાસમિતિ જાળવીને કામ કરી ન શકે.] જો પોતે જાય, તો નિયમભંગ થાય. માટે આ અતિચાર લાગે છે.
જેમ કોઈ માંત્રિક આખા શરીરમાં ફેલાયેલું વીંછીનું ઝેર ડંખમાં લાવી મૂકે છે, તેમ સર્વ સાવદ્ય વ્યાપાર અને આરંભોને એમ અમુક દેશ-કાળમાં જ માત્ર સંગ્રહી નાંખવાથી સંવરની સાધના થાય છે, અને તે ધર્મરૂપ બને છે. તેથી તે પરંપરાએ મોક્ષનું અંગ થાય છે.
૨૦૭
કાર્યમાં વ્યાકુળ સ્થિતિમાં પણ વચ્ચે વચ્ચે ધર્મ કરવો જોઈએ. બાંધેલો બળદ પણ મોઢું પહોંચી શકે ત્યાં સુધી ઘાસ ચર્યા વિના નથી રહેતો. આ દૃષ્ટાંતથી ગમે તેવી સ્થિતિમાં પણ ધર્માચરણ ચાલુ રાખવું. બહુ પ્રવૃત્તિવાળાને માટે પણ સર્વ વ્રતોના સંગ્રહરૂપ તથા મુહૂર્તાદિ વખતના નિયમરૂપ દેશાવકાશિક વ્રત સુલભ છે. માટે છેવટે તે પણ આચરીને આરાધના કરવી.
આ બાર વ્રતોની પરસ્પરના સંક્ષેપ તથા વિસ્તારરૂપથી કેવી ખૂબી છે ? તે આ ઉપરથી સમજાશે. એક બીજા વ્રતના સંક્ષેપ તથા વિસ્તારરૂપ એક બીજાં વ્રતો છે. તેમ ગોઠવી જેમ બને તેમ સાવદ્ય વ્યાપાર ઓછો કરાવી ધર્માભિમુખ કરવાની સુયુક્તિયુકત યોજના આ વ્રતોમાં જોવામાં આવે છે. પરમકારુણિક જિનેશ્વર પ્રભુઓના ધર્મની ખૂબી જ કોઈ જુદી જ છે. તેનો વિચાર સ્થૂલબુદ્ધિથી સમજી શકાય તેમ છે જ નહીં. સ્થૂલ બુદ્ધિવાળાઓ માટે જે અમુક યોજનાઓ હોય છે, તે સૂક્ષ્મ બુદ્ધિવાળા માટે પણ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય વિચારોથી ભરપૂર હોવાથી આનંદદાયક અને ગ્રાહ્ય બને છે, તે તેની મહાન્ ખૂબી છે.
“અહો જિનેશ્વર પ્રભુનો અપૂર્વ ધર્મ ખરેખર વિશ્વને સુખાવહ
છે.''
Jain Education International
૩. ત્રીજા પૌષધોપવાસ શિક્ષાવ્રતના અતિચારોનું પ્રતિક્રમણ પૌષધોપવાસ વ્રતનું સ્વરૂપ
અણુવ્રત, ગુણવ્રત અને પ્રથમના બે શિક્ષાવ્રતનું પાલન કરતો ભાવિક શ્રાવક વિશેષ ત્યાગની શિક્ષા પ્રાપ્ત કરવા માટે-આહાર, અબ્રહ્મચર્ય, શરીરશણગાર અને સાંસારિક જીવનને લગતાં
For Private & Personal Use Only
www.jainelibrary.org