________________
પંચ પ્રતિમાગસૂત્રો
૨૦૫
પણ જે કાંઈ ટકી રહી છે, તેના કારણભૂત છે. આ સૂક્ષ્મ તત્ત્વો જે કે સહેજે સમજાય તેમ નથી, પરંતુ યોગ્ય વિચારણાથી સહજમાં સમજી શકાય તેવા છે.
વૈષ્ણવોનું અનુકરણ છે, આવા મોટા ખર્ચ ખોટા છે, દેશ ગરીબ છે, તેને પ્રસંગે આવા ખર્ચ નકામા છે, અજ્ઞાનીઓ આ પ્રમાણે ધામધૂમ ખર્ચ કરે છે.” વગેરે દલીલો આ દેશમાં ખ્રિસ્તીઓએ ચલાવેલા પ્રચારનું પરિણામ છે, એ હવે સાબિત થઈ ચૂકયું અને કોઈને સમજવું હશે, તો સાબિત કરવું જરા પણ મુશ્કેલ નથી. શાસ્ત્રકારોનાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી ઉચ્ચારેલાં જુદાં જુદાં વાકયો અને પ્રમાણો ઉપરની પોતાની દલીલો સાથે જોડીને શાસ્ત્રકારોને નામે પણ તેઓએ પોતાની કેટલીક વાતો ફેલાવી દીધી છે.
કેળવણીનો પ્રચાર કરતી વખતે, જ્ઞાનના વિકાસ માટે જેટલાં શાસ્ત્રનાં વાક્યો હતો, તે બધાંનો ભાષણોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના દાખલા સેંકડો છે, પરંતુ વિષયાન્તર થવાથી અહીં ટાંકતા નથી. માટે આવી વાતો સાંભળી ધાર્મિક ક્રિયા છોડવી નહિ. અને પોતાનાં સંતાનો તેમાં કેમ દઢ થાય તેવો પ્રયાસ અવશ્ય કરવો જરૂરનો છે. ધાર્મિક અનુષ્ઠાન માટે સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ સદા અનુકૂળ જ માનવાના છે. જ્યારે વખત મળે ત્યારે જે અનુષ્ઠાન શકય હોય, તે અવશ્ય કરવું. નવરા પડ્યા કે છેવટે નકારવાળી ગણવી, વખત હોય તો સામાયિક કરવું. તથા બીજાં અનેક અનુષ્ઠાનો છે, તે કરવાને અવશ્ય તત્પર રહેવું જ.
जत्थ वा वीसमइ, अच्छइ वा निव्वावारो, सव्वत्थ सामाइयं करेइ. [જ્યારે વિસામો મળે [કે બેઠા હોઈએ,] કે નિર્વ્યાપારમાં હોઈએ, ત્યારે ત્યારે સામાયિક કરવું.] આવશ્યક ચૂર્ણિનું આ વાકય ખાસ વિચારવા જેવું છે.
૨. બીજા દેશાવકાશિક શિક્ષા વ્રતના અતિચારોનું પ્રતિક્રમણ.
દેશાવકાશિક વ્રતનું સ્વરૂપ. આ વ્રત છઠ્ઠી વ્રતના સંક્ષેપ રૂપ અથવા સર્વ વ્રત નિયમોનો સંગ્રહ કરીને પાળવા રૂપ છે. છઠ્ઠા વ્રતથી દિશાઓનું પરિમાણ જે કર્યું હોય છે, તે વર્ષ કે જીવનભરને ઉદ્દેશીને કરેલ હોય છે કે,
મારે દરેક દિશામાં વધારેમાં વધારે સો યોજનથી વધારે ન જવું.” પરંતુ “આજ તો અમુક આ મકાન છોડીને કયાંયે નહીં જાઉ.” એટલે એ છઠ્ઠી વ્રતને અમુક દિવસે વિશેષ પાળવાના ઉપાય તરીકે – આ દશમું વ્રત થાય.
આ વ્રત એક મુહૂર્તથી માંડીને-દિવસ રાત, રાત દિવસ, બે પાંચ દિવસ કે તેથી વધારે પણ શક્તિ અનુસાર અંગીકાર કરીને, એક-શા, આસન, મકાન, મહોલ્લો વગેરેનો નિયમ કરીને પાળી શકાય છે. તથા બીજાં વ્રતોમાં જે છૂટો રાખેલી હોય, તેમાં પણ ચૌદ નિયમો ધારીને સંયમ પાળી શકાય છે. સવારે ને સાંજે ચૌદ નિયમો સંક્ષેપીને ધારવાથી પણ આ વ્રત પળાય છે, અને તે નિયમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org