________________
૨૦૪
પંચ પ્રતિક્ષ્મણસૂત્રો
જનસમાજ ઉપર અને આડકતરી વિશ્વ ઉપર અને સર્વ પ્રાણીઓ ઉપર થઈ રહી છે. આ દષ્ટિથી પણ-જગતના કલ્યાણની દૃષ્ટિથી પણ ત્રીજા વૈદ્યના ઔષધ તુલ્ય આ ક્રિયાઓ સમયે- અણસમયે, ભાવે કભાવે, પણ ચાલુ રહેવી જ જોઈએ. ભાવ અને સમજણપૂર્વકથી તો એકાંત લાભ છે જ.
સ્વાર્થી, અણસમજ, લોકો તરફ્ટી જ આપણા ધાર્મિક આચાર ઉપર ટીકા કરવામાં આવે છે, તે સર્વથા ઉપેક્ષ્ય જ છે.
સમજ્યા વિના કરવાથી શો લાભ ? વગેરે પ્રશ્નો પણ એવી જ જાતના ઉપેક્ષ્ય છે. ધર્મનું આચરણ એ જ ધર્મોને જગતમાં જીવતા રહેવા માટેનું જીવન છે. પ્રજામાં “અમુક ધર્મ જીવતો છે.” તેનો પુરાવો એ જ છે કે-પ્રજા તેને પોતાના જીવનમાં આચરે છે. તેનું આચરણ પ્રજાના જીવનમાંથી નીકળી ગયા પછી ધર્મ જીવંત મટી ગયો સમજવો. કોઈ પણ ધર્મને જગતમાંથી નાબૂદ કરવો હોય, તો તેનું આચરણ કરનારા જનસમુદાયમાંથી તે આચરણ બાદ કરી દેવું. અને તેને તે ધર્મના જ્ઞાનનો ઉપદેશ મુખ્ય આપવો. એટલે આચરણ નીકળી જાય, અને તે ધર્મ જગતમાંથી નાબૂદ થાય. ખ્રિસ્તી પાદરીઓએ પોતાનો ધર્મ ફેલાવવા માટે અહીંની પ્રજામાંથી પોતપોતાનો ધર્મ કાઢી નાંખવા અને પોતાનો દાખલ કરવા. “શુષ્ક ક્રિયાઓ કરવાથી શું? સમજીને કરવું. તુલનાત્મક અભ્યાસ દરેક ધર્મોનો કરવો જોઈએ, વિશ્વધર્મની જરૂર છે.” વગેરે વાતો ફેલાવી છે, અને આપણા ભોળા માણસોએ તે ઉપાડી લીધી છે, અને તેનો પોતપોતાના વર્ગોમાં પ્રચાર કરી બહારના પરદેશીઓથી આડકતરું માન પામે છે. આ બધી સ્વાર્થી બાજી છે. જૈનદર્શન-યોગશાસ્ત્ર અને વ્યાયામ શાસ્ત્રની જેમ આચરણ પ્રધાનધર્મ છે. સમ્યગ્દર્શન પ્રાપ્તિક્રમમાં જે કે પહેલું છે, પણ આદર્શક્રમમાં સમ્યચ્ચારિત્રનું મુખ્ય અને પહેલું મહત્ત્વ છે. “યથાશકિત આચરણ કરતાં કરતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ મેળવવું એ તેનો મુખ્ય ધ્વનિ છે. હવે જો સમ્યચ્ચારિત્રનો આદર્શ ઢીલો કરીને સમ્યજ્ઞાનનો જ આદર્શ પ્રધાન કરવામાં આવે, એટલે સમ્યચ્ચારિત્રનો આદર્શ ઢીલો પડી જાય. અને એમ થતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પણ સમ્યગુ નથી રહેતાં. એટલે સામાજિક, પ્રજાકીય, આર્થિક, દૈશિક, સાંસ્કૃતિક પારભવિક, ઈહભવિક, એમ કોઈ પણ દષ્ટિબિંદુથી ધાર્મિક ક્રિયાઓ અને તેના ઉત્સવો ચાલુ રાખવા જ જોઈએ. તેમાં ખર્ચાયેલું ધન-સર્વોપરિ ઉપયોગમાં ખર્ચાય છે, એમ માનવું. અને તેના કરતાં ત્રિકાળમાં બીજે કોઈ શ્રેષ્ઠ ઉપયોગ છે નહીં ને મળશે પણ નહીં. એ બાબત સાચી સમજપૂર્વક દઢ વિશ્વાસ રાખવો જોઈએ. જો કે હાલના જ્ઞાનને માટે જોરથી કહેવામાં આવે છે, તે પણ સમ્યજ્ઞાનની વાત કરીને હાલના મિથ્યાજ્ઞાન તરફ દોરી જવા માટે જ છે. તેથી તેમાં પણ વિશ્વાસ રાખવા જેવું નથી.
ધાર્મિક ઉત્સવો, વરઘોડા વગેરેથી પણ બાળજીવોને લાભ થાય છે. છેવટે-સુફલ પાક્ષિક જીવો આવા પ્રસંગોથી ધર્માભિમુખ થાય છે. અને કેટલાક શુક્લ પાક્ષિક થવાની તૈયારીવાળા જીવો તે ભૂમિકા ઉપર ખેંચાઈ આવે છે, ને પરિણામે માર્ગ પ્રાપ્ત કરે છે. એ જીવોના ઉપકાર માટે પણ એવા ઉત્સવો ચાલુ રાખવા જરૂરી છે, કર્તવ્ય છે, યોગ્ય યોજનાપૂર્વક છે, શાસ્ત્રસંમત છે, પરહિત અને કલ્યાણના સાધન રૂપ છે, શિષ્ટ સમ્મત છે, ધાર્મિક શિક્ષણના સબળ સાધનરૂપ છે, જાહેરમાં પ્રજા હકક સાબિત કરવાના પુરાવા રૂપ છે, પ્રજાની સત્તા ટકાવવાના સાધનરૂપ છે, જૈન પ્રજા અને બીજી હિંદુ પ્રજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org