________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પણ ધાર્મિક અનુષ્ઠાનો કરવાં આવશ્યક છે.
વળી, આ ભવમાં ખાસ લાભ ન જોવામાં આવે-અનાદિભવોથી અસત્ અભ્યાસને અંગે, સદ્નભ્યાસનું પરિણામ [નજરે ચડે તેવું] એકદમ જોવામાં આવતું નથી. કેટલાયે ભવો સુધી ક્રિયાઓની અભિમુખ રહેવાથી, અને અભ્યાસ ક્રિયાઓ કરવાથી તેમાં લાંબે કાળે સંગીન વધારો થવાથી દૃશ્ય પરિણામ પણ આવે છે. પર્વતમાં ફાટો એક જ વખતના વરસાદથી પડતી નથી. વર્ષોનાં વર્ષો સુધી ઉપર વરસાદ વર્ષે છે, ત્યારે તેમાં ચીરા પડે છે, તે પછી મોટી ખીણો પડે છે. તે જ પ્રમાણે કર્મ પર્વતોને ભેદવાને ભવોના ભવો સુધીનું ધાર્મિક આચરણ તેના કાંકરા જ પ્રથમ તો ખેરવે છે. એટલે જે જીવો ધર્મમાર્ગમાં રીતસર ન આવ્યા હોય, તેઓમાં એકાએક બેપાંચ ભવોમાં ફેર માલૂમ ન પડે, એ સ્વાભાવિક છે.
જો કે જેટલીની જરૂર હોય છે, તેને હિસાબે એટલી ક્રિયા પણ તદ્દન નજીવી જ છે. એ નજીવી છતાં પણ ભવિષ્યની મહાન્ ક્રિયાઓના પ્રાથમિક કારણરૂપ છે જ. તેટલું પણ કારણ ન યોજવામાં આવે, તો ભવિષ્યમાં મહાન્ ફળ ઉત્પન્ન કરનારી ક્રિયાઓનો પાયો જ ન નંખાય. અગ્નિની સહેજ પણ ચિનગારી મોટા ભડકાનું કારણ બને છે. પણ જો એટલી ચિનગારી ન હોય, તો તો અગ્નિનો સંભવ જ ન થાય. માટે એટલી અલ્પ પણ ક્રિયા કર્મ વન-દહનમાં ચિનગારીનું કામ અવશ્ય કરે છે. માટે અવિધિએ પણ ધાર્મિક ક્રિયા ચાલુ રાખવી, અને તેમાં વિધિ લાવવા પૂરા જાગ્રત રહેવું. કદાચ આ ભવમાં પરિણામ ઓછું આવે, તો ભવાન્તરમાં અવશ્ય વધારે આવશે જ. માટે તેને છોડવી નહીં. વિધિમાં લાવવાના પ્રયત્નોના ઉપદેશો આવશ્યક છે. વિધિમાં લાવવાની ભાવના વિના માત્ર અવિધિની પુષ્ટિ દોષરૂપ છે.
૨૦૩
વળી આપણી ધાર્મિક ક્રિયાઓથી આધ્યાત્મિક સૂક્ષ્મ લાભો થાય છે. જે સામાન્ય માણસથી જોઈ શકાતા નથી. પીપરને ઘૂંટતાં ઘૂંટતાં તેમાં વધતી શકિત વૈદ્ય જાણે, આપણને તે અગમ્ય હોય છે. તે જ પ્રમાણે સતત ધર્મક્રિયાને પરિણામે સરવાળો ઘણો જ બળવાન્ થાય છે. માટે પ્રાથમિક પાયારૂપ અભ્યાસક્રિયા પણ છોડવી નહીં. ભવાન્તરમાં પણ તેનું દૃશ્ય પરિણામ અવશ્ય આવે જ છે.
જ
વળી જગમાં જૈન દર્શનના ટકાવની દૃષ્ટિથી પણ ધાર્મિક ક્રિયાઓ ચાલુ રહેવી જ જોઈએ. તેમાં પણ પરમદર્શનશુદ્ઘિ છે. ઉત્તરોત્તર વારસો આગળ જાય, તથા બાળ જીવોને અનાયાસે જ તાલીમ મળે, માટે પણ એ ચાલુ રાખવી જોઈએ. જૈનદર્શન માનનારાઓની સંખ્યા જગમાં ઓછી છે, છતાં તેની નીતિરીતિની જગત્ પર આજે પણ મોટી અસર છે. બીજી પ્રજાઓ પણ તેની નીતિરીતિથી મર્યાદામાં રહે છે. તેની નીતિરીતિથી અન્યાય-જુલમ ઘણા અટકે છે. જો જૈનધર્મ જગમાં ન હોત, તો દુનિયામાં આજે છે, તેના કરતાં પણ ઘણો જ વધારે મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તતો હોત. તે એટલા પ્રમાણમાં નથી પ્રવર્તતો. તેનું કારણ-જગત્માં જૈનદર્શનનું અસ્તિત્વ છે. તેનાં તત્ત્વજ્ઞાન અને જીવન-આચરણ અજોડ સાબિત થઈ ચૂકયાં છે. એટલે જ્યાં સુધી જૈન મુનિઓ પોતાની ધાર્મિક ક્રિયાઓમાં આસકત છે, અને તેનાં ઉદ્યાપનો, જાહેરાતો, જાહેર ઉત્સવો વગેરે થાય છે, તેની અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org