________________
૧૮૮
પંચ પ્રતિક્રમણસૂત્રો
અનર્થ દંડ છે. તથા “સવારમાં કે રાતમાં કે વહેલા ઊઠીને ખડખડાટ ભડભડાટ કરવો, ઊંચે અવાજે બોલવું, ગાવું, વગેરેથી ગરોળીઓ વગેરે દુષ્ટ છવો જાગીને જંતુઓ મારવાનું કામ શરૂ કરી દે છે, તથા પાણી ભરનારીઓ, વેપારીઓ, ખેડૂતો, દળનાર, ચાકડો ફેરવનાર, ધોબી, લુહાર, સુતાર, મચ્છીમાર, જાળ નાંખનારા, વાઘરી, ખૂની, ચોર, પરસ્ત્રી લંપટ, ધાડપાડુ, બૉઇલર સળગાવનારા, કોલસા પાડનારા, નિંભાડા સળગાવનારા, વગેરે લોકો પરંપરાએ કે સીધી રીતે હિંસક અને સાવદ્ય આરંભ સમારંભાદિમાં પ્રવૃત્ત થાય છે. અને તેને આપણે નિમિત્ત થતા હોવાથી, અનર્થ દંડ લાગે છે. “ધાર્મિક પુરુષો જાગતા સારા અને અધાર્મિક ઊંઘતા સારા” આવા ભાવાર્થના પ્રશ્નોત્તરો શ્રી ભગવતી સૂત્રમાં છે.
રૂ૫ : સ્ત્રી, નાટક જેવાં, બીજાની પાસે વર્ણવવાં, પોતાના રૂપનો ફાંકો રાખવો, રૂપ વધે તેવા મમત્વ બુદ્ધિથી પ્રયત્નો કરવા તે સર્વ અનર્થ દંડ રૂપ છે.
રસ : છ પ્રકારના રસમાં વૃદ્ધિ રાખવી, બીજાને આસક્તિ થાય તેવું જમણ બાબત મીઠું મરચું ભભરાવીને વર્ણન કરવું વગેરે રસ નિમિત્તક અનર્થદંડ છે. તે જ પ્રમાણે ગંધ, સ્પર્શ, વસ્ત્ર, આસન, દાગીના, ઘર, ઢોર, વગેરે સંબંધી અધિક વર્ણન કરવું, તે બાબત પોરસાવું વગેરે અનર્થ દંડ છે.
એ પ્રકારે પાંચ વિષયોને લગતા અનર્થ દંડથી અટકવું અને તે જ પ્રમાણે કામશાસ્ત્રમાં આસકિતથી વૃષ્ય, વાજીકરણ અને કૃત્રિમ દ્રવ્યોના પ્રયોગો, જુગટું, મદિરાપાનોત્સવ, જળક્રીડા, જંગલમાં હીંડોળા ઉત્સવ, પાડા-સાંઢ-બોકડા-ઘેટા-મલ્લો વગેરેને લડાવવાના ખેલ કરવા, કરાવવા, જોવા. શત્રુના પુત્રાદિક સાથે વેર રાખવું. ભક્ત એટલે ખાવાપીવાની બાબતની વાતચીત-ચર્ચા તે ભકતકથા, સ્ત્રીને લગતી ચર્ચા-કથા તે સ્ત્રીકથા. દેશકથા, રાજસ્થા કરવી, ઊંધ્યા કરવું, આળસું થઈને બેસી રહેવું, વિલાસમાં રચ્યાપચ્યા રહેવું, ઠઠ્ઠામશ્કરીમાં વખત ગાળવો, ઘૂંકવું, ઘણું ઊંઘવું, કજિયા કરવા, વાતવાતમાં લડી ઊઠવું, ખરાબ ખરાબ વાતો કરવી, અપશબ્દો બોલવા, જિનેશ્વર પ્રભુના મંદિરમાં ચાર પ્રકારના આહાર કરવા, દહેરા કે ઉપાશ્રયની આશાતનાઓ થાય તેમ વર્તન રાખવું, આળસથી ઘી-તેલ-ગોળ-દૂધ વગેરેનાં વાસણો ઢાંકવા નહીં, તે ઉઘાડા રાખવાં. [એક જૈન ગૃહસ્થને ઘેર તમામ ચીજ ઢાંકેલી જોવામાં આવી હતી. જમતી વખતે પાણીના લોટા, પીરસવાની ચીજો જેવી કે-અથાણાં વગેરેની વાટકીઓ, ઘીની નાની કળશી વગેરે તો ઢાંકેલા હોય જ. પરંતુ-દિશા-જંગલ જવાના પાણીના વાસણ ઉપર પણ એવી રીતે ઢાંકણાં કરાવેલાં જોવામાં આવ્યાં હતાં, કે જેનાં ઢાંકણાં સાથે જ જોડાયેલા રહે અને અનાયાસે ઢંકાય.] ચાલવાનો રસ્તો હોવા છતાં લીલી વનસ્પતિ ઉપર ચાલવું કે નાહવું, જોયા તપાસ્યા વિના કોઈ સ્થાનમાં હાથ કે પગ ઘાલવા, બીજું સ્થાન છતાં સચિત્ત ઉપર બેસવું, ઊભા રહેવું, તેનાં પર વસ્ત્ર વગેરે વસ્તુઓ મૂકવી, લીલ , કુંથુવા વગેરે જીવોથી વ્યાપ્ત જમીન ઉપર પેસાબ કે મળનો ત્યાગ કરવો, યતના વિના કમાડ તથા આગળિયા વાસવા, ઉઘાડવા, ધમધમ ચાલવું ને દાદર ચડવો, નાક-કાન-મોઢામાં આંગળા વિના કારણ ઘાલવા, મોં મરડવું, અંગૂઠા ધાવવા, પાંદડા-ફલ-ફૂલ વગેરે નકામા તોડવા. માટી-ખડી-રમચી વગેરેને નકામી ચૂંથવી, અગ્નિ સળગાવવા,
જ્યાં ત્યાં ભડકા કરવા, બળદ વગેરેને ઘા મારવા, શસ્ત્રોનો વેપાર કરવો, નિપુર તથા મર્મવાક્ય બોલવું, નિંદા કરવી, રાત્રે અને દિવસે-અયતનાથી-નાહવું, વાળ ઓળવા, માથું ગૂંથવું, રાંધવું, ખાંડવું, દળવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org