________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
ખોદવું, માટી ખૂંદવી, ગાર નાંખવી, વાસી ગાર રાખવી, લીંપણ કરવું, કપડાં ધોવાં, મકાન વાળવું, પાણી ગળવું વગેરે, પ્રમાદાચરણ છે, અને તે અનર્થ દંડ રૃપ છે, જીવન વ્યવસ્થાની ખામીઓ છે. પ્રમાદો-ભૂલો-બેકાળજી, અસાવચેતી-આળસ વગેરે તત્ત્વો હોય તો જ ઉપરની ભૂલો થવા સંભવ છે. તેનું પરિણામ દંડ રૂપે ભોગવવું પડે છે. [જે જે ગુના કરાય તેનો રાજ્યસત્તાથી દંડ ભોગવવો પડે છે. પરંતુ કેટલીક ભૂલો એવી હોય છે કે જેમાં રાજ્યસત્તાના દંડથી બચી જવાય છે. તેમજ લોકોની જાણ બહાર પણ માણસો ઘણા છૂપા ગુના કરતા હોય છે. તેનો દંડ તેને એક યા બીજા રૂપે આ જન્મમાં ભોગવવો પડે છે, અને છતાં બાકી રહે, તો તે ભોગવ્યા વિના છૂટકો નથી થતો, જન્માન્તરમાં ભોગવવો પડે છે. આ રીતે પણ જન્માન્તર સાબિત થાય છે.] નાકનું લીંટ બળખો વગેરે નાંખ્યા પછી તેના પર ધૂળ ન નાંખવાથી મુહૂર્ત પછી તેમાં સમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે. તેની તથા તેમાં માંખીઓ વગેરે ત્રસ જીવો બેસે, તે ચોંટીને મરી જાય, તેની વિરાધના થાય છે. ગર્ભજ મનુષ્યોનાં મળ, મૂત્ર, શ્લેષ્મ, નાકની લીંટ, ઊલટી, પિત્ત, વીર્ય, લોહી, વીર્ય, પુદ્ગલોના પરિસાટ-સડો, મડદાં, સ્ત્રી-પુરુષના મૈથુન સંયોગ, શહેરની ગટરો, ગામની ગટરો, અને તેવા બીજા મનુષ્યો સાથે સંબંધ ધરાવતા સર્વ અશુચિ સ્થાનોમાં અપર્યાપ્તા અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા શરીરવાળા સમૂર્છિત પંચેદ્રિય મનુષ્યો ઉત્પન્ન થાય છે. માટે જેમ બને તેમ તે જીવોની વિરાધના ન થાય એવો ખ્યાલ ખાસ રાખવો જોઈએ. આવી વિરાધના પણ અનર્થ દંડ રૂપ સ્પષ્ટ છે.
૧૮૯
અધિકરણ રૂપ : શસ્ત્રાદિનો તથા મળ મૂત્રાદિનો, ત્યાગકાળે ત્યાગ ન કરવો, તે પણ પ્રમાદાચરણ છે. જે વાંસ વગેરે વનસ્પતિકાય જીવોના શરીરમાંથી ધનુષ્ય વગેરે બન્યા હોય છે, તે જીવોને પણ એ શસ્ત્રોથીયે અહિંસા દોષ લાગે છે. જે ગૃહસ્થે પોતાને નિમિત્તે એ શસ્ત્રો બનાવરાવ્યાં હોય કે કોઈની પાસેથી મેળવ્યાં હોય છે, તેને પણ તે શસ્રો જ્યાં સુધી ન વોસિરાવે-તજે ત્યાં સુધી તેની ક્રિયા-હિંસા લાગે છે. અર્થાત્ ધનુષ્ય આદિના જીવોને વિરતિ પરિણામનો અભાવ હોવાથી તેના શરીરના બનેલા ધનુષ્ય આદિની પણ ક્રિયા તે જીવો જ્યાં હોય ત્યાં ભવાન્તરમાં પણ તેને તેને લાગે છે અને ધનુષ્યનો ઉપયોગ કરનાર પુરુષને પણ લાગે છે. સિદ્ધના જીવોને તજેલા શરીરાદિકની ક્રિયાથી પાપ નથી લાગતું, કારણ કે તેઓને અવિરતિ પરિણામ નથી પણ મહાવિરતિ પરિણામ હોય છે, એટલે કર્મબંધનનો જ અભાવ છે. પરંતુ જે જીવોના શરીરમાંથી માત્ર મુહપત્તિ વગેરે ધર્મોપકરણ બનાવવામાં આવે છે, તેનું પુણ્ય જો કે તે જીવોને મળતું નથી. કેમકે, તે જીવોના તેવા વિરતિના પરિણામ નથી હોતા. માટે તેનાં પુણ્યનો લાભ તેને મળતો નથી. છતાં બીજાં તેવા પ્રકારનાં જંતુઓ કરતાં તે માત્ર મુહપત્તિ વગેરે ધર્મોપકરણ તરીકે વપરાતા શરીરના માલિક જીવોનું સહજ અલ્પ પાપ હોય છે કે સહજ વધારે પુણ્ય તો હોય છે જેથી કરીને તેઓનાં શરીરો ધર્મોપકરણ તરીકે, પ્રભુના પ્રતિમા તરીકે, બનવા પામે છે. છતાં અવિરતિ પરિણામ હોવાથી તેના ઉપયોગથી તેઓને નવો પુણ્યબંધ થતો નથી. માટે પૂર્વભવનાં અનંત શરીરોથી બનેલા અધિકરણોથી-તેઓનો ત્યાગ ન કર્યો હોય, તો ભવાન્તરમાં પણ કર્મ બંધાય છે, માટે તેનો ત્યાગ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org