________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૮૭
છે. કદાચ કોઈ વસ્તુ આપવી પડે તો પાછી લેતા નથી, એમને એમ વાપરવા દે છે. આ જેમ ગુણ છે, તે પ્રમાણે લાયક સાધર્મિક પાડોશી સાથે સ્નેહસંબંધ ખાતર પ્રસંગે બહારથી આવેલી કે ઘેર કરેલી વિશિષ્ટ વસ્તુઓની આપલે ગૃહસ્થનું ભૂષણ પણ છે. માટે પ્રસંગ જોઈને દરેક સંજોગોમાં વિવેકથી વર્તવું. ખાસ અનુકંપાના પ્રસંગમાં કોઈ ચીજ આપવી પડે, તો યોગ્ય વિચારપૂર્વક આપી શકાય. પરંતુ વ્યાવહારિક જીવનની જવાબદારી સમજનારને ન આપવામાં વ્યવહારથી પણ સામાન્ય રીતે વાંધો નથી.
મંત્રો : વશીકરણાદિક. મૂળ તે નાગદમની, તથા તાવ વગેરેને શમાવનાર મૂળ, અથવા ગર્ભ શાસન-પાતન કર્મ.
ઔષધ : ઉચ્ચાટનાદિ માટે જુદી જુદી વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન કરેલું દ્રવ્ય. આ દરેકમાં હિંસાદિક્નો સંભવ છે. માટે તેમાં જૈન ગૃહસ્થ ન પડવું જોઈએ.
સ્નાન : તેલ ચોળીને નાહવું તથા સામાન્ય રીતે નાહવું. ત્રસ જીવોથી આકુલ ભૂમિ ન હોય તેના ઉપર, સંપાતિમ જીવોની હિંસા ન થાય તેવી રીતે, યોગ્ય કાળે, સારી રીતે ગળેલા પાણીથી, જિન પૂજાદિક ઉત્તમ ઉદ્દેશથી, યતનાપૂર્વક સ્નાન કરવું જોઈએ. ભોજન પછી કે રાત્રે કે એવા કોઈ પ્રસંગે કરવામાં આવેલું સ્નાન અજીર્ણ તથા બીજા રોગાદિકનું પણ કારણ થાય છે.
ઉદ્વર્તન : પીઠી, ઈત્યાદિ શરીરે ચોળવાની વસ્તુમાં ત્રસ જીવો મિશ્રિત ચૂર્ણ નાંખવામાં આવ્યું હોય, તથા તેનો ઉપયોગ થઈ રહ્યું રાખમાં તેને ભેળવી ન દીધેલ હોય, તો કીડીઓ ચડી ગયેલ હોય ને કૂતરા વગેરે તે ખાય, અથવા પગથી ચંપાય, તેથી જીવ વિરાધના થાય. તથા આવી અતિ ટાપટીપો અયોગ્ય શોખને લાયક હોવાને લીધે પણ નિરર્થક હોવાથી અનર્થદંડ રૂપ છે.
વર્ણક : કસ્તૂરી વગેરેથી ચિત્ર-વિચિત્ર વેલડીઓ કે બીજાં ચિત્રો કાઢીને સ્ત્રીઓના ગાલ વગેરે રંગવાનો આગળના વખતમાં રિવાજ હતો, તેમજ દાંત રંગવાનો રિવાજ તો હાલ પણ જોવામાં આવે છે, તે જ રીતે મેંદી, અળતો મૂકીને હાથ, પગ, તથા તેના નખ રંગવામાં આવે છે, તથા વાળ રંગવાના કલપ વગેરે, તે બધું એકંદર વધારે પડતી નકામી ટાપટીપ છે, ને તે ચાલુ જીવનમાં ખાસ અનિવાર્ય ઉપયોગી વસ્તુઓ નથી. વળી સ્નો વગેરેથી મોજશોખ અને રૂપાળા દેખાવાની ટાપટીપ મોહરૂપ છે અને તેથી તે પણ અનર્થદંડ રૂપ છે.
વિલેપન : ચંદન, કેસર વગેરે વગેરે શરીર વિલેપન કરવાનાં દ્રવ્યો વિલેપન કહેવાય છે. તે ઉઘાડા રહી જાય, કે તેમાં સંપાતિમ છવો પડી તેની હિંસા થાય વગેરે કારણે અનર્થદંડ લાગે છે. તેમજ રોગાદિ કારણ વિના માત્ર મોજશોખની દષ્ટિથી મોહ રૂપ હોવાથી પણ અનર્થદંડ છે.
શબ્દ : વીણા, વાંસળી વગેરેના શબ્દો કુતૂહલ બુદ્ધિથી સાંભળવામાં લીન થવું, મધુરભાષી ત્યાદિકના શબ્દો સાંભળવામાં ઉત્સુકતા ધારણ કરવી, રાત્રે ઉચ્ચ અવાજે બોલવું, ગાવું, અપ્રિય શબ્દો બોલવા, ગાળો બોલવી, મશ્કરી ઠઠાના શબ્દો બોલવા, દ્વિઅર્થી શૃંગારિક શબ્દો બોલવા, માર્મિક શબ્દો બોલવા, નકામી ચીસો પાડવી, વિના કારણ કોલાહલ કરવો. એ સર્વ શબ્દ સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org