________________
૧૮૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
નાહવું, ઉદ્વર્તન ચળવું, વાર્થક કરવા, વિલેપન કરવું, શબ્દ, રૂપ, રસ, ગંધ, વસ્ત્ર, આસન, દાગીના [વગેરેને લગતી આસક્તિ તથા આરંભાદિકJથી લાગેલા દિવસ સંબંધી સર્વ દોષોનું પ્રતિક્રમણ કરું છું. ૨૫.
વિશેષાર્થ:- મુસલ વગેરેના ઉપલક્ષણથી ખાંડણિયા, વાટવાના પથ્થર, હળ વગેરે સમજવાના છે. યંત્રથી ગાડાં, ઘંટી વગેરે સમજવાના છે. તૃણથી દોરડાદિ બનાવવાના મૂંજ, દાભડો વગેરે સમજવા, અથવા ગૂમડાંના કરમિયાને મારી નાંખે એવી જાતનાં ઘાસો વગેરે સમજવા. કાક એટલે લાકડાં અથવા અરઘટ્ટ, લાકડીઓ વગેરે કાષ્ટની બનાવેલી ચીજો સમજવી.
આવી વસ્તુઓ ગૃહસ્થને પોતાના ધંધા તથા ઘરકામના ઉપયોગ માટે રાખવી તો પડે, એ અનિવાર્ય છે, પણ બીજાને વાપરવા આપવાથી તેને લગતી ક્રિયા-હિંસા વધારાની પોતાને લાગે છે. અને તે ભાંગી તૂટી જાય, તો ફરીથી કરાવવા પડે છે, તેમાં પણ ક્રિયા લાગે છે. - “આ રીતે-શ્રાવકની ચીજ બીજાના કામમાં ન આવે, એમાં તો ઘણી જ અનુદારતા દેખાય છે. એક બીજાની ચીજ એક બીજાને કામમાં ન આવે, તો પાડોશી ધર્મ કે સંબંધો કેમ જળવાય? અને પોતાને જરૂર પડે ત્યારે બીજા પણ કેમ આપે? આમાં જૈનો સ્વાર્થી અને એકલપેટા ગણાય.”
આ શંકા ઘણાને થાય છે, અને અન્ય દર્શનીઓને તો ખાસ થાય છે. પરંતુ આનો આશય એ છે કે, દરેકે પોતપોતાને ઉપયોગી વસ્તુઓ માટે સ્વાશ્રયી રહેવું જોઈએ. બીજા પાસે માંગવા જવું એ ગૃહસ્થને અણછાજતું છે, હલકાઈ છે, અસાવધતા છે. વળી માંગેલી વસ્તુથી કાયમ કામ શી રીતે નભી શકે ? પ્રજાની આર્થિક નિયમિતતાની દૃષ્ટિથી પણ સૌને પોતપોતાની ચીજ હોવી જોઈએ. નહીંતર વિષમતા અને અવ્યવસ્થા પ્રવર્તે. માત્ર ધર્મકાર્યના પ્રસંગમાં પણ અનિવાર્ય સંજોગોમાં જ ચીજ માંગવી જોઈએ. તે પણ, કાર્યનો લાભાલાભ જોઈને આપવામાં વાંધો નહિ. સાંસારિક કાર્યમાં ચીજ ન આપવાથી-“ખોટું લાગે કે તે કામ બગડે” એવી ચિંતાનું વ્રતધારીને કારણ નહિ. કેમકે, માંગનારને પોતાને માટે ચીજો વસાવવાની ફરજ પડે, નહીંતર બેદરકારી વધે. વિવેકી પુરુષો તો ધાર્મિક કાર્યની પણ ચીજો યાત્રાએ જવાના તંબુ વગેરે પોતાના થકી ઘરમાં વસાવી રાખે છે, અને અવસરે ઉપયોગ કરે છે. આમાં ખર્ચના પ્રશ્ન કરતાં વિવેકનો ખાસ હેતુ સમાયેલો છે. ધનવાન છતાં વિવેક ન હોય તો ચીજો વસાવી શકે નહીં, ને અવિવેક ગણાય. અનિવાર્ય સંજોગોમાં કોઈ પાડોશીને કોઈ પણ વખતે અનિવાર્ય પ્રસંગમાં કોઈ ચીજ આપવી પડે, તેમાં પણ “યતના' તો હોવી જ જોઈએ. કેટલાક ગૃહસ્થો તો આટો, દાળ કે એવી ચીજો વગેરે પણ બીજાને આપતા નથી, તેમજ ઊછીના લેવા દેવાનો રિવાજ રાખતા નથી. કારણ કે, પાડોશીઓને વારંવાર આપવા લેવાથી કાર્યમાં વ્યાઘાત થાય, આપણા ઘરવાળાને પણ ચીજો મંગાવવામાં બેદરકારી થાય. વારંવાર ચીજો લેવા દેવા માટે જવા આવવાનું થાય, તેથી જે યોગ્ય માણસો ન હોય તો, ઘરની કેટલીક વાતો બહાર ફૂટ, ઘરના માણસોને પરિચય વધવાથી એ સંસર્ગજન્ય કોઈ કોઈ દુર્ગુણ આવી જાય, તેમજ ચીજો શુદ્ધ, અશુદ્ધ હોય તો સ્વચ્છતાની દષ્ટિથી પણ શંકા રહ્યા કરે. તેથી એવો પરિચય ન કરવામાં ગૃહસ્થાઈ સમજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org