________________
૧૮૪
પંચ પ્રતિકમાગસૂત્રો
ગણાય છે. એટલે કે તેની ઉત્કૃષ્ટ દેશવિરતિ પણ લગભગ સર્વ વિરતિ સુધીની ઠેઠ ભૂમિકા સુધી સંભવી શકે છે.] અર્થની સાધના દેશ વિરતિ ધર્મને અનુલક્ષીને સાધવાની હોય છે, અને કામ[છ ઈદ્રિયોના વિષયોપભોગની સાધના પણ એ જાતના ધર્મ-અર્થને અનુલક્ષીને હોય છે. અર્થાત, એ ત્રણેયની સાધના જે રીતે નકકી કરવામાં આવી છે, તે રીતે અનર્થ દંડ નથી ગણાતો. પણ તેથી વિપરીત વર્તવાથી અનર્થ દંડ લાગે છે, તે શારીરિક, માનસિક, વાચિક, નુકસાન અવશ્ય કરે છે, અને તેની અસર જીવનના સર્વ ભાગો ઉપર થાય છે.
અયોગ્ય રીતે કામની સેવા પણ યોગ્ય રીતે સાધવાના અર્થમાં વિઘ્ન કરે છે. અયોગ્ય રીતે સાધેલો અર્થ પણ અનર્થ દંડ રૂપ થાય છે, અને જીવનની અવ્યવસ્થા વધારે છે. તે જ પ્રમાણે વિષમ કામ અને વિષમ અર્થ, ધર્મસાધનામાં વિષમતા ઉત્પન્ન કરે છે, એટલે તેથી મોક્ષ પુરુષાર્થ હણાય છે. માટે એ બધા અનર્થ દંડ છે.
હાલમાં પૂર્વના પુરુષો કરતાં આપણું જીવન વધારે અવ્યવસ્થિત થતું ગયું છે. અર્થાત્ પૂર્વકાળ કરતાં પ્રજાજીવનમાં એકંદર અનર્થ દંડની માત્રા વધારે હતી અને છે, છતાં પ્રજાના મોટા ભાગનું અને પ્રજાના જાહેર જીવનનું એકંદર ધોરણ અનર્થદંડ ઉપર અંકુશ રાખનારું હતું. ત્યારે હાલમાં છેલ્લા કેટલાએક દશકાઓથી પરદેશીઓના સ્વાર્થની બાજીમાં ફસેલા આ દેશના ઘણા લોકો તરફથી આ દેશમાં અનર્થ દંડનો પ્રચાર કરવામાં આવે છે. પ્રજામાં એ તત્ત્વ વધતું જાય છે. અનિવાર્ય સંજોગોમાં વધે તો તેના ઉપર શિષ્ટ પુરુષોનો અંકુશ રહેતો આવવો જોઈએ, તેને બદલે શિષ્ટ તરીકે માત્ર ગણાતા એ વર્ગ તરફથી તેના ઉપર અંકુશ રાખવાને બદલે તેમાં જીવનનો ઉલ્લાસ, આનંદ, પ્રજાની પ્રગતિ વગેરે લાલચો બતાવીને પ્રજાને તે તરફ વિશેષ ઉત્તેજવામાં આવે છે. પછી અંકુશની તો વાત શી ? પરંતુ અનર્થ દંડો પરિણામે અનર્થ પરંપરા વધારે તેમાં આશ્ચર્ય શું? નાટકો, સિનેમા, હોટેલોની સંખ્યાની વૃદ્ધિ તેનો ખાસ પુરાવો છે. પ્રજા આવા પ્રસંગોમાં ફસી વિલાસી બને છે. ધંધા, વ્યાપાર, કળા, કૌશલ્ય, સાહસ, ઉચ્ચ જીવન, વગેરે આર્યતાને છાજે તેવાં પ્રજાકીય કર્તવ્યોની જવાબદારીમાંથી ખસતી જાય છે, પછી પરદેશીઓ એ કર્તવ્યો બજાવી આપે છે, અને તેના આશ્રિત થવું પડે છે, પરિણામે ગુલામી વધે છે.
સારાંશ કે : અનર્થ દંડ વિરમણમાં પ્રજાને નુકસાન નથી, પણ ફાયદો જ થાય છે. અનર્થ દંડથી વિરતિ, એ જીવનની સ્વાભાવિક સ્થિતિ છે. અસ્વાભાવિક રીતે વેડફાતા જીવનમાંથી ભાવિ માટે શક્તિઓનો બચાવ કરનાર છે, સામાન્ય સભ્યતાની દષ્ટિથી પણ અનર્થ દંડથી વિરમણ શ્રાવકોને જ ઉપયોગી છે, એમ નહીં, પણ પ્રજા સમસ્તને ઉપયોગી છે. એમ સૂક્ષ્મ વિચાર કરતાં જણાશે.
અપધ્યાન : ખરાબ વિચારો આર્ત-રૌદ્ર ધ્યાન, પાપોપદેશ-મિથ્થોપદેશ, હિંસપ્રદાન, પ્રમાદાચરણ, એ ચાર પ્રકાર અનર્થ દંડનાં પ્રયોજક કારણો હોય છે.
આર્તધ્યાન ચાર પ્રકારે છે : ૧. અનિષ્ટના વિયોગની અત્યન્ત ચિંતા. ૨. રોગાદિક વેદના દૂર થવાની ચિંતા. ૩. ઈષ્ટ સંયોગની ચિંતા. ૪. દિવ્ય ભોગાદિક અપ્રાપ્ય વસ્તુઓ મેળવવા માટેના નિયાણાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org