________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૧૮૩
તમારી આ વાત ઉપરથી વિચાર કરનારને કેટલેક અંશે જરૂર સાચી લાગે. પરંતુ જીવન-તત્વોના વાસ્તવિક વિચાર કરનારને સાચી લાગે તેમ નથી. આ વ્રતો યુદ્ધતા તથા નકામી વેડફાતી શક્તિઓમાંથી બચાવી માણસને તાલીમ આપવા પૂર્વક ઉચ્ચ જીવનની દિશા તરફ લઈ જાય છે, અને મન, વચન, કાયાની શક્તિનો મહાન સદુપયોગ શીખવે છે, ઉચ્ચ જીવન પર જવાની અશકિતવાળાઓને સહેલી અને ભળતી વસ્તુઓ એકદમ રુચે છે, અને તેમાં તેમને જીવનનો આનંદ આવે છે, તેઓ તથા ઉચ્ચ જીવનવાળાઓની કે જેઓ શુદ્ધ આનંદ લૂંટતા નથી હોતા, તેઓની દયા ખાય છે. અને ઉચ્ચ જીવનવાળા શુદ્ર જીવનવાળાઓની દયા ખાય છે. દુનિયામાં ઉચ્ચ જીવનને અપ્રાપ્ત પુરુષો અને પ્રાપ્ત પુરુષો વચ્ચે આ જાતનો વિવાદ કાયમ રહેવાનો જ. કારણ કે, અપ્રાપ્ત પુરષોને ઉચ્ચ જીવનના આનંદથી માહિતી જ નથી હોતી. ઉચ્ચ જીવવાળાને યુદ્ધ જીવન ગમવાનું જ નહીં, તેથી તે બન્નેય સહજ મતભેદ કામ રહેવાનો જ. સભ્ય ગણાતા માણસો પણ બીજી ઘણી બાબતોમાં વિના કારણ અસંયમી હોય છે. મુદ્ર માણસો વાતવાતમાં હસ્યા કરતા હોય છે, વારંવાર રાગડા તાણીને ગાયન ગાતા હોય છે; વગર કારણે શારીરિક ચેષ્ટાઓ કર્યા કરતા હોય છે. મનમાં તરંગો અને શેખચલ્લીના વિચારો કાયમ કરતા હોય છે. હસવું એ નવ રસમાંનો એક રસ છે. નવેય રસની જીવનોલ્લાસમાં કોઈ ને કોઈ અપેક્ષાએ આંશિક જરૂરિયાત હોય છે. તેમજ તેનો દુરુપયોગ થાય તો જીવનને રદ પણ એટલા જ જોરથી નવ રસો કરે છે. માણસ હસે, ગાય, પરંતુ વારંવાર તેમ કરવાથી મન, વચન તથા શરીરમાં રહેલા તે તે રસને લાયકની સામગ્રીનાં તત્ત્વોનો ક્ષય થઈ જાય છે, તે તત્ત્વોનો પરમ આનંદ લૂંટાઈ જાય છે. પરંતુ બરાબર ખરેખરી રસવૃત્તિ જ્યારે જાગે ત્યારે તે પ્રમાણે કરવાથી તેનો પરમ આનંદ પ્રાપ્ત કરી શકાય છે. ભૂખ વિના ખા ખા કરવાથી જેમ આહારનો સ્વાદ કાયમ માટે ઘણા માણસો ગુમાવી બેસે છે, તેમ મુદ્ર જીવોને જેમાં તેમાં ક્ષણિક આનંદ પડતો હોવાથી તુરત તુરત હસી નાંખે છે, ગાયન ગાયા કરે છે. પણ તે તે રસના ખાસ આનંદથી અજ્ઞાત રહે છે. ત્યારે ગંભીર માણસો તેવી રીતે તે શકિતઓને વેડફી ન નાંખતાં કોઈ પરમ મહોત્સવ પ્રસંગે, કોઈ મહાન કાર્યની સિદ્ધિ પ્રસંગે, પોતાનો હર્ષ વ્યકત કરે છે, અને તેના આનંદથી પરિચિત થાય છે. મહાપુરુષોના ગુણોથી હૃદય આવર્જિત થઈને જ્યારે મુખમાંથી સંગીત રૂપે ગુણગાન, ઉલ્લસિત મનોભાવ અને અંગેઅંગ હર્ષ નૃત્યતી નાચી ઊઠે છે, ત્યારે અપૂર્વ આહલાદ રેલાય છે. સંગીત તથા નૃત્ય-કલાનો આ પરમ સદુપયોગ છે. અનર્થ દંડના વિરમણનું વ્રત આપીને શાસ્ત્રકારો હર્ષ કરવાનો, સંગીતનો, નૃત્યનો નિષેધ કરતા નથી. પણ ઉચ્ચ જીવનવાળા માટે શુદ્ધ હાસ્ય, આજીવિકા માટે કે માત્ર ક્ષઢ આનંદ માટે કે વારંવાર સંગીતના તથા નૃત્યોનો નિષેધ કરે છે. કેમકે, તેમાં કળાનો વિકાસ નથી, સદુપયોગ પણ નથી.
સારાંશ કે, અનર્થ દંડથી વિરમવું એ જીવનની સ્વાભાવિકતા છે.
અનર્થ દંડમાં પ્રવૃત્તિ એ જીવનની વિકૃતિ છે. મુનિરાજને મોક્ષને અનુલક્ષીને સર્વ પ્રકારે ધર્મ સાધવાનો હોય છે. ગૃહસ્થોને પણ મોક્ષને અનુલક્ષીને દેશથી ધર્મ સાધવાનો હોય છે. દિશથી એટલે અલ્પમાં અલ્પ ત્યાગથી માંડીને કંઈક ન્યૂન સર્વ ત્યાગ સુધીની તમામ ભૂમિકાઓ દેશથી ધર્મસાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org