________________
૧૮૨
પંચ પ્રતિકમણસૂત્રો
અર્થ એટલે સ્વ, કુટુંબ, કુટુંબની પ્રતિષ્ઠા, આજીવિકા, સ્થાવર જંગમ મિલકત, શાખ, પોષ્ય વર્ગ, જ્ઞાતિ, વગેરે તરફની વ્યાપક ફરજો-કર્તવ્યો વગેરેને લગતા પ્રયોજનને ઉદ્દેશીને ગૃહસ્થને નછૂટકે જે કંઈ આચરણ કરવું પડે, તે અર્થ : પરંતુ એવા પ્રયોજન વિના જે નકામું આચરણ કરવું, તેને માટે મન, વચન, કાયાની અમર્યાદિત પ્રવૃત્તિ કરવી તે વગેરે; અથવા ભોગપભોગ ગૃહસ્થના અર્થ છે, તે સિવાયના સર્વ અનર્થ છે માટે જ દંડરૂપ છે, એટલે જ અનર્થદંડ અથવા ધર્મ, અર્થ, અને કામ એ ત્રણ અર્થ ગણાય છે. ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ, અર્થશાસ્ત્રથી વિરુદ્ધ, કામશાસ્ત્રથી વિરુદ્ધ પ્રવૃત્તિ તે અધર્મ, અનર્થ, અને અકામ કહેવાય છે. માટે અધર્મ, અર્થ, અને અકામ, એ ત્રણેય અનર્થ છે.
[ધર્મ ખાતર અર્થ, કે કામનો વિરોધ, અર્થ ખાતર કામનો વિરોધ, અનર્થ, અકામ નથી. કેમ કે પર કરતાં પૂર્વ પૂર્વ પુરુષાર્થ શ્રેષ્ઠ છે.] અનર્થથી ઉત્પન્ન થતા નુકસાન વેઠવા તે અનર્થ દંડ છે. ત્રણેયનાં શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે યુક્તિયુક્ત રીતે વર્તવાથી અને તેમાં જ ઠરાવેલા ધોરણ પ્રમાણે ધર્મને પ્રધાન સ્થાન, અર્થને બીજું સ્થાન અને કામને ત્રીજું સ્થાન આપવાથી એ ત્રણેય અર્થ બરાબર સચવાય છે. તે તે શાસ્ત્ર પ્રમાણે ન વર્તવાથી તેમજ વિષમ સ્થાન આપવાથી :- કામને પહેલું કે અર્થને પહેલું સ્થાન આપવાથી, કામને કે ધર્મને બીજું સ્થાન આપવાથી, ધર્મ કે અર્થને ત્રીજું સ્થાન આપવાથી, અનર્થ થાય છે. અને તેથી શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, પ્રજાકીય, આધ્યાત્મિક, રાષ્ટ્રીય એમ અનેક બાજુનાં નુકસાનો અવશ્ય થાય છે, પુણ્યનો-અનુકૂળ સામગ્રીનો અને તેનાં કારણોનો ઘટાડો થાય છે. પાપનો-પ્રતિકૂળ સામગ્રીનો–સંજોગોનો અને તેનાં કારણોનો સંચય થાય છે, અને આ ભવ તથા પરભવ બનેય બગડે છે. માટે અનર્થ દંડ કર્મબંધનું કારણ છે. અનર્થથી કર્મબંધ રૂપ દંડ થાય છે, માટે અનર્થદંડથી વિરમવાનું વ્રત આવશ્યક છે. મહાવ્રત ધારી મુનિઓ સર્વ સંયમમાં રહીને સંપૂર્ણ અહિંસા જાળવીને તથા તપ કરીને આત્મસાધન કરી શકે છે, અને સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ આનંદી મન સાથે પૂરું કરે છે. તેઓ ધર્મમાં જ હોય છે એટલે અર્થમાં જ હોય છે. પરંતુ ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો અણુવ્રત સ્વીકારી અમુક હદ સુધીના સંયમમાં આવે છે, તેથી પણ વિશેષ સંયમ માટે ગુણવ્રત સ્વીકારે છે, ત્યારે તેમાંનું ભોગોપભોગ વ્રત સ્વીકારવાથી બિનજરૂરી ચીજો માટે ઘણો સંયમ તો આવી જાય છે, માત્ર જરૂર પૂરતી જ ચીજો છૂટી રહે છે. છતાં અમુક ઉપયોગને માટે તૈયાર કરેલી ચીજો બીજા ઉપયોગમાં અથવા પોતાને માટેની ચીજો બીજાના ઉપયોગમાં આપવાનું સહજ રીતે બને છે. માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિઓ પણ-બિનજરૂરી હાવું, લાંબા લાંબા તરંગી વિચાર કરવા, મશ્કરી કરવી વગેરે ચાલે છે. તેનાં સંયમ કોઈ વ્રતમાં સ્પષ્ટ આવતો નથી. તે સંયમ આ વ્રતથી રખાય છે. અહીં કોઈ એમ કહી શકશે કે-“આ પ્રમાણે વ્રતોમાં બહુ સૂક્ષ્મતા કરી નાંખવાથી ગૃહસ્થનું જીવન ચારેય તરફતી બીકણ, વહેમી, પાપની શંકાવાળું અને સંકુચિત થઈ જાય છે. આના કરતાં તો કેદખાનું સારું. આવાં વ્રતોથી ગૃહસ્થની આજુબાજુ માનસિક કેદખાનું ઊભું કરવામાં આવે છે, કે જે સ્કૂલ કેદખાના કરતાં સૂક્ષ્મ હોવાથી વધારે જકડનારું છે. તેથી તેનો માનસિક, વાચિક અને શારીરિક વિકાસ અટકી જાય છે. તેની અસર આયુષ્ય અને જીવનના બીજા વિભાગો ઉપર થતાં માણસો હતાશ અને ગુલામ જેવા બની જવા સંભવ છે.” ખ્રિસ્તીઓ આ પ્રકારે જૈન ધર્મની નિંદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org