________________
२०
પંચ પ્રતિક્રમણસૂત્રો
પડશે. એટલે મૌલિકતા શ્વેતાંબર મૂર્તિપૂજકની જ રહેશે. અથવા એ વર્ગ પાસે કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત છે જ નહીં. કોઈ વાત કે દલીલ મુદ્દાસરની નથી.
૩૭. આ ઉપરથી તે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની પરંપરા એ ખરી જૈન પરંપરાની જણાય છે. કેમ કે, જૈન સંઘની આ જાહેર પ્રવૃત્તિ ઉપર મૂળથી જ શ્વેતામ્બર આચાર્યો ભાર દેતા આવ્યા છે. યોગબિંદુ યોગદષ્ટિ સમુચ્ચય અને યોગશાસ્ત્ર જેવા યોગના ગ્રંથોમાં પણ તેનું પ્રાધાન્ય હોય છે તેમ જ પ્રાચીન આચાર્યોના પણ તે ઉપર ભાર દેનારાં અનેક વિધાનો, અનેક વિવેચનો, અનેક ગ્રંથો મળે છે. અને ઠેઠ પરંપરાથી તેઓ રોજ તે પ્રમાણે ક્રિયા કરતા આવે છે. તીર્થંકર પદ પામવા માટેનું તીર્થંકર નામ કર્મ બંધાવામાં પણ છ આવશ્યકો આદરપૂર્વક સાચવવાને કારણભૂત ગણેલા છે. આવશ્યઽરિજ્ઞા: તત્ત્વાર્થાધિગમસૂત્ર ૬. ૨૩]
૩૮. “અહીં એક પ્રશ્ન એ થાય છે કે, છ આવશ્યકની આવી ફૂલગૂંથણી છે, પરંતુ તેના માટે શાસ્ત્રનો આધાર જોઈએ. તે સિવાય તમારી વાત માની શકાશે નહીં''.
આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. બુદ્ધિ, અનુભવ, કલ્પના, શાસ્ત્રવાકયના પુરાવા તથા યુકિત અને મોટા પુરુષોની સમ્મતિ મળે ત્યારે જ વાત માનવા લાયક ગણાય છે. ગમે તે માણસ ગમે તે વાત કરે તે ખરી માની લેવી તે પણ એક જાતની નબળાઈ છે. માટે શાસ્ત્રના પુરાવા માગવા એ પણ ખાસ જરૂરી છે.
પરંતુ શાસ્ત્રના પુરાવાથી સાબિત કરવા જતાં પ્રસ્તાવના જ એક ગ્રંથ થઈ જાય છે. છતાં સુજ્ઞ વાચકોને એટલી વિજ્ઞપ્તિ આ સ્થળે કરવાની રહે છે કે, બનતાં સુધી કોઈ પણ વાત પુરાવા ધ્યાનમાં લીધા સિવાય લખવામાં નથી આવી અને ઉપપત્તિ આપવામાં પણ દુર્લક્ષ્ય રાખેલ નથી. પરંતુ તે દરેક આપવા જતાં બહુ જ વિસ્તાર થઈ જાય. છતાં કેટલીક ઉપપત્તિઓ અને પ્રમાણોની સૂચનાઓ કયાંક કયાંક તો આપી જ છે.
વળી આપણાં શાસ્ત્રોમાં કોઈ પણ વાત એક ઠેકાણેથી મળી શકશે નહીં. જુદા જુદા પ્રસંગે જુદી જુદી વાત કરી હોય છે, કોઈ હકીકત કયાંથી મળે, અને કોઈ કયાંથી મળે છે, પરંતુ આ દૃષ્ટિબિંદુથી શાસ્ત્રો વાંચવામાં આવેલાં હશે, તેને ઘણા પુરાવા મળી શકે તેમ છે.
૧) ઘણા પુરાવા તો વિધિઓમાં જ અને સૂત્રોમાં જ મળી શકે તેમ છે. તેઓનાં પદો અને તેની ગોઠવણીનો સહેજ વિચાર કરીએ કે તુરત જ તે બધું આપોઆપ સમજાવા માંડે છે.
૨) બીજું છયે આવશ્યક કયારે કયારે કરવાં ? તેને લગતી આવશ્યક નિર્યુક્તિમાં છયેય આવશ્યકોનું વિસ્તારથી વ્યાખ્યાન કરવામાં આવેલું છે. તે તે આવશ્યકોનાં જુદાં જુદાં નામો, જુદે જુદે વખતે કરવાના પ્રસંગો તથા અધિકારભેદ વગેરેની એટલી સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે કે, આ ગ્રંથમાં સૂચવવામાં આવેલી દિશા ઘણી રીતે તેમાં મળશે. કદાચ આમાં સ્ખલના પણ જોવામાં આવશે. છતાં આ દિશાએ વિચારણા કરવાની પહેલ કરવામાં આવેલ હોવાથી નિર્યુક્તિ સાથે બંધબેસતી વિચારણા કરવાનો પ્રસંગ આવશે. નિર્યુકિત આ બાબતમાં વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org