________________
ભૂમિકા
૯. એટલે કેટલીક સમાનતાથી બન્નેયનાં પ્રતિક્રમણો એક જ છે. અને કેટલાંક જુદાપણાથી જુદાં
પણ છે, પરંતુ - ૧૦. તેથી દશ પ્રતિક્રમણ થઈ શકતા નથી. કેમ કે, પ્રતિક્રમણ વિધિઓ તો કાળભેદે પાંચ જ
છે, તેમાં અધિકારી ભેદે અમુક અમુક સૂત્ર વધતાં ઓછા બોલવાનાં હોય છે. ૧૧. આથી સાત કે તેથી વધારે પણ પ્રતિક્રમણ થઈ શકતા નથી. કેમ કે, વ્યક્તિવાર પ્રસંગે
પ્રસંગના મિચ્છામિ દુકક પ્રતિક્રમણ હોય છે. તે ઇવરકથિકગણીએ તો સંખ્યાતીત પ્રતિક્રમણો થાય. આખા ભવનું અને ભવોભવનું ભાવથિક પ્રતિક્રમણ સામુદાયિક નિયત બની શકે નહિ, જો કે તે પણ માત્ર વ્યકિતગત જ રહી શકે.
માટે “સામુદાયિક કરવાના પાંચ જ પ્રતિક્રમણ” એમ જાહેર છ આવશ્યકમય ક્રિયાઓ તરીકે જાહેર છે. માટે આ જાતનાં પાંચ જ પ્રતિક્રમણ જૈન શાસનમાં સંભવે છે અને પાંચ જ
પ્રસિદ્ધ છે. પાંચ જ શાસ્ત્ર વિહિત છે. તે આ અપેક્ષાએ બરાબર છે. ૩૬. આ ઉપરથી આપણે એ પણ સમજી શકીએ છીએ કે પંચ પ્રતિક્રમણમાં વપરાતાં સૂત્રો જૈન શાસ્ત્રના સાર રૂપ છે. અને તે ક્રિયા જૈન શાસનના આધારસ્તંભ રૂપ છે.
દિગંબર-વિભાગમાં જૈનશાસ્ત્ર શૈલી અનુસાર આવશ્યકમય સામાયિક-પ્રતિક્રમણ અને તેની જાહેર પ્રવૃત્તિ ઉપર બહુ ભાર નથી આપેલો જોવામાં આવતો. તે આશ્ચર્ય લાગે છે. કેમ કે, જૈન દર્શનના આધાર સ્તંભભૂત આ ક્રિયાઓ ઉપર આટલું બધું દુર્લક્ષ્ય કેમ હશે ? શું તેઓના આચાર્યોના ધ્યાનમાં આ વસ્તુ નહીં આવી હોય ? અને એટલા જ માટે કાંઈક વેદાંતના અનુકરણ રૂપ કેટલીક વસ્તુઓ આધ્યાત્મિકપણા નીચે તેઓમાં પ્રવેશવા પામી હોય, તેમ સંભવિત લાગે છે [2]
અને આટલા જ માટે – શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જેવાને તેઓની આધ્યાત્મિકતાની જૈન બાહ્યતાનું ખંડન કરવાની જરૂર પડી જણાય છે.
વટવેર સ્વામીના મૂળાચાર (કરેમિ ભંતે !) સૂત્ર ઉપરનું નિર્યુક્તિની ગાથાઓવાળું વિવેચન છે. પણ જે, તે આચાર્ય માપનીય સંઘના સાબિત થાય, તો મૂળ દિગંબરો ખરી પરંપરાથી ઘણા દૂર ચાલ્યા જાય, કેમ કે,યાપનીય સંઘને માન્ય તો પ્રાય: શ્વેતામ્બરોને માન્ય જૈન આગમો જણાય છે.
સ્થાનક વાસીઓમાં, જો કે તેઓ શ્વેતામ્બરોની એક શાખા રૂપે જુદા પડેલા હોવાથી, પાંચ પ્રતિક્રમણો તો ટકી રહ્યાં છે. પરંતુ તેના વિધિઓના હેતુઓમાં ઊંડા ઊતરતાં તેમાં વ્યવસ્થિત રચના-કૌશલ વધુ જોવામાં આવશે નહીં. કેમ કે, મૂળ ચોકઠાં તો શ્વેતામ્બરોના જ સ્વીકારેલાં છે. તેમાં પોતાની માન્યતાને મદદગાર અમુક અમુક ફેરફાર કરી લીધો છે. પરંતુ તે જૈન વિધિ વિજ્ઞાનની કસોટી ઉપર ચડી શકે તેમ નથી. તેમજ તેના પર એવું તેઓનું સ્વતંત્ર સાહિત્ય પણ લખાયું નથી અને લખાવા સંભવે ય નથી. કદાચ લખાશે તો પણ તે શ્વેતામ્બર ગ્રંથોના ફેરફાર સાથે અનુકરણ રૂપ જ હશે. કેમ કે એટલો સૂક્ષ્મ વિચાર તેઓમાંના કોઈએ કર્યો નથી, શકયેય નથી અને ભવિષ્યમાં કદાચ કરશે, તો આધાર તો શ્વેતામ્બર ગ્રંથોનો જ અવશ્ય લેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org