________________
ભૂમિકા
પ્રમાણભૂત અને આધારભૂત છે.
૩) આ નીચે શ્રી શ્રીપાળ મહારાજના રાસના ચોથા ખંડની ગાથાઓ વિવેચન સહિત આપેલ છે. તેમાં આવશ્યકના સંબંધમાં થોડું લખેલું છે. તે પ્રમાણે પૂજાની ઢાળો, રાસાઓ, કથાઓ, ચર્ચાગ્રંથો, ચરણાનુયોગના ગ્રંથો, વિવિધ ક્રિયાઓના વિધિઓ, નવતત્ત્વ પ્રશ્નોત્તર ગ્રંથ વગેરેનું બારીક અવલોકન કરવાથી ઘણા પુરાવા મળી શકે છે. માત્ર નિર્દેશ તરીકે શ્રી શ્રીપાળના રાસના ચોથા ખંડની ઢાળની ગાથાઓ અર્થસહિત આપી છે. તે ઉપરથી વાચક મહાશયો પુરાવા અને પ્રમાણો મેળવવાની દિશા જાણી શકશે. અને ખાસ અભ્યાસીઓ વિશેષ પ્રયાસ કરી અનુભવીઓ અને ગુરુ મહારાજાઓ પાસેથી દરેક પ્રકારની ચોકકસ માહિતીઓ મેળવી શકશે.
‘પાંચ ભેદ ખંતિના, ઉવયાર, અવયાર, વિવાગ રે;
વચન, ધર્મ, તિહાં તીન છે, લૌકિક દોઈ અધિક સોભાગ રે. ૪-૨૫
અર્થ :- આ દશ યતિધર્મમાં પહેલાં ક્ષમા-ધર્મના પાંચ ભેદ છે. તે એ કે -
૧) કોઈ પણ મનુષ્યે આપણો ઉપકાર કર્યો હોય, તો તે મનુષ્યનાં કડવાં–કઠિન વચન સહન કરવાં, તે ઉપકાર ક્ષમા કહેવાય છે.
૨૧
૨) જે મનુષ્ય આપણા કરતાં વધારે બળવાન સત્તાવાન હોય, તેથી આપણે તેને કંઈ કરી શકીએ તેમ નથી; વાસ્તે ‘‘તેના બોલ સાંખી રહેવામાં જ ભૂષણ છે; નહીં તો અપમાનને પ્રાપ્ત થવાશે.’' એમ સમજીને સામો જવાબ ન દેતાં ક્ષમાશીલ બને, તે અપકાર ક્ષમા કહેવાય છે.
૩) ‘‘ક્રોધનાં ફ્ળ નઠારાં છે, અને તેના વડે અનેક દુશ્મન ઊભા થતાં વિવિધ સંતાપ પ્રાપ્ત થાય, માટે દુર્વાકય ખમી રહેવામાં જ ફાયદો છે'' – એમ કર્મવિપાકનો ભય રાખવામાં આવે, તે વિપાક ક્ષમા કહેવાય છે.
૪) કઠિન વચન કહી કોઈનું દિલ દુભાવે નહીં, તેમ પોતે પણ બીજાનાં કઠિન વચનોથી પોતાના દિલને દુભાવે નહીં, એટલે કે, વચન પરિસહનો ઉપસર્ગ સહન કરે, સાવદ્ય વચન ન બોલે, તે વચન ક્ષમા કહેવાય છે.
-
૫) કોઈ છેદન – ભેદન કરે, તો પણ ચંદનને કાપતાં, વહેરતાં, બાળતાં પણ પોતાની સુગંધ છોડે નહીં, તેની પેઠે ‘‘આત્માનો ધર્મ ક્ષમા જ છે, માટે ક્ષમા જ રાખવી’’ એમ ગજસુકુમારની પેઠે ક્ષમા ધારણ કરે, મૂળ ધર્મમાં સ્થિર રહે, તેરમા, ચૌદમા, ગુણસ્થાનકની ઇચ્છા કરે, તે ધર્મક્ષમા કહેવાય છે.
Jain Education International
આ પાંચ પ્રકારની ક્ષમા પૈકી પહેલી ત્રણ પ્રકારની ક્ષમાઓ લૌકિક સુખ દેનારી છે, અને પછીની બે ક્ષમાઓ મોક્ષ સુખ આપનારી છે.
અનુષ્ઠાન તે ચાર છે, પ્રીતિ, ભક્તિ ને વચન, અસંગ રે;
ત્રણ ક્ષમા છે દોયમાં, અગ્રિમ દોયમાં દોય ચંગ રે, સંવે ૪-૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org