________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પ્રજાની કેટલીક શકિતનો પુરાવો તો છે. સટ્ટામાં તેના કરતાં ઊતરતી શકિતનો પુરાવો છે. અને નોકરીમાં તેથી ઊતરતી દેશની પ્રજાની શકિત છે. સંસ્થાઓના અલ્પ મૂલ્યે કે મફ્ત સાધનો મેળવનારની તેથી ઊતરતી શક્તિ છે. તેથી ઊતરતી અનાથાશ્રમો, અને માંગણ વૃત્તિમાં છે. પરંતુ નાના પણ ચાલુ ધંધા ટકાવી રહેનારાઓ સૌથી આગળ છે, અને તેમાં પણ ઉત્તમોત્તમ ધંધો ટકાવી રહેલા આ દેશના મહાપ્રજાજનો સૌથી આગળ છે, એટલું જ નહીં, પણ આ જગના ધંધાઓમાં ઉત્કૃષ્ટ પુરુષાથી અને શ્રેષ્ઠ પ્રજાજનો છે. તેઓની થોડી મૂડી કે નાના ધંધાની પણ આ જમાનાના યાંત્રિક ધંધાઓથી થયેલા અબજોપતિઓ કરતાં તેની મહત્તા સવિશેષ છે.
૧૫૪
આ દષ્ટિથી સટ્ટાનું સ્થાન નોકરીની ઉપરના ક્રમમાં નકકી કરવું ઉચિત છે. પછી ભલેને તે મોટા રાજ્યના દીવાન હોય કે મોટા વકીલ બૅરિસ્ટર કે ડૉકટર હોય, પણ ભારતના ચાલુ નાના ધંધામાં પણ ટકી રહેનારની પ્રજાકીય શકિત વધારે ગણાવી જોઈએ. પછી સટ્ટો અને નોકરીને સ્થાન છે.
શ્રાવક માટે પસંદગીના ધંધા અને શાસ્ત્રકારોના ઉપદેશની દિશા.
ન
શ્રાવકે કેવા ધંધા પસંદ કરવા ? તે વિચાર પણ શાસ્ત્રકારોએ કરેલો છે, તેને અનુસરીને અમે પણ હાલની પરિસ્થિતિથી થયેલા ફેરફારને ઉદ્દેશીને તે બાબત કંઈક વિચાર લખીએ છીએ. ગાં ધંધા કેટલા અને કયા કયા છે ? અને તેનો ચડતો ઊતરતો દરજ્જો કોનો ? કેવો છે ? તેનું લિસ્ટ અહીં બહુ લંબાણ થાય માટે નથી આપતા. ત્યાગપ્રધાન ઉપદેશ આપનાા શાસ્ત્રકાર ભગવંતોનો ઉદ્દેશ શ્રાવકોને ધંધા બતાવવાનો નથી. પણ ત્યાગમાં ન આવી શકનારા જેમ બને તેમ અલ્પ પાપવાળા ધંધામાં પુરુષાર્થ કરી સ્વાશ્રયી આજીવિકા મેળવે, ઊતરતા પ્રકારના સાવદ્ય ધંધાનો જેમ બને તેમ ત્યાગ સૂચવી ધર્મસાધનામાં દોરવવાનો જ ઉદ્દેશ છે. શ્રાવક સર્વવિરતિ ધારી થાય, એ જૈન શાસ્ત્રકારોનું સૌથી પહેલું લક્ષ્ય હોય છે, તેની પ્રધાનતામાં બીજું સર્વે ગૌણ કે ઉપેક્ષ્ય જ હોય છે. પરંતુ સર્વ ત્યાગના અભાવમાં દેશથી ત્યાગ રાખે. અને દેશથી ત્યાગને પણ હાનિ ન પહોંચે, પરંતુ તેમાં વિશેષ ને વિશેષ પ્રગતિ થાય, તેવી રીતે માર્ગાનુસારી-વ્યાવહારિક જીવનવ્યવહાર રાખે. પરંતુ વ્યાવહારિક જીવન વ્યવહાર ખાતર દેશથી ત્યાગને જરા પણ આંચ આવવા ન દે. દેશથી ત્યાગ ખાતર અનિવાર્ય સંજોગોમાં વ્યાવહારિક જીવન-વ્યવહારને આંચ આવતી હોય તો પોતાના બળના પ્રમાણમાં તેની પરવા ન કરે. પરંતુ દેશથી ત્યાગી ન હોય, ને સમ્યક્ત્વ ધારી હોય, તેણે દેશથી ત્યાગી થવા પ્રયત્ન સેવવો; પણ તેની અશકિતમાં સમ્યક્ત્વથી તો ચલિત ન જ થાય. ત્યારે પણ વ્યાવહારિક જીવન સમ્યક્ત્વ પોષક માર્ગાનુસારી તો રાખે જ. તે જ પ્રમાણે વંશવારસાથી જૈન ધર્મ પાળનાર વ્યાવહારિક સમ્યક્ત્વી પણ માર્ગાનુસારિતાથી તો ન જ ચૂકે. માર્ગાનુસારીપણુંય જાળવવાને અશત, સભ્ય અને પ્રતિષ્ઠિત દુન્યવી સગૃહસ્થપણું તો ન જ ચૂકે. તે જાતનીયે વાસ્તવિક અશકિતમાં આર્યપણું તો ન જ ચૂકે. એટલે માર્ગાનુસારી જૈન શ્રાવકે, સમ્યક્ત્વધારી જૈન શ્રાવકે, તેમજ દેશથી ત્યાગી જૈન શ્રાવકે પોતપોતાની ભૂમિકાને અનુસરીને માર્ગાનુસારીપણું તો રાખવાનું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org